બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Congress executive meeting will be held today in Ahmedabad

ઇલેક્શન 2022 / ચૂંટણી પહેલા કોંગ્રેસે શરૂ કરી કવાયત, આજે પ્રદેશ કારોબારી બેઠક, પ્રભારી અને પ્રદેશ પ્રમુખ સહિતના દિગ્ગજો રહેશે હાજર

Malay

Last Updated: 10:26 AM, 18 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અમદાવાદમાં કોંગ્રેસની કારોબારી બેઠક યોજાશે. અમદાવાદમાં GPCC ખાતે યોજાનારી આ બેઠકમાં ચૂંટણીને લઈને મહત્વની ચર્ચાઓ કરવામાં આવશે.

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસની કવાયત
  • આજે ગુજરાત કોંગ્રેસની મળશે કારોબારી બેઠક
  • અમદાવાદમાં GPCC ખાતે મળશે કોંગ્રેસની કારોબારી બેઠક

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો બંધ બાજી ઉઘાડતા જાય છે. AAPની એન્ટ્રીથી પ્રથમ વખત ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસનું રાજકીય સમીકરણ બગડયું છે. ત્યારે કોંગ્રેસે ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે અમદાવાદમાં કોંગ્રેસની કારોબારી બેઠક યોજાશે. અમદાવાદમાં GPCC ખાતે યોજાનારી આ બેઠકમાં ચૂંટણીને લઈને મહત્વની ચર્ચાઓ કરવામાં આવશે.

પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખની હાજરીમાં બેઠક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે કવાયત તેજ કરી છે. આજે સવારે 11 વાગ્યે GPCC ખાતે કોંગ્રેસની કારોબારી બેઠક યોજાશે. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસના નેતાઓ અને પદાધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહેશે.

રઘુ શર્મા (ગુજરાત કોંગ્રેસના પ્રભારી)

મિશન 2022 માટે યુથ કોંગ્રેસ એક્શનમાં 

આપને જણાવી દઈએ કે, બે દિવસ અગાઉ અમદાવાદ ખાતે આજે યુથ કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં યુથ કોંગ્રસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગત 5 તારીખે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેમના દ્વારા કેટલાક મહત્વપૂર્ણ વચનો આપવામાં આવ્યા હતા. ત્યારે ગુજરાતના યુવાનોને જાગૃત કરવા માટે યુથ કોંગ્રેસ દ્વારા બે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. બંને યાત્રામાં વિધાનસભાની 75 બેઠક કવર કરવામાં આવશે. યુથ કોંગ્રેસ દ્વારા યુવાનોને લઈને અપાયેલા વચનો દરેક યુવાનો સુધી પહોંચાડવામાં આવશે.

કોંગ્રેસ દ્વારા અપાયેલા વચનો યુવાનો સુધી પહોંચાડાશે 

તેમણે જણાવ્યું હતું કે, જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો પ્રથમ કેબિનેટની બેઠકમાં ગુજરાતના બેરોજગાર યુવકોને દરમહિને 3 હજારનું ભથ્થુ આપવામાં નિર્ણય લેવામાં આવશે અને નોકરીમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિને નાબૂદ કરવામાં આવશે. આ ઉપરાંત કોંગ્રેસ આવનારા સમયમાં 10 લાખ નોકરી આપવામાં આવશે. આ વચનને લઈને યુથ કોંગ્રેસ પરિવર્તન યાત્રા ગુજરાતભરમાં યોજાવા જઈ રહ્યું છે. 

યુથ કોંગ્રેસ અંબાજીથી યાત્રા શરૂ કરશે

હરપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે,  22મી સપ્ટેમ્બરથી યુથ કોંગ્રેસ અંબાજીથી યાત્રા શરૂ કરશે. અંબાજીથી ઉમરગામ સુધીની પ્રથમ તબક્કાની યાત્રા નીકળશે, બીજા તબક્કામાં સૂઇગામથી સોમનાથ સુધીની યાત્રા નીકળશે. આ બંને યાત્રામાં ગુજરાતના 27 જેટલા જિલ્લા કવર કરવામાં આવશે. આ ઉપરાંત મશાલ યાત્રા,  સમંલનો, બાઈક રેલીનું આયોજન કરવામાં આવશે. આ યાત્રા દરમિયાન યુથને વધુમાં વધુ કોંગ્રેસ તરફ આકર્ષિત કરવાના પ્રયાસ કરાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ