ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CM Bhupendra Patel took an important decision for government employees

નિર્ણય / આનંદો! ગુજરાતના સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી, CM ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત

Published By: Kiran

Last Updated: 09:16 AM, 15 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારના કર્મચારીઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મહત્વની જાહેરાત,દિવાળીને લઈને સરકારે આ વખતે સરકારી કર્મચારીઓનો પગાર વહેલા થશે તેવું નિર્ણય કર્યો છે

ADVERTISEMENT

  • સરકારી કર્મચારીઓનો પગાર વહેલા થશે
  • દિવાળીને લઈને સરકારનો મહત્વનો નિર્ણય 
  • પેન્શનરોના પેન્શન વહેલા જમા થશે

ગુજરાતના 17માં મુખ્યમંત્રી બનતા જ ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં રહ્યા છે, એક પછી એક મોટા નિર્ણયો લઈને સૌને ચોંકાવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારના કર્મચારીઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વની જાહેરાત કરી છે.

સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી

ગુજરાતમાં સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ છે, કેમ કે સરકારી કર્મચારીઓને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે, રાજ્યમાં નવી સરકાર અસ્તિત્વમાં આવ્યા બાદ એક બાદ એક મોટા નિર્ણયો લઈ રહી છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી કર્મચારીઓ માટે એક મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે. 

સરકારી કર્મચારીઓનો પગાર વહેલા થશે

આ વખતે સરકારે કર્મચારીઓની દિવળી સુધારી દીધી હોય તેવું લાગી રહ્યું છે. દિવાળીને લઈને સરકારે આ વખતે સરકારી કર્મચારીઓનો પગાર વહેલા થશે તેવું નિર્ણય કર્યો છે, મહત્વનું છે કે 4 નવેમ્બરે દિવાળી આવતી હોવાથી સરકારી કર્મચારીઓને પગારને લઈને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે સરકારે દિવાળી પહેલા જ કરી પગાર કરી દેવાની સૂચના આપી દીધી છે જેથી સરકારી કર્મચારીઓ સારી રીતે દિવાળી ઉજવી શકે, દિવાળી પહેલા જ કર્મચારીઓનો પગાર થશે એ નિર્ણય બાદ કર્મચારીઓમાં ખુશી જોવા મળી રહી છે. 

દિવાળીને લઈને સરકારનો મહત્વનો નિર્ણય 

અહીં ઉલ્લેખનિય છે કે આ વખતે દિવાળી 4 નવેમ્બરે આવી રહી છે ત્યારે સરકારી કર્મચારીઓનો પગાર 25 કે 26 ઓક્ટોબર સુધીમાં કરી દેવામાં આવશે,એટલું જ નહીં વધુમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પેન્શન વહેલા જમા થશે, જેથી કર્મચારીઓ દિવાળી આનંદથી ઉજવી શકે, આ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવતા કર્મચારીઓમાં ખુશી જોવા મળી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

CM ભૂપેન્દ્ર પટેલ Decision Government cm bhupendra patel employees દિવાળી મહત્વનો નિર્ણય સરકારી કર્મચારીઓ CM Bhupendra Patel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ