બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / contribution of nri in indian economy read youthologic to understand why much hatred for nris in india

YOUTHOLOGIC / તો પરદેશ જાઓ જ છો શું કામ? યુક્રેનમાં ફસાયેલા ભારતીયો વિશે ભારતીયોનો આક્રોશ યોગ્ય કે અયોગ્ય

Mayur

Last Updated: 08:17 AM, 3 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાયેલા ભારતીયો માટે દેશમાં ફિટકાર, જાણો વિદેશ ભણવા જતાં કે સ્થાયી થતાં લોકો તરફ સરકારની જવાબદારી કેટલી ?

સ્થિતિ એવી છે કે દુનિયાના કોઈ પણ દેશમાં કૈં પણ નવા જૂની થાય તો એનો રેલો ભારતમાં તો આવે જ. ક્રાઇસિસ કન્ડીશન્સમાં દેશના નાગરિકોને રેસ્ક્યુ કરાવવા માટે ભારતે વિમાનો મોકલવા પડે અને એ દરેક મિશન પર અક્ષય કુમારની આખી જિંદગી નીકળી જાય એટલી ફિલ્મો બની શકે.

યુક્રેનમાં ફસાયેલા ગુજરાતીઓ સહિત ભારતીયોને પરત લાવવા માટે સરકારના પ્રયત્નો ચાલુ છે. આજના છેલ્લા સમાચાર મુજબ ગુજરાતીઓ સાથે 219 ભારતીયોને રોમાનિયાથી લઈને વતન ભણી એક પ્લેન મુંબઈ આવવા નિકળી ગયું છે.  

ભારતે શીખવી "વસુધૈવ કુટુમ્બકમ" ની ભાવના

એક તરફ ફ્રાન્સ જેવા દેશો જે ઇસ્લામિક આતંકવાદનો કડવો સ્વાદ વારંવાર ચાખ્યા પછી પણ અફઘાનિસ્તાન ક્રાઇસિસ વખતે સાવ અલગ જ દેશના અને કોઈ પણ ધર્મના શરણાર્થીઓને સ્વીકારવા તૈયાર થાય છે. તો બીજી તરફ "વસુધૈવ કુટુમ્બકમ" ની ભાવના દુનિયાને શીખવતા દેશમાં આપણે આપણા જ દેશના લોકો કે જે બીજે સ્થાયી થયેલા કે ભણવા ગયેલા વિદ્યાર્થીઓ માટે હેટ્રેડ જોઈ રહ્યા છીએ.

આવું હેટ્રેડ (નફરત) આપણે કોવિડની સ્થિતિ વખતે પણ નજરે જોયું. ત્યારે કદાચ લોકોના મનમાં એવું એસ્ટબ્લિશ થઈ ગયેલું કે જે બહારથી આવે એ કોવિડ લાવે. પણ આ સમયે એવું નથી. યુક્રેનમાં ભણતાં વિદ્યાર્થીઓ એક યુદ્ધની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. જે એમણે જિંદગીમાં કદી જોઈ કે કલ્પના પણ કરી નથી. અને એ વિદ્યાર્થીઓ છે, જે ડોલરીયા નોટો કમાવા નહીં પણ ભણવા માટે ત્યાં ગયા છે.

ટેકનિકલી આશરે છ મહિનાથી વધારે દિવસથી ભારતની બહાર વસવાટ કરતા ભારતીયોને નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ કહેવાય છે. માટે આ લોકો હજુ ભારતીયો જ છે. બસ ભારતમાં રહેતા નથી. જે રીતે અમદાવાદના કોઈ ગાંઠિયાવાળા મૂળ ભાવનગરી હોય એ રીતે.

એમણે કોઈ બીજા દેશની નાગરિકતા સ્વીકારી નથી લીધી.(ભારતમાં બેવડી નાગરિકતા લીગલ પણ નથી.) અને યુક્રેનમાં તો મોટે ભાગે વિદ્યાર્થીઓ જ છે. જે કાલે ઉઠીને સેવા પણ ભારતમાં આવીને જ આપવાનાં છે. અને ચાલો માની લઈએ કે પરત ન પણ આવે તો એ લોકો બહાર રહીને અહીં 'હલકા' કહેવાતા કામ કરીને પણ દેશની અર્થવ્યવસ્થાને કેટલી મદદ કરે છે એનો કોઈ અંદાજ ખરો?

એમાં કોઈ ડાઉટ નથી કે લાઇફસ્ટાઇલ માટે કે ભણવા માટે પરિવાર છોડીને વિદેશ જવું, ત્યાં જઈને કેવું કામ કરવું અને કેવી હાલતમાં રહેવું એ બધા જ નિર્ણય એમના પોતાના છે. આપણને કે દેશને પૂછીને નહોતા ગયા. બલ્કે એમાં એ લોકો પોતાનો ફાયદો જોઈને જ ગયા હોય એ સ્વાભાવિક છે. પણ જ્યાં સુધી એમના નામ સાથે NRI (I ફોર INDIANS) જોડાયેલું છે ત્યાં સુધી તેઓ ભારતીય જ છે અને કપરા સમયમાં એમની પડખે ઉભું રહેવું એ પણ સરકારની જવાબદારી છે.

વાર્ષિક છ લાખ કરોડથી વધારેની આવક 

ભારતની વસ્તીના આશરે 1% જેટલા લોકો NRI છે. જે વર્ષે દહાડે બહારના દેશોમાં કમાઈ કમાઈને 6.5 લાખ કરોડ રૂપિયાથી વધારે રૂપિયા ભારત મોકલે છે. દેશની GDP માં એમનું કોન્ટ્રીબ્યુશન 3 ટકા જેટલું થાય જે બિલકુલ ઓછું ન આંકી શકાય. કોવિડકાળમાં પણ આ લોકોએ ધોમ રૂપિયો દેશમાં મોકલ્યો હતો જેના કારણે ઈકોનોમી પર થોડી હકારાત્મક અસર પડી હતી. દેશનું ફોરેન એક્ષચેન્જ રીઝર્વ એટલે કે વિદેશી કરન્સીમાં આવતા પૈસા જેટલા વધારે એટલી અર્થવ્યવસ્થા મજબૂત થાય. આંતરાષ્ટ્રીય સ્તરે મંદી જેવા માહોલમાં પણ ભારતને એક મજબૂત ટેકો મળે. કારણ? દુનિયાનો લગભગ એકેય દેશ એવો નહીં હોય જ્યાં ભારતીય નહીં હોય. એ બધા ભારતમાં વિદેશી હૂંડિયામણ મોકલતા જ રહે છે. જેનો અગાઉ પણ દેશને ફાયદો મળી ચુક્યો છે.ભારતની આયાત નિકાસ વચ્ચેનો તફાવત એટલે ટ્રેડ ડેફીસીટના 40% થી વધારે ગેપ પણ તેમના આ યોગદાનથી ભરાય છે.

યાદ રાખો કે અર્થવ્યવસ્થાને આ બધા સપોર્ટ પછી પણ તેઓ આપણા એમ્બ્યુલન્સ અને દવાખાના તો શું સુલભ શૌચાલય પણ યુઝ કરવા નથી આવતા. એટલે મોટેભાગે એમના પાછળ આપણો ખર્ચો ઝીરો. દીકરી સાસરે ગયા પછી કમાઈને માવતરને રૂપિયા મોકલતી હોય એ રીતે. હા ક્યારેક ક્રાઇસિસના સમયે આ રીતે વિમાનો કરીને લેવા જવું પડે એટલો જ ખર્ચો બસ.

અહીં કહેવાનો આશય એ નથી કે દેશની ઈકોનોમી NRI પર ડીપેન્ડન્ટ (નિર્ભર) છે. બિલકુલ નહીં. પણ જે રીતે ગામડેથી કોઈ વ્યક્તિ શહેરમાં કમાવા માટે જાય કે સારી લાઇફસ્ટાઇલ માટે જાય પણ પોતાના ગામ કે વતન સાથે તેનો લગાવ તો રહે જ છે એ જ રીતે વિશ્વમાનવી તરીકે ગુજરાતીઓ સહિત ભારતીયો દુનિયાના ખૂણે ખૂણે સ્થાયી થયા છે. એમણે માટી સાથેનો પોતાનો સંબંધ તોડી નથી નાખ્યો. બલકે તેઓ ત્યાં જઈને પણ ભારતીય પ્રોડક્ટ્સના સારા ગ્રાહક બનીને કે ફિલ્મો જોઈને અને તહેવારો ઉજવીને પોતાની ભારતીયતા જાળવી રાખે છે. દેશમાં ઘણા લોકોને આવી તક જોઈતી હોવા છતાં અને ખૂબ પ્રયત્નો કર્યા પછી પણ મળી શકતી નથી. 

તો બીજી તરફની વાત કરીએ તો જે રીતે વિદ્યાર્થીઓ Video બનાવીને કે ન્યૂઝ ચેનલ્સને ઇન્ટરવ્યૂ આપીને તેમને બચાવવાની માંગ કરી રહ્યા છે એ દરેક કેસમાં પ્રેક્ટિકલી પોસિબલ પણ નથી. વોર ઝોનમાં પોતાનું પ્લેન પાયલટ્સ અને ક્રૂ મેમ્બર્સ સાથે મોકલવાની રિસ્ક કયો દેશ આસાનીથી લેવાનો હતો? અને જ્યારે એરસ્પેસ જ બંધ હોય ત્યારે જેમ ભારતનું પ્લેન ખાલી હાથે પરત આવેલું એમ બચાવવા ગયેલું કોઈ પણ પ્લેન પાછું જ આવવાનું હતું. 

પણ અહીં તો જે લોકો પોતે પણ ટેક્સ પે નથી કરતા અને જગ્યાએ દેશને છેતરવાની એક પણ તક જતી નથી કરતા એ લોકો પણ પાછા આવા સમયે એનઆરઆઈને આ દેશની સંસ્કૃતિ સમુ 'વસુધૈવકુટુમ્બકમ" ભૂલીને એની જગ્યાએ સોશ્યલ મીડિયા પર 'તમે તો સંસ્કૃતિ ભૂલી ગયા' અને 'દેશદ્રોહી' ના ટેગ ચોંટાડતાં ફરતા હોય છે. એમની વાત છે અને એમના માટે આ જાણવું જરૂરી છે. જો કે કંઇ બધા ભારતીયો આવું નથી કરતાં એ પણ સાચું. પણ સિક્કાની બીજી બાજુ ઘણાં ઓછા લોકોને ખબર હોય છે. 

ઘણા લોકોની ફરિયાદ એવી પણ છે કે આ બુદ્ધિધન ભારતને કામ લાગતું નથી અને વિદેશી કંપનીઓને પોતાનું ઇન્ટેલિજન્સ આપીને કમાણી કરાવે છે. હવે જો પરાગ અગ્રવાલ, સુંદર પીચઇ કે પ્રણવ મિસ્ત્રી જેવા ખેરખાંઓ અહીં જ રહ્યા હોત અને વિદેશ ગયા જ ન હોત તો કેટલે પહોંચ્યા હોત અને શું બન્યા હોત એ આખી અલગ જ ડિબેટનો મુદ્દો છે.

પણ જ્યારે આ જ વિદેશી નગરિકોમાંથી કોઈ અથવા એમનાં દીકરા દીકરી માંથી કોઈ કાલે ઉઠીને મોટી કંપનીમાં CEO બને કે ત્યાંની ગર્વમેન્ટમાં મિનિસ્ટર કે વાઇસ પ્રેસિડન્ટ બને તો આપણે પ્રાઉડ તરત લઇ લેવું છે. અરે એમની માસીબા કે ફઇબા પણ ગુજરાતી હોય તો એમાં તો...'જોયું' આપણા ભારતીય! એમ કહીને બે વેંત અધ્ધર ચાલવું છે. એમના 'ભારતીય મૂળ'ની ચર્ચા કરીને મહાન બની જવું છે. જ્યારે આપણા વિદેશ રહેતા મિત્રો કે સંબંધીઓ (ડ્યુટી ફ્રી) લેપટોપ મોબાઈલ કે ઘરેણાં ગિફ્ટ આપે તો હોંશેહોંશે લઈ લેવા છે. 

પણ ક્રાઇસિસ ટાઈમે એ જ લોકોને 'ભારતીય' સમજીને અને એ જ 'ભારતીય' મૂળિયાં ખાતર પોતીકા સમજીને મદદ કરવાની આવે ત્યારે ઘણા લોકોને ક્યાંક ને ક્યાંક એ લાઇફસ્ટાઇલ કે તક પોતાને ન મળ્યાની 'બળતરા' સતાવે છે અને અંદર એક પ્રકારની નફરત પેદા કરી દે છે.

એ સમયે આપણે ભૂલી જઈએ છીએ આ દેશની સંસ્કૃતિ અતિથિને દેવ સમાન માને છે. આ તો ઘરે મળવા આવેલા ભાઈભાંડુ. દેવ જેટલું નહીં તો કૈં નહીં પણ પોતાના જ દેશના નાગરિક જેટલુ તો માન સન્માન આપીએ...!

-ડો. મયૂર સોલંકી

(Disclaimer : આ આર્ટિકલમાં લખાયેલા અને રજૂ કરાયેલા વિચારો અને મંતવ્યો લેખકના પોતાના અંગત છે. VTVGujarati.com આ વિચારો સાથે સહમત કે પ્રોત્સાહન આપતું નથી. માત્ર લેખક અને વાચકોના વિચારો રજૂ કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડે છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ