બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / controversy on students speaking jay shree ram in christian missionary school at vapi

વિવાદ / ગુજરાતમાં 'જય શ્રી રામ' બોલવું ગુનો? વાપીની સેન્ટ મેરી સ્કૂલે વિદ્યાર્થી સાથે કર્યું એવું કે જાણીને આવી જશે ગુસ્સો

Dhruv

Last Updated: 10:51 AM, 13 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાપીની ખ્રિસ્તી મિશનરી સંચાલિત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ 'જય શ્રી રામ' બોલતા શાળાના સંચાલકોએ વિદ્યાર્થીઓને શાળામાંથી કાઢી મૂકવાની વાલીઓને ધમકી આપી માફીનામુ લખાવતા વિવાદ બિચક્યો છે. જેનો વીડિયો પણ વાયરલ થયો છે.

વાપીના ચણોદ ગામે આવેલી સેન્ટ મેરી સ્કૂલ ભારે વિવાદમાં આવી છે. કારણ કે, સ્કૂલમાં વિદ્યાર્થીઓએ 'જય શ્રી રામ' બોલાવતા બાળકોને માફી માંગવી પડી હતી. તેમજ સ્કૂલ સંચાલકોએ 2 બાળકો પાસે માફીનામું લખાવ્યું હતું. આથી આ વિવાદ વધુ વિકર્યો છે. જેમાં સ્કૂલ સંચાલકો સાથે હિન્દુવાદી સંગઠનોની રકઝકનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે.

જો માફીનામુ નહીં લખી આપો તો....

જો કે, આ બાબતે માફીનામુ નહીં લખી આપો તો વિદ્યાર્થીઓને કાઢી મૂકવાની ધમકી પણ  આપી હતી. આથી, ગભરાયેલા વાલીઓએ સંતાનનું ભવિષ્ય ના બગડે તે માટે કામને માફીનામુ લખી આપ્યું હતુ. જો કે, શાળા સંચાલકો દ્વારા કરાયેલી ગંભીર ચેષ્ટા બહાર આવતા લોકોમાં ભારે વિરોધ સાથે ભારે આક્રોશ ઉઠયો હતો.

આ મામલે શનિવારનાં રોજ વલસાડ જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ નરેન્દ્ર પાયક, બજરંગદળના સંયોજક રાજુ મિશ્રા સહિતના કાર્યકરો શાળાએ પહોંચી ગયા હતાં અને જય શ્રી રામ બોલનાર વિદ્યાર્થીઓને શાળામાંથી કાઢી મૂકવાની ધમકી આપીને માફીનામુ લખાવવા અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો. પરંતુ શાળાના આચાર્ય ગેરહાજર હોવાથી અન્ય શાળાના આચાર્ય પણ ત્યાં દોડી ગયા હતાં. VHP ના આગેવાનોએ ભારે આક્રોશ ઠાલવી શાળા સંચાલકોના આ કૃત્ય અંગે માફીનામુ આપે તેવી માંગ કરી હતી.

બીજી બાજુ સોશિયલ મીડિયામાં શાળા સંચાલકો વિરૂદ્ધ લોકોએ આકરી પ્રતિક્રિયા પણ આપી હતી. આ સાથે આપણાં દેશમાં શું જય શ્રી રામના જાપ પર પ્રતિબંધ છે? શું આપણા દેશમાં આપણા આરાધ્ય દેવ ભગવાન કે શ્રી રામનું નામ લેવું એ ગુનો છે? ત્યારે આવી શાળાઓને બાકાત રાખો એવો ઉલ્લેખ પણ કરાયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ