બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / ગુજરાત / અમદાવાદ / Corona has increased in Gujarat: Cases reported today have increased concern, reappeared in 9 districts, see how many

એલર્ટ / ગુજરાતમાં બિલ્લી પગે કોરોના વધ્યો: આજે નોંધાયેલા કેસે વધારી ચિંતા, 09 જિલ્લામાં ફરી દેખા દીધા, જુઓ ક્યાં કેટલા

Kishor

Last Updated: 08:44 PM, 9 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં થોડા સમયથી શાંત થયેલા કોરોના કેસમાં ફરી વધારો નોંધાઇ રહ્યો છે. આથી સાવચેતી રાખવી આવશ્યક બની છે. આજે 24 કલાકમાં કોરોનાના 30 નવા દર્દીઓ ઉમેરાયા છે.

  • રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો
  • અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 12 નવા કેસ
  • આરોગ્ય તંત્ર દ્વારા કામગીરીનો ધમધમાટ

ગુજરાતમાં મિશ્ર ઋતુની સ્થિતિમાં રોગચાળાના હાઉ વચ્ચે કોરોના ફરી ભૂરાયો થતો હોય તેવી સ્થિતિ જન્મી રહી છે.  કોરોના કેસમા ચિંતાજનક વધારો નોંધાઇ રહ્યો છે. જેને લઈને લોકોએ હોળી ધુળેટીના તહેવારોનો મણેલી મજા મોંઘી પડતી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં ફરી કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે તો લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

2 દર્દીઓની હાલત ગંભીર
આજે આરોગ્ય તંત્ર દ્વારા સતાવાર રીતે જાહેર કરાયેલી વિગત અનુસાર રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 30 નવા કેસ નોંધાયા છે. જેની સામે 24 કલાકમાં 6 દર્દીઓએ કોરોનાને હરાવતા તેઓને સાજાનરવા ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 136 હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે. સામે પક્ષે રાજ્યમાં 2 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓની વેન્ટિલેટર પર રાખી સારવાર ચાલી રહી છે.

આ શહેર, જિલ્લામાં નોંધાયા કેસ

જિલ્લા શહેર વાઇસ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 12 નવા કેસ નોંધાતા તંત્રમાં હડકંપ મચી ગયો છે. તો અમરેલીમાં 6 નવા કેસ નોંધાયા છે. વધુમાં રાજકોટ કોર્પો.માં 2 નવા કેસ, સુરત શહેરમાં 2 નવા કોરોના કેસ અને વડોદરા શહેરમાં 2 નવા કેસ નોંધાયા છે. તો ગાંધીનગરમાં 1, જુનાગઢમાં 1 ,પોરબંદર, રાજકોટ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યમાં તથા મહેસાણામાં 1 કેસ નોંધાયો છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ