બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / corona vaccination name of ministers amit shah piyush goyal om birla certificate

ભારે કરી / લાલિયાવાડી: અમિત શાહ, પીયુષ ગોયલ, ઓમ બિરલાના નામ પર લગાવી દીધી વેક્સિન, સંડે-મંડે સિંહને પણ આપ્યા ડોઝ

Pravin

Last Updated: 02:20 PM, 24 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના ઈટાવામાં મૃત્યુ પામેલા અને કેન્દ્રીય મંત્રીઓના નામ પર કોરોના વેક્સિન લગાવાનો કિસ્સો સામે આવ્યો છે.

  • ઉત્તર પ્રદેશમાંથી વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે
  • અહીં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે
  • કેન્દ્રીય મંત્રીઓના નામ પર વેક્સિન આપી દીધી, સર્ટિફિકેટ પણ જાહેર કરી દીધા

ઉત્તર પ્રદેશના ઈટાવામાં મૃત્યુ પામેલા અને કેન્દ્રીય મંત્રીઓના નામ પર કોરોના વેક્સિન લગાવાનો કિસ્સો સામે આવ્યો છે. એટલુ જ નહીં તેમના નામના સર્ટિફિકેટ પણ આપી દેવામાં આવ્યા છે. કોરોનાથી બચાવ માટે વેક્સિન અભિયન અંતર્ગત લાલિયાવાડી ચાલી રહી છે. તાજેતરનો કિસ્સો ઈટાવાના તાખા બ્લોકના સીએચસી હોસ્પિટલ સરસઈ નાવરનો છે. અહીં કેન્દ્રીય મંત્રીઓના નામ પર નકલી વેક્સિનેશન કરવામાં આવ્યા છે. એટલુ જ નહીં અન્ય પણ કેટલાય નકલી નામો પર રસીના સર્ટિફિકેટ વહેંચી દેવામાં આવ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે, દિવસના નામ પર વેક્સિનેશન કરી દેવામાં આવ્યું છે. 

હકીકતમાં જોઈએ તો, કોવિડ 19 વેક્સિનેશનના નામ પર અહીં લાલિયાવાડી ચાલી રહી છે. જિલ્લાના તાખા બ્લોકના સરસરઈનાવર સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્ર પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, ઊર્જા મંત્રી પિયુષ ગોયલ સહિત દેશના કેટલાય રાજનેતાઓના નામ પર વેક્સિન લગાવી દીધી છે. તેનો ડેટા પણ કોવિડ પોર્ટલ પર અપડેટ કરી દેવામાં આવ્યો છે. રીતસરના વેક્સિન સર્ટિફિકેટ પણ કાઢવામાં આવ્યા છે. જો કે તેમા નામના સ્પેલિંગ અને ઉંમર ખોટી લખેલી છે. આ લાલિયાવાડી ટાર્ગેટ પુરો કરવા તરફ ઈશારો કરે છે. 

સંડે-મંડે સિંહ પણ લગાવી ચુક્યા છે વેક્સિન

એટલું જ નહીં ફ્રાયડે, સંડે સિંહ, મંડે સિંહ જેવા નામને પણ વેક્સિન આપી દીધી છે. જ્યારે આ પ્રકારના ધાંધિયા સામે આવ્યા તો, સીએચસી પ્રભારીએ આઈડી હૈક થયું હોવાનો દાવો કરતા આ પ્રકારના નામો પોર્ટલ પરથી હટાવવા માટે પત્ર લખ્યો હતો. આ અગાઉ જિલ્લામાં વેક્સિનના બીજા ડોઝ લગાવ્યા વિના જ મોબાઈલ ફોન પર મેસેજ આવતા હોવાનું પણ સામે આવી ચુક્યું છે. 

નીતિન ગડકરીને આગળની ડેટ પણ આપી દીધી

સીએચસી સરસઈનાવરમાં પ્રભારી ડો. ઉદય પ્રતાપ સિંહના આઈડી પર દિગ્ગજ હસ્તીઓને વેક્સિન લગાવી દેવામાં આવી છે. સર્ટિફિકેટમાં મંઁત્રીઓના વોટર આઈડી પર વેક્સિનેશન બતાવામાં આવ્યું છે. રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરી સહિત અમુક મંત્રીઓને પ્રથમ ડોઝ લગાવ્યા બાદ બીજા ડોઝ માટે છ માર્ચની તારીખ પણ આપી દેવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ, મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીને પણ ડોઝ લગાવી દેવામાં આવ્યો છે. 

આઈડી અને પાસવર્ડ હેક થયું હોવાનો દાવો

જો કે, આ લોકોના નામ પુરેપુરા લખવામાં આવ્યા નથી. તો વળી સીએચસી પ્રભારીનું કહેવુ છે કે, 12 ડિસેમ્બરના રોજ તેમનું આઈડી અને પાસવર્ડ કોઈએ હેક કરી લીધો હતો. જેનાથી બ્લોક મોનિટરીંગ થાય છે. આ આઈડી પર વેક્સિનેશન કામ થતા નથી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ