બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Controversy surfaced from Porbandar ahead of the upcoming assembly elections

Gujarat Elections 2022 / 'કોંગ્રેસ-NCPનું ગઠબંધન થશે તો હારશે' : કોંગ્રેસના દિગ્ગજ નેતાના નિવેદનથી ભડકો

Malay

Last Updated: 06:01 PM, 23 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે પોરબંદરથી વિવાદ સામે આવ્યો છે. કોંગ્રેસ અને એન.સી.પીના ગઠબંધન સામે પોરબંદર જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નાથા ઓડેદરાએ વિરોધ વ્યક્ત કર્યો છે.

  • વિધાનસભા ચૂંટણી પહેલા પોરબંદર કોંગ્રેસમાં ભડકો  
  • કોંગ્રેસ અને NCPના ગઠબંધન સામે વિરોધ 
  • કોંગ્રેસ-NCPનું ગઠબંધન થશે તો કોંગ્રેસ હારશેઃ નાથા ઓડેદરા 

વિધાનસભાની ચૂંટણી પૂર્વે પોરબંદર કોંગ્રેસમાં વિવાદ સર્જાયો છે. ગઈકાલે પોરબંદર બેઠક પર સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. તે દરમિયાન કુતિયાણા બેઠક પર કોંગ્રેસ અને NCPના ગઠબંધનની વાત સામે આવતા કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ નારાજ થયા છે. આજ રોજ પૂર્વ જિલ્લા પ્રમુખ નાથા ઓડેદરાએ પત્રકાર પરિષદ યોજી એવું જણાવ્યું હતું કે, કોંગેસ અને એન.સી.પી. નું ગઠબંધન કોઈ કાળે નહીં થવા દઈએ. જો ગઠબંધન થશે તો કોંગ્રેસ પોરબંદર કુતિયાણા સહિત 7 બેઠક ગુમાવશે. 

પોરબંદરમાં વિરોધનો સૂર ઉઠ્યો 

નાથા ઓડેદરા કુતિયાણા બેઠક ઉપરથી ચૂંટણી લડવા માટે ઇચ્છુક છે અને છેલ્લા 3 માસથી તેઓ કુતિયાણા વિધાનસભા વિસ્તારના ગામડાઓનો પ્રવાસ કરી રહ્યા છે. જો કોંગ્રેસ અને એન.સી.પી. નું ગઠબંધન થશે તો તેઓ ગાંધી ભૂમિ પોરબંદરથી અમદાવાદ ગાંધી ભવન સુધી પદયાત્રા કરશે અને જો કુતિયાણા વિધાનસભા બેઠક ઉપરથી ટિકિટ નહીં મળે તો આગામી દિવસોમાં તેઓ પોતાનું સ્ટેન્ડ નક્કી કરશે. હાલ તો એન.સી.પી અને કોંગ્રેસના ગઠબંધનથી પોરબંદરમાં વિરોધનો સૂર ઉઠ્યો છે.

નાથા ઓડેદરા લડવા માંગે છે ચૂંટણી 
 
આપને જણાવી દઈએ કે, પોરબંદર જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નાથા ઓડેદરાએ પોતાના પ્રમુખના કાર્યકાળ દરમિયાન અનેક લોકોની મદદ કરી હતી. તેમજ કોરોના કાળમાં પણ તેમની કામગીરી પ્રસંસનીય રહી છે અને કુતિયાણા બેઠક ઉપરથી તેઓ ચૂંટણી લડવા માટે તૈયારી કરી રહ્યા છે. જો એન.સી.પી. અને કોંગ્રેસ નું ગઠબંધન થાય તો તેમને ટિકિટ મળવી મુશ્કેલ બનશે તેવી સ્થાનિક રાજકારણમાં ચર્ચા જોવા મળી રહી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ