Convict sentenced to death in rape case with innocent girl in Pandesara, Surat
BIG BREAKING /
સજા એ મોત! સુરતની સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો, બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીને ફટકાર્યો મૃત્યુ દંડ
Team VTV01:45 PM, 07 Dec 21
| Updated: 03:35 PM, 07 Dec 21
સુરતમા બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં દાખલારૂપ ચુકાદો, સેશન્સ કોર્ટે સંભળાવી ફાંસીની સજા
માસુમ બાળકી સાથે દુષ્કર્મ કેસમાં દોષિતને ફાંસી
દુષ્કર્મના ગુનામાં આજનો ચુકાદો બની રહેશે દાખલા રૂપ
સુરત કોર્ટે આરોપી ગુડડું યાદવને ઠેરવ્યો હતો દોષિત
સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં દાખલારૂપ ચુકાદો સંભળાવતા આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે, સુરત સેશન્સ કોર્ટે સંભળાવી ફાંસીની સજા સંભળાવતા આ ચુકાદો ઐતિહાસિક બની ગયો છે, સુરત સેશન્સ કોર્ટે આરોપી ગુડડું યાદવને ઠેરવ્યો હતો દોષિત, પોક્સો ગુના હેઠળ આરોપીની કરાઈ હતી ધરપકડ, 28 દિવસમાં ફાંસી મળતાની સાથે આ કેસનો ચુકાદો ઐતિહાસિક બન્યો છે.
ઉલ્લેખનીય છે કે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સીસ એક્ટ એ બાળકોનું જાતીય શોષણ અટકાવવા માટે બનાવવામાં આવેલો કાયદો છે આ કાયદો 2012 માં લાગુ કરવામાં આવ્યો હતો.
માસુમ બાળકી સાથે દુષ્કર્મ કેસમાં દોષિતને ફાંસી
સુરતમાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં પોલીસે 7 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. બાળકીનું ઘરમાંથી અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. ઘરથી થોડા અંતરે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકી સાથે દુષ્કર્મ બાદ ગળું દબાવી હત્યા કરી હતી. 3 દિવસમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે 246 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારે હવે આ મામલે સરકારી વકીલ નયન સુખડવાલાએ નિવેદન આપ્યું હતું કે આરોપીએ એ પણ જોયું નથી આ બાળકી છે. આથી ફાંસીની સજાની માંગ મળવી જોઈએ એવી માંગ કરવામાં આવી હતી. લગભગ 7 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. બન્ને પક્ષકારોની દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે સજા સંભળાવી હતી.
દુષ્કર્મના ગુનામાં આજનો ચુકાદો બની રહેશે દાખલા રૂપ
આરોપીને વધુમાં વધુ સજા મળે એવી માગ કરતા સરકારી વકીલ નયનભાઈ સુખડવાળાએ કરતાં કહ્યું હતું કે, 99 ટકા લોકો ઈચ્છે કે, આ બર્બરતાપૂર્ણ કૃત્યની સજા ફાંસીથી ઓછી ન હોય શકે. 4થી નવેમ્બરના રોજ દિવાળીની રાત્રે પાંડેસરા-વડોદ વિસ્તારમાં રહેતી શ્રમજીવી પરિવારની માત્ર અઢી વર્ષની બાળકીનું અપહરણ અને બળાત્કાર કરવાના ઈરાદે અપહરણ કર્યું હતું. મૂળ બિહારના જહાનાબાદના વતની અને આરોપી ગુડ્ડુકુમાર મધેશ યાદવે બાળકી પર બળાત્કાર અને હત્યા કરી મૃતદેહને ત્યાંના ઝાડી ઝાખરામાં નાંખી દીધો હતો. પાંડેસરા પોલીસે અપહરણ બળાત્કાર અને હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો.
આરોપી સેક્સ મેનિયાક હોવાનું સાબિત થયું હતું
આરોપી ગુડ્ડકુમાર યાદવ પીડિત બાળકીનો પાડોશી હતો. આરોપી ગુડ્ડકુમાર યાદવ પણ બે સંતાનનો પિતા છે. આરોપી સેક્સ મેનિયાક હોવાનું સાબિત થયું હતું. પોલીસને ગુડ્ડુના મોબાઇલમાંથી 149 પોર્ન વીડિયો મળ્યા હતા. મોબાઇલ દુકાનના માલિક સાગર શાહની પણ ધરપકડ કરાઇ હતી. સાગર પોર્ન વીડિયો ડાઉનલોડ કરી મેમરી કાર્ડ ભરી આપતો હતો. સાગર શાહ સામે IPC કલમ 292 હેઠળ ગુનો નોંધાવામાં આવ્યો હતો. કોર્ટ તરફથી ચુકાદો આવતા બાળકીના પિતાએ નિવેદન આપતા કહ્યું હતું કે આટલો જલદી ન્યાય મળે એવી ન હતી આશા, પોલીસ અને વકીલ દ્વારા સારી કાર્યવાહી કરવામાં આવી છે આરોપીને હું ઓળખતો ન હતો. સરકારી વકીલે મને ભરોસો આપ્યો હતો હું ન્યાયાલયના ચુકાદાથી સંતુષ્ટ છું. જલદીથી ફાંસીની તારીખ નિકળે એવા પ્રયત્નો કરીશ તેવું પીડિતાના પિતાએ જણાવ્યું હતું