બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / રાજકોટ / Coconut water is expensive: Farmers get 12 to 15 rupees for a coconut, but the market price is 80 rupees

તફાવત..! / નારિયેળની મલાઈ કોણ ખાઈ જાય છે? ખેડૂતોને એક નારિયેળના મળે છે 12થી 15 રૂપિયા, પણ માર્કેટ ભાવ આસમાને

Vishnu

Last Updated: 10:21 PM, 17 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માર્કેટમાં છે નારિયેળનો ઉંચો ભાવ પણ જગતના તાતને નથી મળતો પુરતો ભાવ

  • નારિયેળ પાણી પીવું થયું મોંઘુ
  • આ મોંઘવારી ખિસ્સા ખાલી કરી નાખશે
  • ખેડૂતોને નથી મળતા પુરતા ભાવ

ગરમીમાં ઠંડક મેળવવા માટે લોકો નારિયેળ પાણી પીતા હોય છે.. પણ શું તમે જાણો છો કો જે નારિયેળ તમને 50થી 80 રૂપિયામાં મળે છે તેની અસલ કિંમત શું છે?.. અને આ જ નારિયેળના ખેડૂતોને કેટલા રૂપિયા મળે છે? ત્યારે આવો જોઈએ માર્કેટમાં વેચાતા 80 રૂપિયાના નારિયેળમાં ચોખ્ખી મલાઈ કોણ ખાઈ રહ્યું છે.  હાલ ઉનાળો ચાલી રહ્યો છે.. અને આ સિઝનમાં ગરમીથી બચવા લોકો તાજા ફ્રૂટના જ્યૂસ અને નારિયેળ પાણી પીતા હોય છે.. પણ હાલ માર્કેટમાં નારિયેળની કિંમત 50થી 80 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. જેથી સામાન્ય વ્યક્તિ માટે નારિયેળ પાણી પીવું પણ મુશ્કેલ થઈ ગયું છે. નારિયેળના ઉંચા ભાવ મુદ્દે VTVએ રિયાલિટી ચેક કર્યું હતું.

વેપારીઓને કેટલામાં પડે છે એક નારિયેળ?
વેપારીઓને માર્કેટમાં જે કિંમતે નારિયેળ મળે છે તેમાંથી 5 રૂપિયાના માર્જિન પર તે માર્કેટમાં વેચે છે. આ છે ગીર-સોમનાથ જિલ્લો.જ્યાં ગુજરાતમાં સૌથી વધુ નારિયેળનું ઉત્પાદન થાય છે. જૂનાગઢના માંગરોળ, ચોરવાડથી લઈને ગીર-સોમનાથના ઉના સુધી હજારો હેક્ટર જમીનમાં નારિયેળનું ઉત્પાદન થાય છે. નારિયેળ ખોરાકથી લઈને પીણુ, સૌંદર્ય પ્રસાધન અને તેલ તરીકે તેનો ઉપયોગ થાય છે. હાલ સફેદ માખીના ઉપદ્રવના કારણે નારિયેળનો પાક ઘટી ગયો છે. સાથે જ ખેડૂતોને નારિયેળના ઉંચા ભાવ ન મળતાં લાખોનું નુકસાન થઈ રહ્યું. ખેડૂતોના મતે તેમને એક નારિયેળના 12થી 18 રૂપિયા મળી રહ્યા છે. જે બજાર કિંમત કરતા ઘણા ઓછા છે. 

માર્કેટમાં 80 રૂપિયામાં વેચાય છે નારિયેળ
ખેડૂતોના મતે એક વર્ષમાં નારિયેળનું વૃક્ષ 500થી 700 નંગ નારિયેળ આપતું હોય છે. પણ સફેદ માખીના કારણે ઉત્પાદન ઘટયું છે.. બીજી તરફ ખેડૂતો પાસેથી 12 રૂપિયામાં ખરીદાયેલું નારિયેળ છુટક બજારમાં 50થી 80 રૂપિયામાં વેચાઈ રહ્યા છે.પણ નારિયેળનું ઉત્પાદન કરતા ખેડૂતોને આટલો નફો નથી મળી રહ્યો. જોકે તૈયાર માલ ખરીદીને છુટક બજારમાં વેચનારા વચેટિયાઓ લીલા નાળિયેરની મલાઈ ખાઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.   

નારિયેળની મલાઈ કોણ ખાઈ જાય છે? 
એક તરફ ભાવ માટે ખેડૂતો રડી રહ્યા છે.. તો બીજી તરફ વેપારીઓને પણ પુરતુ માર્જિન નથી મળી રહ્યું ત્યારે સવાલ એ છે કે નારિયેળની મલાઈ કોણ ખાઈ જાય છે.. આ સવાલની શોધમાં જ્યારે VTVએ રિયાલિટી ચેક કર્યું ત્યારે સામે આવ્યું કે વચેટિયાઓ નારિયેળમાં સૌથી વધુ મલાઈ ખાઈ રહ્યા છે. ખેડૂતો પાસેથી 12 રૂપિયામાં ખરીદેલું નારિયેળ વચેટિયાએ માર્કેટ 30થી 40 રૂપિયા સુધીમાં વેચે છે. અને જથ્થાબંધ માર્કેટથી રિટેલર પાસે નારિયેળ 60 રૂપિયા સુધીમાં વેચાય છે. અને વેપારી 70થી 80 રૂપિયામાં નારિયેળને ગ્રાહકને વેચે છે. 

ખેડૂતોના હક કોણ છીનવી રહ્યું છે?
નારિયેળની મલાઈ ખાવાનો સાચો અધિકાર ખેડૂતનો છે. જોકે તેના ભાગમાં સૌથી ઓછી મલાઈ પહોંચી રહી છે. જ્યારે વચેટિયા લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે આ વચેટિયા પર કોઈ બ્રેક કે અંકુશ ન લાગી શકે.. જો આવું થાય અને સરકાર કોઈ નિયમ બનાવે તો નારિયેળના ખેડૂતોને રડવાનો વારો ન આવે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ