ગુજરાત ચૂંટણીને લઇને નવા વર્ષના પહેલા દિવસે કોંગ્રેસનું મંથન પૂર્ણ થયું છે. જેમાં 50થી 65 બેઠકના ઉમેદવારોના નામ ફાઇનલ થયા છે. ત્યારે હવે ગમે ત્યારે નામોની જાહેરાત થઇ શકે છે.
ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા મોટા સમાચાર
નવા વર્ષના પહેલા દિવસે કોંગ્રેસનું મંથન પૂર્ણ
50થી 65 બેઠકના ઉમેદવારોના નામ ઉપર આજે CEC એ મારી મંજૂરીની મહોર
ગુજરાત વિધાનસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે AAPએ પોતાના ઉમેદવારોની 6 યાદી જાહેર કરી દીધી છે. ત્યારે હવે ભાજપ-કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોની પસંદગીને લઇને કવાયત તેજ કરી છે. તેવા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં નવા વર્ષના પહેલા દિવસે કોંગ્રેસનું મંથન પૂર્ણ થયુ છે. ચૂંટણીમાં ઉમેદવાર પસંદગી માટેકોંગ્રસ દ્વારા દિલ્હીમાં CECની બેઠક યોજાઈ હતી. જેમાં 50થી 65 બેઠકના ઉમેદવારોના નામ ઉપર આજે CEC એ મંજૂરીની મહોર મારી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી હવે ગમે તે ઘડીએ નામોની જાહેરાત થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.
3 દાયકાથી જે બેઠક કોંગ્રેસ હારે છે તે બેઠકના ઉમેદવાર નક્કી
કોંગ્રેસના વોરરૂમમાં નવનિયુક્ત પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની હાજરી બેઠક યોજાઇ હતી. જેમાં સોનિયા ગાંધી સહીતના પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન લાંબા મંથન બાદ 3 દાયકાથી જે બેઠક કોંગ્રેસ હારે છે તે બેઠકના ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં 2017માં સૌથી ઓછા મતે કોંગ્રેસના ઉમેદવાર હાર્યા હતા તે બેઠકના પણ ઉમેદવાર લગભગ નક્કી કરી દેવામાં આવ્યા છે. એજ રીતે વર્તમાન ધારાસભ્યો સિવાય 35 ઉમેદવારો સ્ક્રીનીંગ કમિટીએ નક્કી કરી લીધા છે. જ્યારે 50થી 65 બેઠકના ઉમેદવારોના નામ ઉપર આજે CEC એ મંજૂરીની મહોર મારી હોવાનું જણાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં ગુજરાતમાં 70થી વધુ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.
1 નવેમ્બરે જાહેર થઇ શકે છે વિધાનસભાની ચૂંટણી તારીખ
તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે તમામ રાજકીય પક્ષો ચૂંટણી પંચ ક્યારે તારીખોની જાહેરાત કરશે તેની રાહ જોઈ રહ્યાં છે. ત્યારે લગભગ 1 નવેમ્બરના રોજ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી તારીખ જાહેર થઇ શકે છે. એવામાં આજે દિલ્હી ખાતે કોંગ્રેસની મહત્વની બેઠક મળી હતી. મલ્લિકાર્જુન ખડગે દેશના કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે પદભાર ગ્રહણ કર્યા ત્યાર બાદ તેમની અધ્યક્ષતામાં પ્રથમ બેઠકમાં ગુજરાતની ચૂંટણી માટે ઉમેદવારોને લઈને ચર્ચા કરાઇ હતી.