બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Complete this work related to income tax before January 30 otherwise notice will come home

તમારા કામનું / 30 જાન્યુઆરી પહેલા પુરા કરી લો ઈનકમ ટેક્સ સાથે જોડાયેલા આ કામ, નહીં તો ઘરે આવી જશે નોટિસ

Arohi

Last Updated: 06:33 PM, 2 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે આવકવેરા વિભાગે કરદાતાઓને ITR વેરિફિકેશન માટે 30 જાન્યુઆરી 2023 સુધીનો સમય આપ્યો છે. આ પછી નોટિસ કાયદાકીય કાર્યવાહી અથવા દંડની પ્રક્રિયા શરૂ થશે.

  • 30 જાન્યુઆરી સુધીનો છે સમય 
  • ITR વેરિફિકેશન પહેલા પતાવી લેજો
  • નહીં તો થઈ શકે છે કાયદાકીય કાર્યવાહી 

જે કરદાતાઓએ 31 ડિસેમ્બર 2022 સુધી તેમનું ITR ફાઇલ કરી દીધુ છે. હવે આવકવેરા વિભાગે તે કરદાતાઓને ITR વેરિફિકેશન માટે 30 જાન્યુઆરી 2023 સુધીનો સમય આપ્યો છે. આ સમયમર્યાદા તે કરદાતાઓને આપવામાં આવી છે જેમણે 31 ડિસેમ્બર 2022 સુધી બિલેટેડ અથવા રિવાઈઝ ITR ફાઇલ કર્યો છે. 

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડના કરદાતાઓને સુચિત કરતા 30 જાન્યુઆરી પહેલા વેરિફિક્શન પુરુ કરવા કહ્યું છે. નાણામંત્રાલ અનુસાર જો નાગરિક 2.5 લાખથી 5 લાખ રૂપિયાની કમાણી કરે છે તેને આઈટીઆર ફાઈલ કરવું જોઈએ. 

5 લાખથી વધુની આવક પર ભરવું પડે છે ITR
ત્યાં જ વાર્ષિક 5 લાખ રૂપિયાથી વધુ કમાણી કરનારાઓ માટે ITR ફાઇલ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. વર્ષ 2022-23 માટે કરદાતાઓ સાથે બિલેટેડ અને રિવાઈઝ ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2022 હતી.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) અનુસાર જે કરદાતાઓએ 31 ડિસેમ્બર, 2022 સુધી લેટ ફી ફાઈન ભરીને વિલંબિત ITR અથવા રિવાઇઝ્ડ ITR ફાઇલ કર્યો છે, તેમણે ITRમાં આપેલી માહિતીની ચકાસણી કરવી પડશે. 

કરદાતાઓ ITR ઈ-વેરીફાઈ કરી શકે છે. બોર્ડે આ માટે છેલ્લી તારીખ 30 જાન્યુઆરી 2023 નક્કી કરી છે. એટલે કે જાન્યુઆરી મહિનામાં કરદાતાઓએ કોઈપણ સંજોગોમાં ITR વેરિફાઈ કરવું પડશે. નહિંતર તમારા ઘરે આવકવેરા વિભાગ તરફથી નોટિસ આવી શકે છે.

જો ITR વેરીફાઈ ન હોય તો શું?

  • સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે તેની સૂચનાઓમાં સ્પષ્ટ કર્યું છે કે જો આપેલ સમય મર્યાદામાં ITR ઈ-વેરિફાઈડ નહીં થાય તો તેને અમાન્ય ગણવામાં આવશે.
  • એટલે કે તમારું ITR ફાઇલ કરવું વ્યર્થ થઈ જશે.
  • કરદાતાઓએ 30 જાન્યુઆરી, 2023 પહેલા ઇ-વેરિફિકેશન કરવું જરૂરી છે, જે ITRમાં આપવામાં આવેલી તમામ માહિતીની પુષ્ટિ કરે છે.
  • આમ ન કરવા પર કરદાતાઓને આવકવેરાની નોટિસ, લીગલ એક્સન અથવા દંડનો સામનો કરવો પડી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

ITR ITR filing Income Tax ઈનકમ ટેક્સ નોટિસ ITR
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ