બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Corona transition increased among Gujarat students

નિર્ણયની જરૂર / 5 રાજ્યોમાં શાળા બંધનું એલાન, ગુજરાતમાં દરરોજ 15 વિદ્યાર્થીઑ થાય છે સંક્રમિત, આરોગ્ય વિભાગને શેની રાહ

Vishnu

Last Updated: 06:36 PM, 3 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાળકોના વેક્સિનેશન વચ્ચે રાજકોટમાં 2 દિવસમાં 16 વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત, વડોદરાની શાળાઓમાંથી નવા 3 કેસનો ઉમેરો

  • રાજકોટમાં 2 દિવસમાં 16 વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત
  • સુરતમાં 13 દિવસમાં 110 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત
  • અમદાવાદની શાળાઓમાં 20થી વધુ કેસ નોંધાયા
  • વડોદરા: આજે 2 વિદ્યાર્થી અને 1 શિક્ષિકાને કોરોના

ગુજરાતમાં ફરી એક વાર કોરોના માથું ઉંચકી રહ્યો છે, રાજ્યની શાળાઓમાં બાળકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે, તે જોતા લાગી રહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે ત્યારે રાજકોટની શાળામાં 2 દિવસમાં 16 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થતાં તંત્ર સહિત વાલીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. પશ્ચિમ અને મધ્ય રાજકોટમાં 7 વર્ષથી 18 વર્ષની વયના વિદ્યાર્થીઓ કોરોના ભરડામાં આવી ગયા છે. હવે ઘોડા છૂટયા પછી તબેલે તાળા મારવાની સ્થિતિની જેમ શાળા-કોલેજોની વિગતો મેળવવા મનપા તંત્ર કામે લાગ્યું છે.

વડોદરામાં આજે  2 વિદ્યાર્થીઓ અને 1 શિક્ષિકાને કોરોના
તો બીજી તરફ વડોદરામાં શાળાના વધુ 2 વિદ્યાર્થીઓ અને શિક્ષિકા કોરોનાની ચપેટમાં આવી ગયા છે. પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલનો વિદ્યાર્થી, રોયલ સ્કૂલનો ધો. 11નો વિદ્યાર્થી પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. પોલોગ્રાઉન્ડમાં આવેલી શાળાની શિક્ષિકા કોરોનાના ઝપેટામાં આવી જતાં વડોદરા તતંત્ર દોડતું થયું છે. તો નવસારીમાં નવસારીમાં આજે પણ કોરોનાના વધુ 16 કેસ નોંધાયા છે જેમાં 3 શાળાના 9 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

સુરતમાં છેલ્લા 13 દિવસમાં 110 જેટલા વિદ્યાર્થીઓ કોરોના
સુરતમાં બાળકોમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 13 દિવસમાં 110 જેટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. વિદ્યાર્થીઓના કેસમાં સુરતમાં 9 ઘણો વધારો જોવા મળી રહ્યો છે. સુરતમાં કોરોનાના રોજીંદા કેસો પણ 100ને પાર પહોંચ્યા છે. 1 જાન્યુઆરી એક જ દિવસમાં 26 વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. એક વિદ્યાર્થીની ઓમિક્રોન સંક્રમિત પણ થઇ હતી. જો કે કોઇપણ તકલીફ વગર એ ફરી પાછી સ્વસ્થ થઇ છે. શાળોમાં વધતા કેસોને લઇ મનપાનું આરોગ્ય તંત્ર ચિંતામાં જોવા મળી રહ્યું છે. સુરત મનપા દ્વારા હવે શાળામાં કેસ આવે તો આખી શાળા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

શાળાઓ ફરી ઓનલાઈન શરૂ કરવાની માગ
મહત્વનું છે વિદ્યાર્થીઓમાં વધી રહેલા સંક્રમણને જોતા વાલીઓ દ્વારા શાળાઓ ફરી ઓનલાઈન શરૂ કરવાની માગ કરવામાં આવી રહી છે.. જ્યારે શિક્ષણ મંત્રીએ હાલ શાળાઓ નહીં બંધ કરવાનું સૂચન આપ્યું છે.. અને કોવિડની ગાઈડ લાઈનનું પાલન કરવા માટે કહેવાયું છે..  ત્યારે સવાલ એ થાય છે કે, વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓ સંક્રમિત થશે તો તેના માટે જવાબદાર કોણ હશે?...ત્રીજી લહેરની સંભવિતતા વચ્ચે બાળકોના આરોગ્ય સાથે આવું જોખમ કેમ લઈ રહ્યું છે શિક્ષણ વિભાગ?... શાળાઓ વિદ્યાર્થીઓને ફરજિયાત શાળાએ આવવાની ફરજ પાડે છે તેનુ શું? સરકાર શા માટે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ચિંતા નથી કરતી? વિદ્યાર્થી સંક્રમિત થાય તે પછી શાળા બંધ કરાવો છો તો હાલની સ્થિતિને ધ્યાને રાખીને ક્યારે નિર્ણય લેશે સરકાર?

(પ્રતીકાત્મક તસવીર)

મુંબઈમાં 31 જાન્યુઆરી સુધી ધોરણ 1થી8ની સ્કૂલ બંધ 
વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે બીએમસીના અધિકારીોએ આજે એક મોટી બેઠક કરી હતી. બેઠકમાં સ્કૂલ બંધ રાખવા પર બધા અધિકારીઓ સંમત થયા હતા જે પછી 1થી 9 અને 11મા ધોરણની સ્કૂલ 31 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

રાજસ્થાનમાં પણ સ્કૂલો બંધ
રાજસ્થાનમાં વધતા કોરોના કેસને લઇ નવા પ્રતિબંધો લાગૂ કરાયા છે. રાજસ્થાનમાં કેસ વધતા 9 જાન્યુઆરી સુધી ધોરણ-1થી 8ની  સ્કૂલો બંધ કરવાનો નિર્ણય કરાયો.કોચિંગ ક્લાસમાં હવે ઓફલાઇનની સાથે ઓનલાઇનની સુવિધા આપવી પડશે. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ 31 જાન્યુઆરી સુધી બંને ડોઝ લેવા ફરજિયાત છે. 

કોરોનાના કેસ વધતા સ્કૂલ-કોલેજ બંધ કરવા નિર્ણય

  • ઉત્તરપ્રદેશમાં ધોરણ 8 સુધીની સ્કૂલ 15 દિવસ બંધ
  • પટનામાં ધોરણ 8 સુધીની સ્કૂલ 8 જાન્યુઆરી સુધી બંધ
  • પ.બંગાળમાં સ્કૂલ-કોલેજ, યુનિવર્સિટી બંધ
  • તમિલનાડુમાં 8 ધોરણ સુધીની સ્કૂલ 10 જાન્યુઆરી સુધી બંધ
  • ઓડિશામાં આજથી સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય મોકૂફ રખાયો
  • રાજસ્થાનમાં ધોરણ 8 સુધીની સ્કૂલ 9 જાન્યુઆરી સુધી બંધ
  • ઝારખંડ, હરિયાણામાં સ્કૂલ-કોલેજ, લાયબ્રેરી બંધ રહેશે

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ