ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / coronavirus in Gujarat Govt. gave free ration for people from tomorrow
ADVERTISEMENT
ADVERTISEMENT
શું કહ્યુ CMO સચિવ અશ્વિની કુમારે?
લોકડાઉનના પગલે આવતીકાલથી રાજ્યના ગરીબોને અનાજનું વિતરણ કરવામાં આવશે. શ્રમિકોને મફતમાં અનાજની કીટ આપવામાં આવશે. આ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. જે વ્યવસ્થા પર દેખરેખ રાખશે. રેશનકાર્ડ ધારકોને ફોન કરીને બોલાવવામાં આવશે. દુકાનદાર અને કમિટી ભીડ ન થાય એટલા માટે 25-25ને ફોન કરીને બોલાવશે. આ ઉપરાંત જેમની પાસે રાશનકાર્ડ નથી તેમને 4થી તારીખથી અનાજ કીટનું વિતરણ કરવામાં આવશે.
ADVERTISEMENT
બુધવારથી ઘઉ, ચોખા, ખાંડ સહિત 5 વસ્તુઓનું વિતરણ કરાશે
કોરોનાના કહેર વચ્ચે સરકાર દ્વારા રાશનના વિતરણની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હવે આ મામલે CMOના સચિવ અશ્વિની કુમારે નિવેદન આપ્યું છે કે, રાજ્યમાં બુધવારથી ઘઉ, ચોખા, ખાંડ સહિત 5 વસ્તુઓનું વિતરણ કરાશે.
ADVERTISEMENT
1 એપ્રિલથી રાજ્યમાં 17 હજાર દુકાનમાં કરાશે વિતરણ
રાજ્યમાં 17 હજાર દુકાનમાં 66 લાખ કુટુંબને ઘઉં, ચોખા, દાળ, મીઠું, ખાંડનું વિતરણ કરાશે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેની કાળજી રાખવામાં આવશે. સાથે જ જે લોકો પાસે કાર્ડ ન હોય તેમને પણ અનાજ અપાશે.
ADVERTISEMENT
4 તારીખથી કાર્ડ વગરના લોકોને પણ અનાજ વિતરણ કરાશે
4 તારીખથી કાર્ડ વગરના લોકોને પણ અનાજ વિતરણ કરાશે. રાશનની દુકાનમાં 25 કાર્ડ ધારકોને દિવસ દરમિયાન બોલાવવામાં આવશે. ટોકન પદ્ધતિ આધારે પુરવઠો આપવામાં આવશે. સાથે જ તંત્ર દ્વારા રાજ્યમાં તમામ ઘંટી ચાલુ રાખવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ