કોંગ્રેસે પોતાના ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર, વાંચો કોને મળી કઇ બેઠક?, જુઓ VIDEO

By : admin 11:54 PM, 20 November 2017 | Updated : 12:18 AM, 21 November 2017

ગુજરાત વિધાનસભાની ચુંટણી જાહેર થઇ ગઇ છે ત્યારે ભાજપ-કોંગ્રેસ અને અન્ય પક્ષો દ્વારા પોત-પોતાની રીતે સોગઠા ગોઠવવામાં મગ્ન બન્યા છે તથા વિવિધ વિસ્તારોમાં પક્ષના પીઢ નેતાઓ ચુંટણી આવતા જ જનસંપર્ક અભિયાન શરૂ કરી દીધા છે.

ગુજરાતના સત્તાધારી પક્ષ દ્વારા મતદારોને રીઝવવામાં ખાસ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. તાજેતરમાં ગુજરાત ભાજપ દ્વારા 2 યાદીમાં મોટાભાગના ઉમેદવારો જાહેર કરી દીધા હતા.

ભાજપ દ્વારા પહેલી યાદીમાં 70 ઉમેદવાર જાહેર કર્યા હતા તથા ત્યારબાદ ગત મોડી રાતે ભાજપે 36 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા 77 સીટો માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા.જ્યારે આજે અન્ય 13 ઉમેદવારો જાહેર કર્યા હતાં.

જેમાં દ્વારકાથી મેરામણભાઈ ગોરીયા અને જામ ખંભાળીયાથી વિક્રમ માડમને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે જામનગર ઉત્તરમાંથી જીવણ કુંભારવાડિયા અને જામનગર દક્ષિણમાંથી અશોક લાલને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે રાજકોટ દક્ષિણમાંથી દિનેશ ચોવટિયા અને રાજકોટ પૂર્વમાંથી મિતુલ ડોંગાને ટિકિટ અપાઈ છે.

આ સિવાય ભૂજમાંથી આદમ ચાકીને અને રાપર બેઠક પરથી સંતોકબેન આરઠિયાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે જૂનાગઢમાં ભીખાભાઇ જોશી, કામરેજમાં અશોક જીરાવાલા, વરાછામાંથી ધીરૂ ગજેરાને અને અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી છે અને ભરૂચથી જયેશ પટેલને ટિકીટ આપવામાં આવી છે.
 

​​​​​​
 • દ્વારકા મેરામણ ગોરિયા
  જામ ખંભાળીયા વિક્રમ માડમ
  જામનગર ઉત્તર જીવણ કુંભારવાડિયા
  જામનગર દક્ષિણ અશોક લાલ
  રાજકોટ દક્ષિણ દિનેશ ચોવટિયા
  રાજકોટ પૂર્વ મિતુલ ડોંગા
  ભૂજ આદમ ચાકી
  રાપર સંતોકબેન આરઠિયા
  જૂનાગઢ ભીખાભાઈ જોશી
  કામરેજ અશોક જીરાવાલા
  વરાછા ધીરૂ ગજેરા
  અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા
  ભરૂચ જયેશ પટેલ

Recent Story

Popular Story