બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / cm bhupendra patel pray at bhavnath temple junagadh

મહાશિવરાત્રી / હર હર મહાદેવ ! CM ભૂપેન્દ્ર પટેલે ભવનાથ મંદિરમાં કરી પૂજા અર્ચના, જૂનાગઢમાં ભક્તિ, ભોજન અને ભજનનો ત્રિવેણીસંગમ

Khyati

Last Updated: 11:58 AM, 28 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢમાં મહાશિવરાત્રીના મહાપર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભવનાથ મહાદેવના મેળવ્યા આશીર્વાદ

  • જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મહાપર્વ
  • મુખ્યમંત્રીએ ભવનાથ મંદિરમાં કરી પૂજા અર્ચના
  • ઠેરઠેર શરુ થયા અન્નક્ષેત્ર 

શિવ અને પાર્વતીના મિલનનો પાવન દિન એટલે કે મહાશિવરાત્રી.  શિવરાત્રીના અવસરે જૂનાગઢમા તો દિવાળી જેવો માહોલ. હર હર મહાદેવના નાદ સાથે ભક્તોનું ઘોડાપુર દર્શન કરવા ઉમટી પડે.  વળી સેવાભાવી ભક્તો દ્વારા દર્શન કરવા આવતા ભક્તો માટે ભંડારો તો ખરો જ. જૂનાગઢમાં મહાશિવરાત્રિનું ખાસ મહત્વ છે. ત્યારે હવે કોરોનાનો કહેર ઓછા થતા આ વર્ષે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે તો કોઇ નવાઇ નહી. 

મુખ્યમંત્રી જૂનાગઢના પ્રવાસે

1લી માર્ચે મહાશિવરાત્રી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢની મુલાકાતે પહોંચ્યા છે. ગિરનાર તળેટીમાં મેળાની મુલાકાતે સીએમ પહોંચ્યા છે. તેઓએ સૌ પ્રથમ ભવનાથ મહાદેવના મંદિરે દર્શન અને પૂજા અર્ચના કરી.  શિવજીને જળ અને પુષ્પો અર્પણ કરીને પ્રાર્થના કરી. આ સમયે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પણ હાજરી આપી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વાર મહાશિવરાત્રીના મુલાકાતે છે.  આવતી કાલે મહાશિવરાત્રીનો પર્વ હોવાથી તેઓએ ભવનાથના દર્શન કર્યા. ત્યારબાદ બ્રહ્મલીન મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીબાપુની સમાધિસ્થળના દર્શન કરશએ. તેઓ પૂજ્ય ભારતીબાપુની મૂર્તિનું અનાવરણ પણ કરશે. ત્યારબાજ રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમની પણ તેઓ મુલાકાત લેશે.

ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ 

25 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી પરંપરાગત શિવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે.  મહાશિવરાત્રી પર્વ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જૂનાગઢ પહોંચ્યા છે.  અહીં આવનાર ભક્તોને રહેવાની તથા જમવા સહિતની તમામ સુવિધાઓ કરવામાં આવી છે.  સેવાભાવિકો દ્વારા અન્નક્ષેત્ર શરુ કરવામાં આવ્યા છે જ્યાં ભક્તો મનભરીને પ્રસાદીનો લાભ લઇ રહ્યા છે.શિવરાત્રીના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. સવારે ચા-નાસ્તો અને આખો દિવસ શુધ્ધ ઘીની મીઠાઇઓ, ફરસાણ, દાળ, ભાત, શાક, રોટલી, છાશ વગેરેનો  પ્રસાદ આપવામાં આવે છે. આમ જૂનાગઢમાં ભોજન અને ભક્તિ અને ભજનનો  ત્રિવેણી સંગમ જોવા મળે છે.

25 ફેબ્રુઆરીથી થયો હતો મેળાનો પ્રારંભ

કોરોનાના કેસ ઓછા થતા જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે મહાવદ નોમના દિવસે ભવનાથ મહાદેવનો ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. આ દિવસે જ મહાશિવરાત્રીના મેળાનો ભવ્યશુભારંભ કરવામાં આવ્યો હતો.ભવનાથ મંદિર ખાતે ધજાનું પૂજન અર્ચન તથા મહાદેવની પૂજા સાથે વિધિવત ભવનાથ મહાદેવ ને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. તેમજ ભવનાથ મંદિર સાથોસાથ તળેટી ખાતે આવેલ વિવિધ અખાડાઓમાં તથા ભારતી આશ્રમ, ઇન્દ્રભારતી બાપુ આશ્રમ, તથા વિવિધ મંદિરો પર ધર્મની ધજા ચડાવવામાં આવી હતી આ તકે જય ગિરનારી હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠયો હતો.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ