બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Corona's reproduction value decreased

સારા સમાચાર / ખુશખબર: કોરોનાને લઈ વૈજ્ઞાનિકોએ આપ્યા રાહતના સમચાર, જાણો શું માહિતી આપી

Ronak

Last Updated: 04:54 PM, 22 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાને લઈને ચેન્નઈના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે કોરોનાની રિપ્રોડક્શન વેલ્યુ હવે ઘટી ગઈ છે. એટલે કે હવે સંક્રમણ ફેલાતુ ઓછી થઈ ગયું છે.

  • કોરોના સંક્રમણને લઈ વૈજ્ઞાનિકોનો દાવો 
  • કોરોનાની રિપ્રોડક્શન વેલ્યુ ઘટી 
  • ઓગસ્ટની સરખામણીએ કોરોનાની રિપ્રોડક્શન વેલ્યુ ઓછી થઈ 

દેશમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો છે. કારણકે બીજી લહેરમાં જે ઘાચતક પરિસ્થિતી સર્જાઈ હતી તેને લોકો હજુ પણ ભૂલી નથી શક્યા. ત્યારે આવા સમયે વૈજ્ઞાનિકો દ્વારા સારા સમાચાર આપવામાં આવી રહ્યા છે. જે સમાચાર વાંચીને તમે જરૂરથી હાંશકારો અનુભવશો. 

સપ્ટેમ્બરની રિપ્રોડક્શન વેલ્યું 0.92 

ચેન્નઈ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેથેમેટિકલ સાયન્સના વૈત્રાનિક સિતાભર સિન્હાએ કહ્યું કોરોના વાયરસની રિપ્રોડક્શન વેલ્યુ હવે ઘટીને ઘણી ઓછી થઈ ગઈ છે. જો ગત ઓગસ્ટ મહિનાની વાત કરવામાં આવે તો કોરોનાની રિપ્રોડક્શન વેલ્યૂ એક હતી જે ઘટીને આ મહિનામાં 0.92 પહોચી ગઈ છે. 

ચાર રાજ્યોમાં રિપ્રોડક્શન વેલ્યુ 1 કરતા વધારે 

રિપ્રોડક્શન વેલ્યુનો ઘટવાનો મતલબ એ થાય છે કે કોરોના વાયરસનવું સંક્રમણ ફેલાતું હવે ઓછુ થઈ ગયું છે. જોકે વૈજ્ઞાનિકો દ્વારા કહેવામાં એ પણ કહેવામાં આવ્યું છે કે મુંબઈ, કલકત્તા , ચેન્નઈ અને બેંગલુરુમાં રિપ્રોડક્શન વેલ્યું એક કરતા વધારે છે. 

મહારાષ્ટ્ર અને કેરળમાં પણ વેલ્યુ ઓછી 

પુણે અને દિલ્હીમાં પણ આ પ્રોડક્શન વેલ્યુ ઘટીને ઓછી થઈ ગઈ છે. જોકે સાંભળીને તમને નવાઈ લાગશે કે મહારાષ્ટ્ર અને કેરળની કુલ રિપ્રોડક્શન વેલ્યુ પણ 1 કરતા ઓછી છે. પરંતુ આ બંને રાજ્યોમાં હાલ સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. 

કોરોના હાલ કાબૂમાં 

ઉલ્લેખનીય છે કે એક વ્યક્તિ અન્ય કેટલા વ્યક્તિઓને સંક્રમિત કરે શકે છે તેના સર્વે પર રિપ્રોડક્શન વેલ્યુ નક્કી કરવામાં આવતી હોય છે. જેને લઈને વાયરસનું સંક્રમણ કેટલા પ્રમાણમાં ફેલાય છે તે પણ નક્કી કરવામાં આવે છે. ત્યારે હાલ રિપ્રોડક્શન વેલ્યુ ઘટતા રાહતની વાત એ છે કે કોરોના ઘણો કાબૂમાં છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ