બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Corona case and Omicron case in Gujarat 5 January 2022

તરખાટ / ગુજરાતીઓ હચમચી ગયા : કોરોનાના આજે 3350 કેસ, અડધા તો માત્ર અમદાવાદમાં

Vishnu

Last Updated: 08:15 PM, 6 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે 3350ને કોરોનાઃ ગુજરાતમાં દર કલાકે નોંધાયા 280 કેસ, એક્ટિવ કેસ 10,000ને પાર, અમદાવાદનો આંકડો ભયંકર, રાજ્યમાં 50 કેસ ઓમિક્રૉન પોઝિટિવ નોંધાયા છે

  • ગુજરાતમાં ત્રીજી લહેરની શરૂઆત
  • આજે કોરોનાના 3350 કેસ સામે આવતા ચિંતાજનક સ્થિતિ


ગુજરાતમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 3350 કેસ સામે આવતા ત્રીજી લહેરના સુનામી મોજા શરૂ થઈ ચૂક્યા છે આજે સૌથી વધુ અમદાવાદમાં 1660 કેસ સામે આવ્યા છે જ્યારે સુરતમાં 690 કેસ તો વડોદરામાં 181, કેસ અને રાજકોટમાં 159 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં આજે કોરોનાથી 1 દર્દીનુ મૃત્યુ નીપજ્યું છે જ્યારે વેન્ટિલેટર પર 32 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તો 236 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફરતા હવે રાજ્યમાં 10,994 કોરોના એક્ટિવ કેસ થઈ ગયા છે. આજે કુલ 5.26 લાખ લોકોમાંથી 2.80 લાખ બાળકોને વેક્સિન અપાઈ છે. કુલ 9.18 કરોડ વેક્સિન ડોઝ અત્યાર સુધી આપી દેવામાં આવ્યા છે.

રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો
જો જિલ્લા પ્રમાણે કેસ પર નજર કરીએ તો અમદાવાદમાં આજે 1660 કેસ સામે આવતા AMCના હાજા ગગડી ગયા છે છે તો બીજી તરફ 690 કેસ આવતા સુરતની સૂરત પણ બદલાઈ છે. વડોદરામાં 181 કેસ, રાજકોટમાં 159, ગાંધીનગરમાં 85,ભાવનગરમાં 40 કેસ, જામનગરમાં 20 કેસ,જૂનાગઢમાં  8 કેસ, આણંદમાં 114, ખેડામાં 84 કેસ,કચ્છમાં 48, નવસારીમાં 47 કેસ ભરૂચમાં 39, વલસાડમાં 34 કેસ, પંચમહાલમાં 26, મોરબીમાં 25 કેસ , દ્વારકામાં 17, મહેસાણામાં 13 કેસ, દાહોદમાં 12 કેસ, સાબરકાંઠામાં 10 કેસ, અમરેલીમાં 7, મહીસાગરમાં 7 કેસ, અરવલ્લીમાં 6, સુરેન્દ્રનગરમાં 6 કેસ, ગીર સોમનાથમાં 5, બનાસકાંઠામાં 4 કેસ, તાપીમાં 2, બોટાદમાં 1 કેસ પોઝિટિવ આવતા હવે ગુજરાતમાં ત્રીજી લહેરની ઘાતક શરૂઆત થઈ ગઈ છે.

રાજ્યમાં નવા 50 કેસ ઓમિક્રૉન પોઝિટિવ

AMTS અને BRTS હવે 50 ટકા ક્ષમતા સાથે ચાલશે
અમદાવાદમાં કોરોનાના કેસ વધતા પ્રતિબંધો લાગૂ કરવામાં આવ્યા છે. AMTS અને BRTS હવે 50 ટકા ક્ષમતા સાથે ચાલશે તેવો નિર્ણય આજે મળેલી બેઠકમાં કરવામાં આવ્યો છે. ગઈકાલે મંગળવારે અમદાવાદ જિલ્લામાં 1314 કોરોનાના કેસ નોંધાયા હતા જેમાંથી શહેરમાં 1290 કેસ એકી સાથે સામે આવતા તંત્ર હવે સાબદું થઈ ગયું છે. આગામી દિવસોમાં વધારે પ્રતિબંધો લગાવવા AMCની તૈયારી કરી રહ્યું છે.

ભારતમાં ત્રીજી લહેરનો તરખાટ શરૂ
બીજી તરફ કોરોનાના સૌથી ખતરનાક પ્રકાર ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 58 હજાર 97 નવા કેસ નોંધાયા છે. જ્યારે  534 લોકો મૃત્યુ પામ્યા. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના 2135 કેસ નોંધાયા છે.

DAILY UPDATE

કઇ તારીખે કેટલા કોરોના કેસ નોંધાયા 

  • 2265 કેસ- 4 જાન્યુઆરી 2022
  • 1259 કેસ- 3 જાન્યુઆરી 2022
  • 968 કેસ- 2 જાન્યુઆરી 2022
  • 1069 કેસ- 1 જાન્યુઆરી 2022
  • 654 કેસ - 31 ડિસેમ્બર 2021
  • 571 કેસ - 30 ડિસેમ્બર 2021

કઇ તારીખે કેટલા ઓમિક્રોન કેસ નોંધાયા

  • 02 કેસ- 4 જાન્યુઆરી 2022
  • 16 કેસ- 3 જાન્યુઆરી 2022
  • 0 કેસ-  2 જાન્યુઆરી 2022
  • 23 કેસ- 1 જાન્યુઆરી 2022
  • 16 કેસ - 31 ડિસેમ્બર 2021


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ