બ્રેકિંગ ન્યુઝ
VTV / Corona cases decreased again, the figure reached 16 thousand, but the death toll is still higher
Priyakant
Last Updated: 09:38 AM, 18 July 2022
ADVERTISEMENT
ભારતમાં કોરોના કેસોમાં સતત વધારા વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. આજે કોરોના કેસોમાં આંશિક ઘટાડો થતાં થોડીક રાહત મળી છે. વિગતો મુજબ આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16, 935 કેસ સામે આવ્યા છે. આ સાથે 16, 069 લોકો કોરોના સામે જંગ જીતી સાજા થયા છે. આ સાથે દેશમાં કોરોના વાયરસને કારણે 51 લોકોના મોત થયા છે.
કોરોના કેસો ઘટ્યા
ADVERTISEMENT
ભારતમાં કોરોના કેસમાં નોંધપાત્ર ઘટાડો મળ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 16,935 કેસ નોંધાયા તો સામે 51 દર્દીઓનાં મોત થયા છે. આ તરફ હવે દેશમાં સક્રિય કેસોનો આંકડો 1,44,264એ પહોંચ્યો છે. દેશમાં દૈનિક હકારાત્મકતા દર 6.48% નોંધાયો છે.
#COVID19 | India reports 16,935 fresh cases, 16,069 recoveries, and 51 deaths in the last 24 hours.
— ANI (@ANI) July 18, 2022
Active cases 1,44,264
Daily positivity rate 6.48% pic.twitter.com/CXVSDdvXpY
ગઇકાલે દેશમાં 20 હજારથી વધુ કેસ નોંધાયા હતા
ભારતમાં ગઇકાલે 24 કલાકમાં દેશમાં કોરોનાના 20 હજાર 528 કેસ નોંધાયા હતા, જે શનિવારની સરખામણીએ 2.4% વધુ હતા. આ સાથે કોવિડને કારણે 49 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ તરફ આજે સોમવારે કોરોના કેસોમાં આજે થોડીક રાહત મળી છે. કોરોના કેસોમાં સતત વધારાને લઈ ચિતજનક સ્થિતિ બની હતી. જોકે આજે કોરોના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.