બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / CM Bhupendra Patel made a statement about natural farming

નિવેદન / ઉદ્યોગો માત્ર પૈસા તરફ ન જોવે, કુદરતનાં નિયમો તોડીશું તો કેવી રીતે છૂટીશું, પર્યાવરણ દિવસે CM ભૂપેન્દ્ર પટેલે કરી મોટી વાત

Khyati

Last Updated: 02:40 PM, 5 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીને લઇને સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાત યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં લીધો ભાગ, પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપતા કર્યુ સંબોધન

  • ગુજરાત યુનિ.માં પર્યાવરણ દિનની ઉજવણી
  • ટાઈમ આવ્યો છે કે હવે વિચારવું પડે એવું છે-CM
  • મોદીજી આપણી સાથે દીર્ઘદ્રષ્ટા છે- CM

આજે વિશ્ન પર્યાવરણ દિન નિમિત્તે રાજ્યમાં ઠેર ઠેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેઓએ ખાસ પ્રાકૃતિક ખેતી પર ભાર આપીને મહત્વનું નિવેદન આપ્યું હતું. 

મોદીજી આપણી સાથે દીર્ઘદ્રષ્ટા છે - CM

પર્યાવરણ દિવસની ઉજવણી કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું કે ટાઇમ આવ્યો છે કે હવે વિચારવુ પડે એમ છે.  આપણે જ્યાં પહોંચ્યા ત્યાંથી પાછા ફરવાની જરૂરિયાત ઊભી થઈ છે. મોદીજી આપણી સાથે દીર્ઘદ્રષ્ટા છે.  કારણ કે આપણે કુદરતના નિયમો તોડીશુ તો કેવી રીતે ચાલશે. કેવી રીતે છૂટાશે. કેમિકલયુક્ત ખાતર અને દવાના છંટકાવથી જમીનની ફળદ્રુપતા ઘટી ગઇ છે.  નાની ઉંમરે બ્લડ પ્રેશર, એટેક, ડાયાબિટીસની શરૂઆત થઈ છે.પ્રાકૃતિક ખેતી તરફ જઈશું તો સ્વાસ્થ્ય સુધરશે.

ઔધોગિક એકમો માત્ર પૈસા સામે જોશે તો સમસ્યા વધશે- CM

સીએમએ ઔદ્યોગિક એકમોને સંબોધન કરતા જણાવ્યું કે ઔદ્યોગિક એકમો માત્ર પૈસા સામે જોશે તો સમસ્યાઓ વધશે. તેમજ સોલાર એનર્જીનો વપરાશ વધારવા પણ જણાવ્યું.  જેટલો  સોલાર એનર્જીનો જેટલો વપરાશ કરીએ એટલું સારું. તેમજ પર્યાવરણની બચાવવા માટે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા પણ જણાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ