મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં અને ગુજરાત બહાર દેશ-વિદેશમાં વસતા સૌ કચ્છી નાગરિકોને અષાઢી બીજ કચ્છી નૂતનવર્ષની હ્વદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી છે.
પોતાની ખુમારી તથા કર્તવ્ય પરાયણતા અને વ્યવહાર કુશળતાથી કચ્છીપણું ઝળકાવ્યું છે
મુખ્યમંત્રીએ કચ્છી નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે, દેશ અને દુનિયામાં જ્યાં જ્યાં કચ્છીઓ વસ્યા છે ત્યાં તેમણે પોતાની ખુમારી તથા કર્તવ્ય પરાયણતા અને વ્યવહાર કુશળતાથી કચ્છીપણું ઝળકાવ્યું છે. કચ્છ જેવો એક સમયે અછતગ્રસ્ત ગણાતો પ્રદેશ હવે નર્મદાના જળથી સમૃદ્ધિ તરફ આગળ વધ્યો છે.
સૌના સાથ, સૌના વિકાસ મંત્રથી આવનારા વર્ષોમાં વધુને વધુ ઉન્નત બને તેવી મંગલકામનાઓ
એટલું જ નહિ, હાઇબ્રીડ એનર્જી પાર્ક અને અનેક ઉદ્યોગો સાથે કચ્છ વિકાસની જે હરણફાળ ભરી રહ્યું છે તે સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના ધ્યેય મંત્રથી આવનારા વર્ષોમાં વધુને વધુ ઉન્નત બને તેવી મંગલકામનાઓ પણ ભૂપેન્દ્ર પટેલે કચ્છી નૂતન વર્ષના આ અવસરે વ્યકત કરી છે