બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / corona virus pakistan reports over 100 covid 19 fatalties for first time in nearly three months
ADVERTISEMENT

કોરોનાના વધતા પ્રકોપથી પાક. સરકાર ચિંતામાં ગરકાવ
પાકિસ્તાનમાં કોરોના વાયરસના પ્રકોપને કારણે વધતા મોતથી સરકાર અને વહીવટી તંત્ર ચિંતામાં ગરકાવ થયુ છે. છેલ્લાં 24 કલાક દરમ્યાન અહીં કુલ 102 લોકોના મોત કોવિડ-19ના કારણે થયા છે. આખા દેશમાં મૃત્યુઆંક 24,187ને પાર થયો છે. છેલ્લાં 24 કલાક દરમ્યાન અહીં 59,397 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જેમાં 4934 કોરોના પોઝિટિવ કેસ મળ્યાં છે. આ પોઝિટિવિટી રેટ 8.30 ટકા પર પહોંચી ગયો છે. નેશનલ કમાન્ડ એન્ડ ઓપરેશન સેન્ટરે ટ્વિટ કરી જણાવ્યું કે છેલ્લાં 24 કલાકમાં 102 મોત થયા છે.
ADVERTISEMENT

પાકિસ્તાનની વેક્સિનેશન નીતિ પર ઉભા થયા સવાલ
એક મીડિયા રિપોર્ટ મુજબ, 20મેના રોજ મૃત્યુઆંક 100ને પાર થયો હતો. નેશનલ કમાન્ડ એન્ડ ઓપરેશન સેન્ટરના ડેટા જણાવે છે કે છેલ્લાં 24 કલાકમાં 4934 કોરોના પોઝિટિવ કેસ મળ્યાં છે. જેના કારણે પાકિસ્તાનમાં કોવિડ-19ના કુલ દર્દીઓનો આંક 10,85,294 પર પહોંચ્યો છે. પાકિસ્તાન કોરોનાની ચોથી લહેરની પીડા ભોગવી રહ્યું છે. જે ચિંતાજનક રીતે કેસો વધી રહ્યાં છે. ત્યારબાદ દેશની વેક્સિનેશન નીતિ પર સવાલ ઉઠી રહ્યાં છે. એક રિપોર્ટ મુજબ, પાકિસ્તાનમાં અત્યાર સુધી ફક્ત 2 ટકા વસ્તીને વેક્સિન મળી છે.
ADVERTISEMENT

પાકિસ્તાનમાં વેક્સિન લેવાનો રેટ ખૂબ ધીમો
પાકિસ્તાનના નાગરિકોમાં વેક્સિન લેવાનો રેટ ખૂબ ધીમો છે. જેનું એક મોટું કારણ દર્શાવવામાં આવ્યું છે કે દેશમાં વેક્સિનને લઇ ઘણાં પ્રકારની અફવાઓ ફેલાઈ રહી છે. જેમાંથી એક અફવા એવી ફેલાઈ છે કે અહીં ઘણાં લોકો એવુ માને છે કે વેક્સિન લીધાના થોડા મહિના બાદ તેમના મોત થઈ જશે. આ અફવાઓને કારણે અહીં ખૂબ જૂજ લોકોએ વેક્સિન લીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.