બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ભારત / China's new move to target children through gaming apps in India, shocking revelations in the report

OMG / તમે પણ આ ગેમ્સ રમતા હોવ તો ચેતજો! ગેમિંગ એપ્સથી ભારતના બાળકોને ટાર્ગેટ કરે છે ચીન, થયો ચોંકાવનારો ખુલાસો

Pravin Joshi

Last Updated: 11:01 AM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સરકાર ચીનની કંપનીઓ પર સીધી નજર રાખે છે. આ કારણસર સરકારે ઘણી ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. BabyBus એક એપ છે જે ભારતમાં એકદમ સક્રિય છે. તેમાં 200 થી વધુ ગેમિંગ એપ્સ છે. BabyBus ની ગેમિંગ એપ્સ ભારત અને ઇન્ડોનેશિયામાં ખૂબ જ લોકપ્રિય છે.

  • ચીન ભારતને વિવિધ ગેમ દ્વારા બનાવે છે નિશાન 
  • ગેમિંગ એપ દ્વારા બાળકોને કરાય છે ટાર્ગેટ
  • એક રિપોર્ટમાં થયા સૌથી ચોંકાવનારા ખુલાસા

ભારત સરકાર ચીનની કંપનીઓ પર સીધી નજર રાખે છે. આ જ કારણ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારે ઘણી ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ હજુ પણ કેટલીક એપ્સ છે જે ભારતમાં એકદમ એક્ટિવ છે. તેમાં એક એપ 'BabyBus' પણ છે. હવે નિષ્ણાતોએ આના પર સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે આ એપ ભારતીયોનો ડેટા ધરાવે છે જે અગાઉ 8 વર્ષ સુધીના બાળકો માટે ડિજિટલ સામગ્રી પ્રદાન કરતી હતી. આ કંપની પાસે 200 થી વધુ ગેમિંગ એપ્સ છે.

બાળકને રમવા માટે મોબાઈલ આપી દેતા પેરેન્ટ્સ થઈ જજો સાવધાન! બાળકોના મગજ પર થઈ  રહી છે ગંભીર અસર, જાણીને ચોંકી જશો/ children mobile phone addiction side  effects ...

વાંચવા જેવું : iPhone યુઝર્સ મુશ્કેલીમાં! અપડેટ બાદ સામે આવી માથાકૂટવાળી સમસ્યા, પહેલી સૌથી મુશ્કેલ

BabyBus ની ગેમિંગ એપ્સ ભારત અને ઈન્ડોનેશિયામાં ખૂબ જ લોકપ્રિય

ઈન્ટેલિજન્સ ફર્મ સેન્સર ટાવરના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, BabyBus ની ગેમિંગ એપ્સ ભારત અને ઈન્ડોનેશિયામાં ખૂબ જ લોકપ્રિય છે. આ એપ્સ Q3 2023 માં ગેમિંગ એપ ડાઉનલોડનો 60% હિસ્સો ધરાવે છે. બીજી તરફ પ્રાઈવસી રિસર્ચ ફર્મ Incogni એ જણાવ્યું કે, 'ટોપ 11 'Data Hungry' એપ્સમાંથી 3 જે બાળકોને લક્ષ્યાંક બનાવે છે તે ફક્ત BabyBus ની છે.' આ કંપનીની કઈ એપ્સની માલિકી છે તેના વિશે વાત કરતા Baby Panda World: Kids Games : Kids Games (100 મિલિયનથી વધુ ડાઉનલોડ), BabyBus Kids : Video&Game World (10 મિલિયનથી વધુ ડાઉનલોડ્સ) અને Baby Panda ની કિડ્સ પ્લે (10 મિલિયન ડાઉનલોડ્સ) છે. આ તમામ એપ્સ ભારતમાં ગૂગલ પ્લે સ્ટોર પર પણ ઉપલબ્ધ છે.

બાળકોને મોબાઈલ આપતા પહેલા સાચવજો... એક 13 વર્ષની છોકરીએ ગેમ પાછળ ખર્ચી  નાખ્યા 52 લાખ રૂપિયા, માતા દંગ રહી ગઈ / Save mobiles before giving them to  child... A 13-year-old ...

ટોચની 10 એપ્સમાં ચાર BabyBus  એપ્સ 

Incogni ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ભારતમાં બાળકો માટેની ટોચની 10 એપ્સમાં માત્ર ચાર BabyBus  એપ્સ છે. જેમાં Little Panda: Pricess Makeup (ચોથું સ્થાન), Little Panda's Ice Cream Game (પાંચમું સ્થાન), Little Panda: Sweet Bakery (સાતમું સ્થાન) અને Baby Panda's School Bus(નવમું સ્થાન)નો સમાવેશ થાય છે. વધુ એક સંશોધનમાં પણ જાણવા મળ્યું કે આ એપ્સ ડિવાઇસ અને અન્ય ID, એપની માહિતી અને પરફોર્મન્સ, એપની ક્રિયાપ્રતિક્રિયા અને ઇન્સ્ટોલ કરેલી એપ્સ, નાણાકીય માહિતી, હિસ્ટ્રી જેવી વ્યક્તિગત માહિતી એકત્ર કરે છે.

વાંચવા જેવું : UKના સ્ટુડન્ટ વિઝા લેવા માંગતા ગુજરાતીઓ ખાસ જાણી લેજો: લાગુ થઈ ગયો કડક નિયમ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ