બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / Chinese President Xi Jinping Under House Arrest? Reports Suggest Hostile PLA Takeover

ફેક્ટ ચેક / ચીનમાં તખ્તાપલટ, રાષ્ટ્રપતિ જિનપિંગને નજરકેદ કરાયા, મેસેજ વાયરલ થતા દુનિયામાં મચ્ચો હડકંપ

Hiralal

Last Updated: 04:31 PM, 24 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીની સેનાએ બળવો કરીને રાષ્ટ્રપતિ જિનપિંગને નજરકેદ કર્યાં હોવાનો મેસેજ સોશિયલ મીડિયા પર ફેલાતા સનસની મચી છે.

  • ચીની રાષ્ટ્રપતિ જિનપિંગને નજરકેદ કરાયોનો ફેલાયો મેસેજ
  • ચીની સેનાએ બળવો કર્યો હોવાની અફવા ફેલાઈ
  • ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને કહયું 

સોશિયલ મીડિયા પર અફવા ઉડી છે કે ચીની સેનાએ તખ્તાપલટ કરીને રાષ્ટ્રપતિ જિનપિંગને નજરકેદ કરી લીધી છે. ચીનના ઘણા સોશિયલ મીડિયા હેન્ડલર્સનો દાવો છે કે ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ દ્વારા તેમને પીપલ્સ લિબરેશન આર્મીના પ્રમુખ પદેથી હટાવી દીધા બાદ નજરકેદ કરી લેવાયા છે. 

સમરકંદથી પાછા આવ્યાં ત્યારે એરપોર્ટ પર અટકાયતમાં લેવાયા- રિપોર્ટમાં દાવો 
રિપોર્ટ અનુસાર, શી જિનપિંગને 16 સપ્ટેમ્બરના રોજ એસસીઓની બેઠક બાદ સમરકંદથી પરત ફર્યા બાદ એરપોર્ટ પર અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને સંભવત: હાલમાં તેઓ નજરકેદ હેઠળ છે. સોશિયલ મીડિયા પર પણ આવા વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને કહયું 
આ અંગે ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને કહયું કે આ અફવા પરથી પરદો ઉચકાવો જોઈએ કે શું ખરેખર જિનપિંગને નજરકેદ કરાયા છે કે નહીં. તેમણે કહ્યું કે એવું માનવામાં આવે છે કે જ્યારે જિનપિંગ સમરકંદમાં હતા, ત્યારે ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓએ તેમને સેનાના પ્રમુખ પદેથી હટાવી દીધા હતા. તે પછી એવી અફવા છે કે તેમને નજરકેદ કરવામાં આવ્યા છે" સ્વામીએ તેનો એક વીડિયો પણ શેર કર્યો છે.

ટ્વિટર પર #xijinping ટ્રેન્ડમાં
ટ્વિટર પર હેશટેગ #xijinping ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે. ચીનમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે પીએલએએ રાષ્ટ્રપતિ શી જિનપિંગને નજરકેદ કરીને બળવો કર્યો છે. ન્યૂઝ હાઈલેન્ડ વિઝનના અન્ય એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ચીનના પ્રમુખને નજરકેદ કરવાની કામગીરી ચીનના ભૂતપૂર્વ પ્રમુખ હુ જિનતાઓ અને ચીનના ભૂતપૂર્વ વડાપ્રધાન વેન જિયાબાઓના ઈશારે કરવામાં આવી હતી, જેમણે સ્ટેન્ડિંગ કમિટીના ભૂતપૂર્વ સભ્ય સોંગ પિંગને ચીનના સેન્ટ્રલ ગાર્ડ બ્યૂરો (સીજીબી)નો કબજો પાછો મેળવવા માટે મનાવી લીધા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ