બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Congress aggressive on the issue of Lattakkad, dharna demonstration in Ahmedabad by veteran leaders

વિરોધ / લઠ્ઠાકાંડ મુદ્દે કોંગ્રેસ આક્રમક, દિગ્ગજ નેતાઓ દ્વારા અમદાવાદમાં ધરણાં પ્રદર્શન, કહ્યું: આ લઠ્ઠાકાંડ નહીં હત્યાકાંડ

Priyakant

Last Updated: 04:29 PM, 2 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લઠ્ઠાકાંડ મુદ્દે અમદાવાદ કલેકટર કચેરી ખાતે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ગૃહ રાજ્યમંત્રી રાજીનામું આપે તેવી માગ

  • કથિત લઠ્ઠાકાંડ મુદ્દે કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરી પાસે ધરણાં પ્રદર્શન
  • જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્માની આગેવાનીમાં ધરણાં
  • ગૃહ રાજ્યમંત્રી રાજીનામું આપે તેવી માગ સાથે કર્યું વિરોધ પ્રદર્શન
  • આ લઠ્ઠાકાંડ નહીં હત્યાકાંડ હોવાનું કોંગ્રેસે કર્યું નિવેદન

બરવાળા લઠ્ઠાકાંડ મુદ્દે કોંગ્રેસ દ્વારા આજે અમદાવાદ કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસે કહ્યું કે, આ લઠ્ઠાકાંડ નહીં પરંતુ હત્યાકાંડ છે. આ સાથે ગૃહ રાજ્યમંત્રી રાજીનામું આપે તેવી માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. નોંધનીય છે કે, બરવાળા લઠ્ઠાકાંડમાં અનેક લોકોના મોત બાદ કોંગ્રેસ સતત સરકાર પર આક્ષેપ કરી રહી છે . 

ગુજરાતના બોટાદ લઠ્ઠાકાંડમાં અનેક લોકોના મોત બાદ અમદાવાદની કેમિકલની ફેક્ટરી સામે કાર્યવાહી પણ સામે આવી છે. આ બધાની વચ્ચે આજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા અમદાવાદ કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ દરમ્યાન રઘુ શર્મા અને જગદીશ ઠાકોરે સરકાર પાર આકરા પ્રહારો કર્યા હતા. 

રઘુ શર્માએ શું કહ્યું ? 

રઘુ શર્માએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક પોર્ટ છે ત્યાં ડ્રગ્સ આવે છે અને લોકોને આપવામાં આવે છે. ગુજરાતની જનતાએ છેલ્લા 27 વર્ષથી તમને સત્તામાં મોકલ્યા છે તો શું આ દિવસો જોવા માટે જ. ગુજરાતમાં ડ્રગ્સનો લાખો-કરોડોનો કારોબાર છે અને સરકાર ચૂપ છે.
 
શું કહ્યું જગદીશ ઠાકોરે ? 

જગદીશ ઠાકોરે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, મહુડાનો તો દાહોદનો કે ભિલોડાનો મહુડો તેવી રીતે બ્રાન્ડ બનાવી છે. ગુજરાતમાં જેમ ઉનાળામાં શરબત અને ગોળની રસના લારીઓ ચાલે તે તો માત્ર સિઝનમાં ચાલે છે પરંતુ ગુજરાતમાં દારૂનો શરબત 24 કલાક ચાલે છે. 

બોટાદ લઠ્ઠાકાંડ 43 લોકોના મોત થયા 

બોટાદ લઠ્ઠાકાંડમાં 32 મોત બોટાદ જિલ્લામાં થયા છે, અમદાવાદના 11 વ્યક્તિઓના મૃત્યુ સાથે કુલ આંકડો 43 સુધી પહોંચી ગયો છે.  સમગ્ર કેસમાં 15 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં અગાઉ ગજુબેન અને પીન્ટુ ગોરહવાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બંને આરોપીઓના 10 દિવસની રિમાન્ડની માંગણી વચ્ચે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે વધુ 7 આરોપીઓને બરવાળાની કોર્ટમાં કરવામાં રજૂ કરવામાં આવ્યા હતા.  તમામના કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 

કેમિકલ ફેક્ટરી સામે કાર્યવાહી 

બરવાળા લઠ્ઠાકાંડ મામલે નશાબંધી અને આબકારી વિભાગની કાર્યવાહી કરી છે. જેમાં અમદાવાદ સ્થિત AMOS કંપનીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. કંપનીનું મિથેનોલ કેમિકલ રાખવા માટેનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. આ તરફ અન્ય એક મોટા સમાચાર સામે આવ્યા છે કે, બરવાળા લઠ્ઠાકાંડ મામલે અમદાવાદની AMOS કંપનીને ફરી એકવાર સમન્સ પાઠવવામાં આવ્યું છે. અગાઉ એકવાર સમન્સ પાઠવ્યા બાદ પણ કંપનીના સંચાલકો પોલીસ સામે હાજર નહીં થતાં ફરી એકવાર કંપનીને સમન્સ પાઠવવામાં આવ્યું છે. આ સાથે સંચાલકો દેશ છોડી ન શકે તે માટે ચાર સંચાલકો વિરુધ્ધ લુકઆઉટ નોટિસ પણ જાહેર કરાઇ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ