બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Corona case and Omicron case in Gujarat 7 January 2022

મહામારી / ત્રીજી લહેરમાં ગુજરાતને આજે મોટી થપાટ : આજે કોરોના 5000ને પાર, અમદાવાદમાં ચિંતાજનક માહોલ

Hiren

Last Updated: 07:59 PM, 7 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોનાએ તાંડવ મચાવ્યું છે, અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. ત્યારે જાણી લો આજના તાજા આંકડા...

  • ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો
  • આજે 5396 કેસ નોંધાતા હડકંપ
  • આજે ઓમિક્રોનનો એકપણ કેસ નહીં

ગુજરાતમાં આજે ફરી કોરોનાએ ચિંતા વધારી છે. રાજ્યમાં નવા 5396 કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે 1158 દર્દી સાજા થયા છે અને 1 દર્દીનું મોત થયું છે. હાલ 18583 એક્ટિવ કેસ છે. 96.62 ટકા રિકવરી રેટ છે. તો રાજ્યમાં આજે ઓમિક્રોનનો એકપણ કેસ નોંધાયો નથી. 9 ઓમિક્રોનના દર્દી સાજા થયા છે.

અમદાવાદમાં સૌથી વધુ 2311 કેસ, સુરતમાં પણ ચિંતાજનક સ્થિતિ

અમદાવાદમાં સૌથી વધુ 2311 કેસ, સુરતમાં 1452, રાજકોટમાં 272, વડોદરામાં 281, ગાંધીનગરમાં 132, જામનગરમાં 90, જૂનાગઢમાં 21, ભાવનગરમાં 63, વલસાડમાં 142, આણંદમાં 133, ખેડામાં 104, કચ્છમાં 92, ભરૂચમાં 50, નવસારીમાં 49, મહેસાણામાં 48, મોરબીમાં 34, સાબરકાંઠામાં 28, અમરેલીમાં 20, બનાસકાંઠામાં 17, દાહોદમાં 17, પંચમહાલમાં 16, અરવલ્લીમાં 11, દ્વારકામાં 10, મહીસાગરમાં 10, ગીર સોમનાથમાં 9, સુરેન્દ્રનગરમાં 9, તાપીમાં 6, નર્મદામાં 6 અને પાટણમાં 3 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં નવી ગાઇડલાઇન જાહેર

ગાંધીનગરમાં CMના નિવાસસ્થાને કોર કમિટીની બેઠક મળી હતી. રાજ્યમાં કોરોનાના વધતા કેસો બાદ નિયંત્રણોને લઇને નિર્ણય લેવાયા છે. ગૃહ રાજ્ય મંત્રી,આરોગ્યમંત્રી, રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ચિફ પ્રિન્સિપાલ સેક્રેટરી, મુખ્ય સચિવ, પોલીસ વડા અને અધિક મુખ્ય સચિવ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે જાણો આ બેઠકમાં શું લેવાયો નિર્ણય...

મંત્રી કનુ દેસાઈએ લોકડાઉનનો કર્યો ઈન્કાર

કોરોનાને લઈને સુરત તંત્ર હરકતમાં આવ્યું છે. સુરત પ્રભારી મંત્રી કનુ દેસાઈએ કોરોનાને લઇ અધિકારીઓ સાથે બેઠક કરી. તેઓએ કહ્યું કે અત્યારે લોકડાઉન નહીં લગાવાય. સુરતમાં જે તૈયારી કરાઇ તેની સમીક્ષા કરવામાં આવી છે. હાલ બધા ઓક્સિજન પ્લાન્ટ ચાલું છે. અને હોસ્પિટલોમાં દવા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે આંશિક લોકડાઉન લગાવવાનો વિચાર નથી. શાળા અંગે પણ ટૂંક સમયમાં નિર્ણય લેવાશે.

મુખ્યમંત્રીએ 8 જિલ્લાના કલેકટર સાથે બેઠક કરી  

ગુજરાતમાં કોરોનાના વધતા કેસને લઈને મુખ્યમંત્રી તાબડતોબ 8 જિલ્લાના કલેક્ટર સાથે CMની બેઠક કરી હતી. આ બેઠક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ હતી. જેમાં કોરોના સંક્રમણને રોકવા તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી  હતી. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા 

ગુજરાતમાં વધતા કોરોનાના કેસને લઈને મુખ્યમંત્રીએ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 15 જાન્યુઆરી સુધીના પોતાના તમામ જાહેર કાર્યક્રમો રદ્દ કરી નાખ્યા છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે સરકારે વાયબ્રન્ટ સમિટને મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો.તથા અમદાવાદ મનપા દ્વારા પણ ફલાવર શો તથા પતંગોત્સવ સહિતના જાહેર કાર્યક્રમો રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો.

સાડાચાર મહિના પછી ગુજરાત હાઇકોર્ટમાં ફિઝિકલ હિયરિંગ બંધ

રાજ્યમાં કોરોના સંક્રમણને પગલે સોમવારથી ગુજરાત હાઇકોર્ટમાં ફિઝિકલ હિયરિંગ બંધ કરવામાં આવ્યું છે. હવે વર્ચ્યુઅલ સુનાવણી થશે. સોમવારથી કોર્ટ કેમ્પસમાં સ્ટાફ સિવાયના લોકોનો પ્રવેશબંધી કરવામાં આવશે. આગામી બે દિવસ સુધી હાઇકોર્ટ પરિસરનું સેનિટાઇઝેશન કરવામાં આવશે. વકીલોની ચેમ્બર્સ પણ બંધ કરાશે. કેસના ફાઇલિંગ માટે 10 કાઉન્ટર્સ શરૂ કરાશે. વિસ્તૃત માર્ગદર્શિકા આજે દિવસ દરમ્યાન જાહેર થશે.

અમદાવાદમાં શાળાઓની વહીવટી કામગીરી ઓનલાઇન

કોરોનાને લઈને અમદાવાદ શહેર DEOનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શહેરની શાળાઓની વહીવટી કામગીરી ઓનલાઇન કરાશે. વાલીની ફરિયાદ પણ ઓનલાઇન ઈ-મેલથી જ સ્વીકારાશે. શહેરની 2 હજાર જેટલી શાળાઓમાં આ નિર્ણય લાગુ પડશે.

મેડિકલ સ્ટોરમાં મોલનુપીરાવીર દવાનો પુરતો સ્ટોકઃ સ્ટેટ કેમિસ્ટ & ડ્રગિસ્ટ એસો. પ્રમુખ જસુ પટેલ

કોરોનાના નવા વેરિઅન્ટ માટે મોલનુપીરાવીર દવાને મંજૂરી મળી છે, ત્યારે ગુજરાત સ્ટેટ કેમિસ્ટ & ડ્રગિસ્ટ એસો. પ્રમુખ જસુ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, 14થી વધુ કંપનીઓને દવા બનાવવાની મંજૂરી અપાઇ છે. ડ્રગ્સ કંટ્રોલર ઓફ ઈન્ડીયા દ્વારા મંજૂરી અપાઇ છે. ગભરાઈને મોલનુપીરાવીર દવાનો સંગ્રહ ન કરો. સ્ટોર પુરતા પ્રમાણમાં છે, તમામને દવા મળી રહેશે. મેડિકલ સ્ટોરમાં મોલનુપીરાવીર દવાનો પુરતો સ્ટોક છે. લોકો ડર્યા વગર રહે, દવાનો જથ્થો ફૂલ છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ ધાર્મિક કાર્યક્રમો રદ્દ કરવાની ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદે કરી જાહેરાત

સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા વધતા કોરોના સંક્રમણને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.  ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદે આગામી સમયમાં યોજાનાર સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ ધાર્મિક કાર્યક્રમો રદ કરવાની જાહેરાત કરી છે.

સરકારે વાઇબ્રન્ટ સમિટ, ફલાવર શો અને પતંગોત્સવ પણ મોકૂફ 

ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવતાં આખરે રાજ્ય સરકારે 6 જાન્યુઆરીએ આગામી 10થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો, સાથે જ અમદાવાદમાં યોજાનારા ફ્લાવર શો તથા પતંગોત્સવ પણ રદ કરવામાં આવ્યા છે. વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે દેશ-વિદેશથી પ્રતિનિધિમંડળો આવવાના હતા. જોકે ગુજરાત સહિત દેશ તથા દુનિયાભરમાં પણ સંક્રમણ વ્યાપક બનતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.

ગઇકાલે નોંધાયેલા કેસના આંકડા (6-1-2022)

ગુજરાતમાં જાણે કોરોના કેસોનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ થઈ ગઈ છે. ગઇકાલે 24 કલાકમાં 4213 કેસ સામે આવતા ત્રીજી લહેરની ઘાતક શરૂઆત થઈ ચૂકી છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં1835 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 1105 કેસ તો વડોદરામાં 116, કેસ અને રાજકોટ શહેરમાં 183 અને ગ્રામ્યમાં 41 કેસ સામે આવ્યા છે.આજે 5.01 લાખ લોકોને વેક્સિન આપવામાં આવતા અત્યાર સુધીમાં કુલ 9.23 કરોડ વેક્સિનના ડોઝઅપાઈ ચૂક્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ