બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Citizenship Amendment Act 2019 to be imposed in india soon in January

નાગરિકતા સંશોધન કાયદો / જાન્યુઆરીમાં આ કાયદો લાગુ કરવાની તૈયારીમાં મોદી સરકાર, વિરોધમાં દિલ્હીમાં થયા હતા રમખાણો

Mayur

Last Updated: 11:02 AM, 26 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા વર્ષમાં કેન્દ્ર સરકાર શરણાર્થીઓને ભારતીય નાગરિકતાની ભેટ આપે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. CAA ભારતમાં લાગુ કરવામાં આવે તેનો પ્લાન ઘડાઈ ચૂક્યો છે.

  • CAA ને આખરી સ્વરૂપ મળે તેવી શક્યતા 
  • જાન્યુઆરી 2022 માં નિયમો જાહેર થઈ શકે છે 
  • ડિસેમ્બર 2019 માં સંસદમાં પસાર કરવામાં આવ્યું બિલ 

આ વખતે નવા વર્ષમાં કેન્દ્ર સરકાર (modi government) આ વખતે પડોશી દેશોના લઘુમતી શરણાર્થીઓને નાગરિકતાની ભેટ આપી શકે છે. 

હવે કાયદાને મળશે અંતિમ સ્વરૂપ 

દેશમાં ઘણા શરણાર્થીઓ ભારતીય નાગરિકતા મેળવવા માટે વર્ષોથી રાહ જોઈ રહ્યા છે. નાગરિકતા સંશોધન કાયદો (CAA) સંસદ દ્વારા 2020 માં પસાર કરવામાં આવ્યો હતો, પરંતુ તે હજુ સુધી અમલમાં આવ્યો નથી. 

જો કે, સૂત્રોનો દાવો છે કે સરકારે હવે તેના નિયમોને અંતિમ સ્વરૂપ આપી દીધું છે અને જાન્યુઆરી 2022માં લાગુ કરવામાં આવશે. એક  સમાચાર મુજબ યુપી સહિત પાંચ રાજ્યોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) આ મુદ્દે સરકાર પર સતત દબાણ કરી રહ્યું છે. 

 ડિસેમ્બર 2019 માં સંસદમાં પસાર કરવામાં આવ્યું બિલ 
કેન્દ્ર સરકારે સંસદમાં કાયદો પસાર કર્યો હતો, પરંતુ હજુ સુધી તેના નિયમો આવી શક્યા નહોતા. CAA ડિસેમ્બર 2019 માં સંસદમાં પસાર કરવામાં આવ્યું હતું અને 10 જાન્યુઆરી 2020 ના રોજ નોટિફિકેશન અમલમાં આવ્યું હતું, એટલે કે તે દિવસથી કાયદો અમલમાં આવ્યો હતો, પરંતુ તેના નિયમો બે વર્ષમાં બની શક્યા ન હતા. 

નિયમો જાહેર કરવા માટે ત્રણ વખત સમય માંગ્યો

કેન્દ્ર સરકારે ઓક્ટોબર 2020, ફેબ્રુઆરી 2021 અને મે 2021માં તેના નિયમો જાહેર કરવા માટે ત્રણ વખત સમય માંગ્યો છે. હવે એવું માનવામાં આવે છે કે નવા વર્ષમાં તેના નિયમો આવશે અને તે રિલીઝ થશે.

જો કે, 2019 માં, જ્યારે સરકારે તેને સંસદમાં પસાર કર્યો, ત્યારે મુસ્લિમ સમુદાયે દેશભરમાં તેનો વિરોધ કર્યો. દિલ્હીના શાહીન બાગમાં લાંબા સમય સુધી આંદોલન ચાલ્યું. ઉત્તર પ્રદેશમાં પણ ઉગ્ર વિરોધ થયો હતો, જે બાદ ઘણા દિવસો સુધી ઇન્ટરનેટ બંધ કરવું પડ્યું હતું. યુપીની યોગી સરકારે તેની સામે હંગામો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી હતી. 2003માં કોંગ્રેસે પણ CAA જેવા કાયદાની માંગણી કરી હતી, પરંતુ મોદી સરકારે કાયદો બનાવ્યા બાદ કોંગ્રેસે જ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો.


શું છે નાગરિકતા સંશોધન કાયદો
નાગરિકતા સુધારો અધિનિયમ 2019 (CAA - 2019) લઘુમતીઓ (બિન-મુસ્લિમો) ને ભારતીય નાગરિકત્વ આપવાનો માર્ગ ખોલે છે. આ કાયદા હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં રહેતા શોષિત લોકોનો ભારતની નાગરિકતા મેળવવાનો માર્ગ સરળ બનશે. 

CAA છ બિન-મુસ્લિમ સમુદાયો - હિંદુ, શીખ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ અને પારસી સંબંધિત તે દેશોના લઘુમતીઓ જો તેઓ 31 ડિસેમ્બર, 2014 કે તે પહેલા ભારત આવ્યા હોય તો તેમને ભારતીય નાગરિકતા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ