બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / અમદાવાદ / Corona case and Omicron case in Gujarat 10-2-2022

ફરી ઘટયા / રાહતનો ડબલ ડોઝ : આજે 2,275 નવા કેસ, આ 7 જિલ્લામાં 10 થી ઓછા કેસ, કોરોના નિયમો પણ થયા હળવા

Vishnu

Last Updated: 07:18 PM, 11 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ સાવ થાળે પડી ગઈ, સરકારે નિયંત્રણો પણ હળવા કર્યા, આજે 2,275 નવા કેસ, 8,172 દર્દીઓ થયાં સાજા

  • ગુજરાતમાં કોરોના કેસમાં મોટો ઘટાડો
  • આજે નવા 2,275 કોરોના કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના કેસો જેટલી ગતિએ વધ્યા એટલી જ ગતિએ ઘટી પણ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 2,275 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 700 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 72 કેસ તો રાજકોટ શહેરમાં 84 કેસ, વડોદરા શહેરમાં 292 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 91 કેસ, ભાવનગર શહેરમાં 26 કેસ સામે આવ્યા છે. કોરોનાને લીધે 21 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 8172  દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 21,447 સુધી પહોંચી ગઈ છે.આજે કોરોનાને માત આપીને કુલ 8172 દર્દીઓ ડિસ્ચાર્જ થયા જ્યારે કોરોનાગ્રસ્ત કુલ 143 દર્દીઓ વેન્ટિલેટર પર છે. હાલ ગુજરાતમાં કોરોનાથી રિકવરી રેટ 97.34 ટકાએ પહોંચી ગયો છે

જિલ્લા પ્રમાણે કોરોના કેસ..
અમદાવાદમાં 717 નવા કેસ, વડોદરામાં 391 કેસ, સુરતમાં 150 કેસ, રાજકોટમાં 129 કેસ, ગાંધીનગરમાં 143 કેસ, ભાવનગરમાં 31 કેસ, જામનગરમાં 32 કેસ, જુનાગઢમાં 11 કેસ, મહેસાણામાં 96 કેસ, બનાસકાંઠામાં 90 કેસ, પાટણમા 52 કેસ, તાપીમા 47 કેસ, આણદમા 42 કેસ, કચ્છમા 31 કેસ, ખેડામાં 28 કેસ, ભરૂચમાં 26 કેસ, નવસારીમાં 24 કેસ, પંચમહાલમાં 24 કેસ, અમરેલીમા 23 કેસ, અરવલ્લીમા 21 કેસ, દાહોદમા 19 કેસ, મોરબીમા 17 કેસ, છોટા ઉદેપુરમા 15 કેસ, દેવભૂમિ દ્વારકામાં 14 કેસ, મહીસાગરમાં 13 કેસ, સુરેન્દ્રનગરમાં 11 કેસ નોંધ્યા છે.

આ 7 જિલ્લામાં 10 થી ઓછા કેસ
ડાંગમાં 9 કેસ, વલસાડમાં 8 કેસ, ગીર સોમનાથમાં 7 કેસ, નર્મદામા 7 કેસ, જુનાગઢ ગ્રામ્યમાં 4 કેસ, બોટાદ અને પોરબંદરમાં એક-એક કેસ નોંધાયો છે.


કોરોનાની આજે જાહેર થયેલી નવી ગાઈડલાઇન
કોર કમિટી માં લેવાયેલા નિર્ણય અનુસાર હવે 11 ફેબ્રુઆરી થી   રાજ્યના   માત્ર 8 મહાનગરો માં આગામી   18 ફેબ્રુઆરી 2022 સુધી દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી   રાત્રિ કરફ્યુ અમલમાં રહેશે. રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ ૧૫૦  વ્યક્તિઓની મર્યાદા રહેશે.બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતા ના ૫૦% પરંતુ વધુમાં વધુ ૧૫૦ વ્યક્તિઓની સંખ્યા માં યોજી શકાશે. રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં ૩૦૦ વ્યક્તિઓની મર્યાદામાં લગ્ન સમારોહ યોજી શકાશે લગ્ન સમારોહ બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની ક્ષમતાના ૫૦% પરંતુ વધુમાં વધુ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજવાના રહેશે .દુકાનો, કોમર્શિયલ સંસ્થાઓ, લારી-ગલ્લા, શોપિંગ કૉમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, સાપ્તાહિક ગુજરીબજાર, હાટ, હેરકટિંગ શૉપ, સ્પા-સલૂન, બ્યૂટિપાર્લર તથા અને વ્યાપારિક ગતિવિધિઓ રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. જે-તે દુકાન-ઑફિસના માલિક, સંચાલક, કર્મચારીઓ માટે રસીના બે ડોઝ ફરજિયાત રહેશે.
 

ચાર મોટા શહેરોમાં કોરોનાની સ્થિતિ

તારીખ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ
20 જાન્યુઆરી 9957 3709 3194 1521
21 જાન્યુઆરી 8804 2576 2841 1754
22 જાન્યુઆરી 8332 2488 3790 2029
23 જાન્યુઆરી 6277 2151 3355 621
24 જાન્યુઆરી 4441 1374 3255 1149
25 જાન્યુઆરી 5386 1476 3802 1649
26 જાન્યુઆરી 5325 1228 3016 1235
27 જાન્યુઆરી 4501 1094 2395 1276
28 જાન્યુઆરી 4124 1071 2517 1213
29 જાન્યુઆરી 4,066 879 2,257 982
30 જાન્યુઆરી 3653 642 2011 763
31 જાન્યુઆરી 2399 418 1045 777
01 ફેબ્રુઆરી 2702 394 2196 635
02 ફેબ્રુઆરી 3368 513 1921 478
03 ફેબ્રુઆરી 3165 389 1413 410
04 ફેબ્રુઆરી 1995 358 1512 372
05 ફેબ્રુઆરી 1484 339 1012 226
06 ફેબ્રુઆરી 1288 284 980 166
07 ફેબ્રુઆરી 959 153 603 185
08 ફેબ્રુઆરી 894 155 546 173
09 ફેબ્રુઆરી 986 161 406 134
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ