CM Rupani's first reaction after BJP's victory in Gujarat Local Body Election
ભાજપ સર્વત્ર /
ભાજપનો ભગવો લહેરાતા CM રૂપાણીની આવી સૌપ્રથમ પ્રતિક્રિયા, ટ્વિટ કરીને કહ્યું ગુજરાત PM મોદી-શાહ...
Team VTV03:31 PM, 23 Feb 21
| Updated: 03:54 PM, 23 Feb 21
ભાજપની જીતની સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ Tweet કરી દીધી છે. અને ગુજરાત હજુ પણ ભાજપનો ગઢ હોવાની વાત કરી છે.
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ
6 જિલ્લામાં ભાજપની જીત નિશ્ચિત
કોંગ્રેસનું ગત વર્ષ કરતા પણ નબળું પરિણામ
ગુજરાતની 6 મનપાની ચૂંટણીના અત્યાર સુધીના પરિણામથી ભાજપની સાર્વત્રિક જીત થઈ છે. જો કે, સુરતના માર્ગથી AAPની ગુજરાતમાં એન્ટ્રી થઈ ચૂકી છે. પરંતુ જોવામાં આવે તો, કોંગ્રેસની તમામ જગ્યાએ હાર થઈ છે. ભાજપની જીતની સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ Tweet કરી દીધી છે. અને ગુજરાત હજુ પણ ભાજપનો ગઢ હોવાની વાત કરી છે.
તો ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પણ જીતની શુભેચ્છા પાઠવી છે. ભારતીય જનતા પાર્ટી પર આપ સૌએ હંમેશા વિશ્વાસ મૂક્યો છે, વિકાસનાં પથ પર સમગ્ર દેશ જે રીતે આગળ વધી રહ્યો છે એ આપ સૌનાં વિશ્વાસ, સાથ અને સહકાર થકી જ શક્ય બન્યું છે.
ભારતીય જનતા પાર્ટી પર આપ સૌએ હંમેશા વિશ્વાસ મૂક્યો છે, વિકાસનાં પથ પર સમગ્ર દેશ જે રીતે આગળ વધી રહ્યો છે એ આપ સૌનાં વિશ્વાસ, સાથ અને સહકાર થકી જ શક્ય બન્યું છે.
ભાજપની તમામ મનપામાં જીત બાદ ખાનપુર ખાતે સાંજે 7 વાગ્યે ઉજવણીનું આયોજન કરાયું છે. જીતમાં સામેલ થવા અમિત શાહ પણ અમદાવાદ આવી શકે છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ Tweet દ્વારા શુભેચ્છા પાઠવી
વર્ષોથી કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીને શહેરના વિકાસની જવાબદારી સોંપીને ગુજરાતની જનતાએ રાજકીય વિશ્લેષણ કરનારા લોકોને એન્ટી ઇન્કમ્બન્સી શબ્દ ગુજરાતને લાગુ જ ના પડતો હોય એવો અભ્યાસ કરવા માટેનો વિષય ગુજરાતની જનતાએ વિજય અપાવીને બનાવ્યો છે.
માનનીય વડાપ્રધાનશ્રી @narendramodi અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી @AmitShah ના ગુજરાતે ભવ્ય વિજય અપાવીને, ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે એ ફરી વખત સાબિત કર્યું છે. #ગુજરાત_મક્કમ_ભાજપ_અડીખમ
ગુજરાતની તમામ મનપામાં ભાજપની જીત માટે જનતાનો માન્યો આભાર
સમગ્ર 6 મહાનગરોના મતદારોનો આભાર માનું છું.આ ચૂંટણીમાં સખત પરિશ્રમ કરનારા ભાજપાના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું.ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે ભાજપામાં મૂકેલા વિશ્વાસને ભાજપા એળે જવા દેશે નહીં. આવનારા દિવસોમાં 6 મહાનગરપાલિકાઓના વિકાસ માટે સરકાર કોઇ કચાશ રાખશે નહીં