Corona case and Omicron case in Gujarat 19 february 2022
હાશકારો /
ગુજરાતમાં 486 નવા કોરોનાના કેસ, 19 જિલ્લામાં 10થી ઓછા અને 6 જિલ્લામાં શૂન્ય કેસ
Team VTV07:36 PM, 19 Feb 22
| Updated: 07:49 PM, 19 Feb 22
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા કેસ 22 હજાર 217 કેસ નોંધાય તો આજે ગુજરાતમાં માત્ર 486 કેસ પોઝિટિવ આવતા લોકો રાહતનો શ્વાસ લઇ રહ્યા છે.
ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી થોડો ઘટાડો
આજે છેલ્લા 24 કલાકમાં 486 કેસ નોંધાયા
આજે 13 દર્દીના મોત થયા, 1419 સાજા થયા
ગુજરાતમાં જાન્યુઆરીમાં ત્રણેય લહેરના રેકોર્ડ બ્રેક કેસ સામે આવ્યા બાદ ફેબ્રુઆરીની શરૂઆતથી જ કોરોના કેસો દરરોજ ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 486 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 192 કેસ સામે આવ્યા છે, વડોદરા શહેરમાં 62, સુરત શહેરમાં 21, રાજકોટ શહેરમાં 12 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 10 કેસ, ભાવનગર શહેરમાં માત્ર 1 કેસ નોંધાયો છે.
કોરોનાના કારણે 13 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 1419 દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 5748 સુધી પહોંચી ગઈ છે. જ્યારે દર્દીઓ 42 વેન્ટિલેટર પર છે.