બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / corona in india 2568 new cases in last 24 hours 18 percent lower than yesterday

કોરોના અપડેટ / ભારતમાં કોરોના કેસમાં સતત ઉછાળા બાદ આજે થોડા રાહતના સમાચાર, દૈનિક કેસમાં જુઓ કેટલો ઘટાડો નોંધાયો

Dhruv

Last Updated: 09:38 AM, 3 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં વધતા જતા કોરોનાના કેસો વચ્ચે આજે ફરી દેશમાં અઢી હજારથી વધુ કેસ નોંધાયા છે. પરંતુ રાહતની વાત એ છે કે આ આંકડો ગઈ કાલ કરતા 18.7 ટકા ઓછો છે.

  • દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 2568 કેસ
  • છેલ્લાં 24 કલાકમાં કોરોનાથી 20 લોકોનાં મોત નિપજ્યાં
  • દેશમાં સૌથી વધુ કોરોનાના દર્દીઓ માત્ર (1076) દિલ્હીમાં

આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર, દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 2,568 કેસ જોવા મળ્યા છે, જ્યારે કોરોનાના કારણે વધુ 20 લોકોએ જીવ ગુમાવ્યો છે. તાજેતરના આંકડા વિશે જો વાત કરીએ તો, દેશમાં સૌથી વધુ કોરોનાના દર્દીઓ દિલ્હીમાં (1076), હરિયાણામાં (439), કેરલમાં (250), ઉત્તર પ્રદેશમાં (193) અને કર્ણાટક (111) માંથી મળી આવ્યા છે.

80.58 ટકામાંથી 41.9% કેસ માત્ર દિલ્હીમાં

નવા કોરોનાના કેસમાંથી 80.58 ટકા તો આ પાંચ રાજ્યોમાંથી આવ્યા છે. માત્ર દિલ્હીમાં જ 41.9% કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના કારણે 20 લોકોના મોત થયા છે ત્યારે દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 5,23,889 લોકો જીવ ગુમાવી ચૂક્યાં છે.

દેશમાં હાલ એક્ટિવ કેસની કુલ સંખ્યા 19 હજારને પાર

આ સાથે, દેશમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા હવે વધીને 4 કરોડ, 30 લાખ, 84 હજાર 913 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં હાલ એક્ટિવ કેસની કુલ સંખ્યા 19 હજારને પાર થઇ ગઈ છે. હાલ દેશમાં 19,137 એક્ટિવ કેસ નોંધાયા છે. એક્ટિવ કેસ કુલ સંક્રમણના 0.05 ટકા થઈ ગયા છે. હાલમાં દેશમાં રિકવરી રેટ 98.74 ટકા નોંધાયો છે. છેલ્લાં 24 કલાકમાં દેશભરમાં કુલ 2,911 દર્દીઓ સ્વસ્થ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4 કરોડ, 25 લાખ, 41 હજાર, 887 લોકો આ મહામારીને માત આપી ચૂક્યાં છે.

દેશમાં અત્યાર સુધીમાં કુલ 189.41 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

મંત્રાલયના જણાવ્યાં અનુસાર, રાષ્ટ્રીય વેક્સિનેશન અભિયાન હેઠળ, દેશમાં અત્યાર સુધીમાં કુલ 189.41 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં વેક્સિનના કુલ 16,23,795 ડોઝ આપવામાં આવ્યા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ