બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Conspiracy to defame former IPS officer of Gujarat exposed

પર્દાફાશ / 8 કરોડનો તોડ કરવાના નામે ગુજરાતના પૂર્વ IPS અધિકારીને બદનામ કરવાનું ષડયંત્ર: 5ની ધરપકડ, ભાજપ નેતા સહિત બે પત્રકારો પણ સામેલ

Priyakant

Last Updated: 01:13 PM, 13 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિવૃત્ત DGPને ખોટી રીતે ફસાવવા અને બદનામ કરવા પાંચેય ઇસમોએ ભેગા મળી કાવતરું રચ્યું, છેવટે ગુજરાત ATS દ્વારા તમામને ઝડપી લેવાયા

  • નિવૃત્ત IPS અધિકારીને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ
  • અમદાવાદમાં ATSએ 5 લોકોની કરી ધરપકડ 
  • 5માંથી 2 આરોપી પત્રકાર હોવાનું આવ્યું સામે 
  • પૈસા પડાવવા માટે ખોટી એફિડેવિટ કર્યું હોવાનો ખુલાસો

ગુજરાત ATS દ્વારા નિવૃત્ત DGP ને ખોટી રીતે ફસાવવા અને બદનામ કરવા 5 ઇસમો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વાત જાણે એમ છે કે, નિવૃત્ત DGP ને ખોટી રીતે ફસાવવા અને બદનામ કરવા પાંચેય ઇસમોએ ભેગા મળી કાવતરું રચ્યું હતું. જેમાં BJP ઓબીસી મોરચાના સ્થાનિક નેતા મુખ્ય સુત્રધાર હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક ભાજપના નેતાઓ અને પત્રકારોએ મળીને  નિવૃત્ત DGP ને ખોટી રીતે બદનામ કરવા એક મહિલાનું ખોટું સોગંદનામું કરાવવાનું ષડયંત્ર રચ્યું હતું. 

રાજ્યના એક નિવૃત DGPને બદનામ કરવા અને ખોટી રીતે ફસાવવાનું ષડયંત્ર સામે આવતા હડકંપ મચી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ નિવૃત્ત DGPને ખોટી રીતે ફસાવવા અને બદનામ કરવાના કેસમાં ગુજરાત ATSએ 05 લોકોને ઝડપી લીધા છે. જેમાં ભાજપ ઓબીસી મોરચાના સ્થાનિક નેતા મુખ્ય સુત્રધાર હોવાનું સામે આવતા રાજકારણ ગરમાયું છે. 

શું છે સમગ્ર ઘટના ? 
પ્રાથમિક વિગતો મુજબ સ્થાનિક ભાજપના નેતાઓ અને પત્રકારોએ મળીને અધિકારીએ એક મહિલા સાથે ખોટું કામ કર્યું હોવાનું ખોટું સોગંદનામું કરાવવાનું ષડયંત્ર રચ્યું હતું. આ સાથે એફિડેવિટ વાયરલ કરવા માટે બે પત્રકારોએ પાંચ લાખ રૂપિયાની સોપારી લીધી હતી અને અખબારમાં પ્રકાશિત કરવા માટે બ્લેકમેલ કરીને પૈસા પડાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. 

ATSએ કર્યો સૌથી મોટો ઘટસ્ફોટ 
પૂર્વ IPS અધિકારીને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ કરી ATSએ 5 લોકોની ધરપકડ કરી છે. વિગતો મુજબ 5માંથી 2 આરોપી પત્રકાર હોવાનું સામે આવ્યું છે. રૂપિયા પડાવવા માટે ખોટું એફિડેવિટ કર્યું હોવાનું અને ભાજપના OBC નેતા જી.કે.પ્રજાપતિ ષડયંત્રના મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. એક મહિલાનો ઉપયોગ કરીને પૂર્વ IPS પાસેથી તોડ કરવાનો આરોપ છે. 

8 કરોડનો તોડ કરવાના નામે ષડયંત્ર
ATS દ્વારા જણાવાયું છે કે, પૂર્વ IPS પાસેથી તોડ કરાવવા એક મહિલા પાસે દુષ્કર્મની ખોટી એફિડેવિટ દાખલ કરાવડાવી હતી.  ઇસ્માઇલ મલેક નામનો વ્યક્તિ મહિલાને ચાંદખેડા લઇ ગયો હતો. અધિકારીઓના સંપર્કમાં રહેવું પડશે તેવું કહી આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. આ સાથે અધિકારી પાસેથી રૂ.8 કરોડનો તોડ કરવાના નામે ષડયંત્ર રચ્યું હોવાનું પણ સામે આવ્યું છે. પીડિત મહિલાને દબાણમાં રાખીને ખોટી એફિડેવિટમાં ઉચ્ચ અધિકારીનું નામ જાહેર કરાયુ હોવાનો ઘટસ્ફોટ ATS એ કર્યો છે. 

કોણ કોણ આરોપી ? 

  • જી.કે.પ્રજાપતિ (ભાજપ નેતા) 
  • હરેશ જાદવ
  • મહેન્દ્ર પરમાર
  • આશુતોષ પંડ્યા (પત્રકાર)
  • કાર્તિક જાની (પત્રકાર)
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ