બ્રેકિંગ ન્યુઝ
VTV / corona virus cases spike in kerala and tamilnadu
Parth
Last Updated: 09:45 PM, 10 July 2021
ADVERTISEMENT
ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસના કેસ વધતાં જોવા મળી રહ્યા છે. એક બાજુ જ્યાં ગુજરાત જેવા રાજ્યો અનલોક થઈ રહ્યા છે ત્યાં તમિલનાડુમાં લૉકડાઉન લંબાવવામાં આવ્યું છે. દક્ષિણ ભારતના બે રાજ્યો તમિલનાડુ અને કેરળમાં કોરોના વાયરસના કારણે ખતરાની ઘંટી વાગી છે.
ADVERTISEMENT
તમિલનાડુમાં વધ્યા કેસ
ભારતમાં છેલ્લા એક સપ્તાહથી કુલ કેસના અડધા કેસ માત્ર કેરળ અને મહારાષ્ટ્રમાંથી જ સામે આવી રહ્યા છે. આ બે રાજ્યોમાં જ્યાં કોરોના વાયરસના કારણે સરકાર ટેન્શનમાં હતી ત્યાં હવે તમિલનાડુએ પણ ટેન્શન વધાર્યું છે. કેન્દ્ર સરકારે આપેલ જાણકારી અનુસાર તમિલનાડુના 12 જિલ્લાઓમાં ખતરાની ઘંટી જોવા મળી છે.
કેરળમાં એક જ દિવસમાં 14 હજારથી વધારે કેસ
કેરળમાં છેલ્લા 24 જ કલાકમાં 14087 કોરોના કેસ સામે આવ્યા છે અને 108 લોકોના મોત થયા છે. જોકે રાજ્યના મુખ્યમંત્રી વિજયન કહી રહ્યા છે કે ચિંતાની કોઈ વાત નથી, કોરોના વાયરસની પરિસ્થિતિ સંપૂર્ણ કંટ્રોલમાં છે. તેમણે કહ્યું કે અન્ય રાજ્યોમાં માર્ચ મહિનામાં કોરોના વાયરસની બીજી લહેર આવી હતી જ્યારે કેરળમાં તો મે મહિનામાં આવી છે.
તમિલનાડુમાં 19 જુલાઇ સુધી લૉકડાઉન
તમિલનાડુમાં 19 જુલાઇ સુધી લૉકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હોટલ, ચાની દુકાન, બેકરી, રેસ્ટોરન્ટને પણ 9 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપી દેવામાં આવો છે. જોકે ગ્રાહકોની સંખ્યાને 50 ટકા સુધી સીમિત રાખવામાં આવશે. સ્કૂલ-કૉલેજ, સિનેમાહૉલ, સ્વીમિંગ પૂલ, ઝૂને બંધ કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે.
નોઈડામાં ધારા 144 લાગુ
આગામી તહેવારો અને કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને યુપીના નોઇડામાં ધારા 144ને 30મી ઓગસ્ટ સુધી લાગુ કરવામાં આવી છે.
ત્રિપુરામાં કર્ફ્યૂ લંબાવી દેવામાં આવ્યું
કોરોના વાયરસના વધતાં કેસને જોતાં ત્રિપુરામાં 17 જુલાઇ સુધી કોરોના કર્ફ્યૂ લંબાવી દેવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.