બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / CM Bhupendra Patel's big order regarding bad roads

કામ કરો / ખરાબ રોડ રસ્તાને લઈ CM ભૂપેન્દ્ર પટેલનો મોટો આદેશ, અધિકારીઓને આપી દીધી ડેડલાઇન

Vishnu

Last Updated: 12:38 PM, 23 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સપ્ટેમ્બરની શરૂઆતથી રિપેરિંગ, રિસર્ફેસિંગ અને માર્ગ નિર્માણના કામો તાબડતોબ શરૂ કરવા સીએમનો આદેશ

  • રાજ્યમાં રોડ રસ્તાની હાલત મામલે CM નો નિર્ણય
  • રસ્તાના તાત્કાલિક સમારકામ માટે CM એ કર્યા સુચન
  • રિપેરિંગ, રિસર્ફેસિંગ અને માર્ગ નિર્માણના કામો શરૂ કરવા સુચન

ગુજરાત ચોમાસા બાદ રોડ રસ્તા બાબતે તંત્રની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે. શહેર હોય કે ગામડા રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે આજે મળેલી માર્ગ મરામત અંગેની ઉચ્ચસ્તરીય બેઠકમાં  CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ખરાબ રોડ રસ્તાને લઈ મોટા આદેશ આપી દીધા છે.

નવરાત્રી સુધીમાં રસ્તાઓની કામગીરી પૂર્ણ કરો: CM ભૂપેન્દ્ર પટેલ
રાજ્યમાં રોડ રસ્તાની હાલત મામલે CM ભૂપેન્દ્ર પટેલે રસ્તાના તાત્કાલિક સમારકામ માટે અધિકારીઑને આદેશ કર્યા છે. રિપેરિંગ, રિસર્ફેસિંગ અને માર્ગ નિર્માણના કામો યુદ્ધના ધોરણે શરૂ કરવા સુચન કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બરની શરૂઆતથી કામગીરી શરૂ કરવા આદેશ પારિત કરવામાં આવ્યો છે. આ કામ માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઑને ડેડલાઇન પણ જાહેર કરી છે. નવરાત્રી સુધી તમામ રસ્તાઓની કામગીરી પૂરી કરો તેવો નિર્દેશ કરવામાં આવ્યો છે. 

અમદાવાદના સરદાર પટેલ રિંગરોડની હાલત ખરાબ
સ્માર્ટ સિટી અમદાવાદના રોડની હાલત બિસ્માર થઇ છે. અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પરના શાંતિપુરા ખાતે એક તરફ બ્રિજ બની રહ્યો છે, જ્યરે બીજી તરફ રોડ પર કપચી અને માટી દેખાવા લાગી છે. જેને કારણે રોડ પર ઘૂળની ડમરીઓ ઉડી રહી છે. જેથી વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ખરાબ રોડને લઇને વાહન ચાલકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં ખાડા બાદ ધૂળની સમસ્યા, લોકોના સ્વાસ્થ સાથે ચેડા 
ગુજરાતના મહાનગરોમાં તંત્રની વધુ એક બેદરકારી જોવા મળી છે. વરસાદ બાદ રસ્તા પર ખાડાની સમસ્યા દુર કરવા માટે તંત્રએ કામ ચલાવ ઉપાયો કર્યા હતા. જેના પરિણામે હાલ ઠેર ઠેર રસ્તા પર ધૂળ ઉડવાની સમસ્યા જોવા મળી રહી છે. ગુજરાતના અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત શહેરમાં ધૂળ ઉડવાની સમસ્યા જોવા મળી છે. આ ધૂળ ઉડવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે સાથે ધૂળને કારણે લોકો સ્વાસ્થને પણ નુકસાન થવાનો ભય છે. ત્યારે જનતાનો મોટો પ્રશ્નએ છે કે તંત્રની ભૂલ છૂપાવામાટે જનતાની સ્વસ્થ્ય સાથે કેમ ચેડા કરવામાં આવે છે?

દાહોદના લીમડીમાં ધૂળની સમસ્યા
દાહોદ જિલ્લાના લીમડી નગરમાં ગોધરા રોડ પર ખાડા અને ધૂળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ અંગે સ્થાનિકોએ આક્ષેપ કર્યો કરતા કહ્યું કે, ખાડા અને ધૂળની ડમરી ઉડવાની સમસ્યા અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. આમ છતાં તંત્ર દ્વારા કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. જેથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Koo App

જેતપુરમાં વરસાદ પડતા રસ્તા ધોવાયા
જેતપુર શહેરમાં તાજેતરમાં જ વરસેલા વરસાદમાં શહેરના મુખ્ય માર્ગોનું ધોવાણ થયુ છે. ઠેર ઠેર પડેલ ગાબડાથી સત્તાધિશો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત સામે આવી છે.. સામાન્ય વરસાદમાં જ રસ્તા પર મસમોટા ખાડા પડી જતાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.. પણ તંત્ર સ્માર્ટ છે.. તંત્રને ખબર છે કે માટી ક્યાં નાખવી છે.. લોકોની આંખમાં કે ખાડામાં. ખાડામાં નાખેલી માટીતો 1-2 દિવસમાં ઉડી જાય છે.. પણ લોકોનાં આંખમાં ભ્રષ્ટાચારી માટી ક્યારેય નથી ઉડતી. ત્યારે સ્થાનિકો દ્વારા તંત્રને અપીલ કરવામાં આવી છે કે કામ કરો, ભષ્ટ્રાચાર નહી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ