Team VTV07:28 PM, 28 Dec 21
| Updated: 07:42 PM, 28 Dec 21
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, 394 કેસો નોંધાતા સંભવિત ત્રીજી લહેર ચાલુ થઇ ગઈ હોય તેવો અંદેશો
ગુજરાતમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો
રાજ્યમાં આજે કોરાનાના વધુ 394 કેસ નોંધાયા
અમદાવાદમાં 182 કોરોના કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોના કેસોએ મોટો ભૂસકો માર્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરાનાના વધુ 394 કેસ નોંધાતા સરકારની ઉંધ ઊડી છે. અમદાવાદમાં સૌથી વધુ 182 કોરોના કેસ સામે આવતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 59 લોકો સાજા થયા છે જ્યારે ખેડાના 1 દર્દીનું કોરોનાને કારણે મોત થયું છે. એક્ટિવ કેસોમાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે. ઘણા દિવસ બાદ 1420 કેસ એક્ટિવ જોવા મળી રહ્યા છે. 16 દર્દી વેન્ટિલેટર પર છે. ગુજરાતમાં અત્યાર સુધી 10,115 દર્દીના કોરોનાને કારણે મૃત્યુ થઈ ચૂક્યા છે તો 8,18,422 દર્દીઓ કોરોનાને માત આપી ઘરે હેમખેમ પરત ફર્યા છે. રાજ્યભરમાં આજે 2.22 લાખ નાગરિકોનું રસીકરણ થયું છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા?
અમદાવાદ શહેર 178, સુરત શહેર 52, રાજકોટ શહેર 35, વડોદરા શહેર 34, આણંદ 12, નવસારી 10, સુરત 9, ગાંધીનગર 7, જામનગર શહેર 7, ખેડા 7, વલસાડ 7, કચ્છ 5, અમદાવાદ 4, ભરુચ 3, ગાંધીનગર શહેર 3, દ્વારકા 2, જૂનાગઢ શહેર 2, મહિસાગર 2, મોરબી 2, રાજકોટ 2, સાબરકાંઠા 2, અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, ભાવનગર શહેર, ગીરસોમનાથ, પંચમહાલ, પોરબંદર, તાપી અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા છે.
કયા જિલ્લામાં કેસ નથી નોંધાયા?
અરવલ્લી, બોટાદ, છોડા ઉદેપુર, દાહોદ, ડાંગ, જામનગર, જૂનાગઢ, મહેસાણા, નર્મદા, પાટણ અને સુરેન્દ્રનગરમાં એકપણ કેસ નોંધાયો નથી.
5 ઓમિક્રોન વેરિઅન્ટના કેસ
રાજ્યમાં આજે 5 ઓમિક્રોન વેરિઅન્ટના કેસ નોંધાયા છે. જો જિલ્લા વાઇઝ કેસની વાત કરીએ તો અમદાવાદમાં 2, વડોદરામાં 1 ઓમિક્રોન કેસ, મહેસાણામાં 1, પોરબંદરમાં 1 ઓમિક્રોન કેસ નોંધાતા હવે કુલ આંકડો 78 સુધી પહોંચી ગયો છે.અત્યાર સુધીમાં 78માંથી 24 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પર પરત ફર્યા છે