આજે દેશભરમાં આન બાન શાન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે બીજી તરફ, રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ગીર સોમનાથમાં ઉજવણી કરાઈ હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજવંદન કર્યુ હતું. પરંતુ કોરોનાના કારણે સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. માત્ર 42 મિનિટમાં કાર્યક્રમ પૂરો કરવામા આવ્યો હતો.
રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વનો કાર્યક્રમ કોરોનાને કારણે ટૂંકાવવામાં આવ્યો
પ્રજાસત્તાક પર્વનો કાર્યક્રમ કોરોનાને કારણે ટૂંકાવીને મુખ્યમંત્રીના હસ્તે ધ્વજવંદન સહિત 42 મિનિટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સાથે કોરોનાના કારણે સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરાયા હતા. માત્ર સુરક્ષા દળની 18 પ્લાટુન્સ પરેડ કરી હતી. કોરોનાની ગાઈડલાઈન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે. પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર 2022ના વિજેતા અન્વી ઝાંઝરૂકિયા અને કરૂણા અભિયાન અંતર્ગત વિશિષ્ટ કામગીરી કરતી સંસ્થા અને વ્યક્તિનું સન્માન પણ કરાયું હતુ.
Live: Hon’ble CM attends state-level Republic Day function organized at Gir Somnath https://t.co/eq9318Uves
સોમનાથ ખાતે યોજાયેલ રાજયકક્ષાના 73માં પ્રજાસત્તાક પર્વમાં 18 પ્લાટુને મુખ્યમંત્રીને સલામી આપી હતી. જ્યારે સુરક્ષા વિભાગની વિવિધ પાંખો દ્વારા 18 પ્લાટુન બનાવીને ભવ્ય પરેડનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં 600 નાગરિકોની ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોરોના નિયમનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું, જેમાં નેવીના કમાન્ડો, સમગ્ર રાજ્યભરની વિવિધ જિલ્લાની પોલીસ પ્લાટુન, મહિલા પોલીસ પ્લાટુન, શ્વાન દળ, અશ્વદળ, એન.એસ.એસ યુનિટ, તેમજ વિવિધ સુરક્ષાદળો જોડાયા હતાં. પોલીસ બેન્ડ પાર્ટી દ્વારા ધ્વજવંદન અને પરેડમાં ઉત્સાહ વર્ધક ધૂનો દ્વારા વાતાવરણની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
ગાંધીનગર કમલમ ખાતે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ઉજવણી કરાઈ
બીજી તરફ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કમલમ ખાતે સી.આર.સી.આર.પાટીલે ધ્વજવંદન કર્યુ હતું. બાદમાં સૌને પ્રજાસત્તાક પર્વની પાઠવી શુભેચ્છા હતી. અને દેશની અઝાદી માટે જેઓએ શહાદ વહોરી તેમને યાદ કર્યા હતાં.