બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / china corona case and restrictions mass testing panic buying

વાયરસનો ખૌફ! / શાંઘાઈમાં લોકડાઉન લાગતા બેઈજિંગના લોકોને સતાવી રહ્યો છે આ ડર, ખાવા-પીવાની વસ્તુઓ માટે કરી રહ્યાં પડાપડી

Dhruv

Last Updated: 04:26 PM, 26 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનમાં શાંઘાઇથી લઇને બેઇજિંગ સુધી કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. ત્યારે તમને જણાવી દઇએ કે, ત્યાં ના તો ઘરમાં ખાવાનું બચ્યું છે અને ના તો દુકાનમાં સામાન.

  • શાંઘાઈ બાદ હવે બેઈજિંગની સ્થિતિ પણ થઇ રહી છે વધુ ખરાબ
  • શાંઘાઈમાં ચાર અઠવાડિયા માટે લદાયું છે લોકડાઉન
  • લોકડાઉનના ડરથી બેઇજિંગના લોકો ખરીદી કરવા માટે કરી રહ્યાં છે પડાપડી

ચીનમાં એક વાર ફરી કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. ત્યારે ચીનના શાંઘાઇથી લઇને બેઇજિંગ સુધી કોરોના સંક્રમણ બેકાબુ થઇ ગયું છે. ચીનના શાંઘાઇમાં ચાર સપ્તાહથી લોકડાઉન લદાયેલું છે ત્યારે અહીંયા લોકોને ખાવા-પીવાની ભારે સમસ્યા સર્જાઇ રહી છે તેમજ દુકાનોમાં પણ હવે સામાન નથી બચ્યો. ત્યારે એવો જ ડર હવે બેઇજિંગના લોકોને પણ સતાવી રહ્યો છે.

બેઇજિંગના લોકોને પણ સતાવવા લાગ્યો છે લોકડાઉનનો ડર

ચીનના શાંઘાઇમાં લદાયેલા લોકડાઉનથી સર્જાયેલી સમસ્યાનો ડર બેઇજિંગના લોકોને પણ હવે સતાવવા લાગ્યો છે. જેના કારણે અહીંયા લોકો ખરીદી કરવા માટે પડાપડી કરી રહ્યાં છે. તમને જણાવી દઇએ કે, સોમવારે ચીનમાં માસ ટેસ્ટિંગ શરૂ થઇ ચૂક્યું છે. માસ ટેસ્ટિંગના કુલ ત્રણ રાઉન્ડ હશે. બેઇજિંગ શહેરમાં પહેલા રાઉન્ડમાં અંદાજે 35 લાખ લોકોના માસ ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે.

સૌ પહેલાં જો વાત કરીએ શાંઘાઇની તો ત્યાંની સ્થિતિ હાલ ખૂબ જ ચિંતાજનક જોવા મળી રહી છે. ત્યાં લોકડાઉનને 4 સપ્તાહથી પણ વધારે સમય થઇ ચૂક્યો છે. છેલ્લાં 24 કલાકમાં ત્યાં કોરોનાના 19 હજારથી પણ વધારે દર્દીઓ નોંધાયા છે તો 51 લોકોના કોરોનાના કારણે મોત નિપજ્યાં છે. શાંઘાઇમાં 2 કરોડ 50 લાખથી પણ વધારે લોકો રહે છે, જેઓના માસ ટેસ્ટિંગ શરૂ થઇ ચૂક્યાં છે.

લોકડાઉનના કારણે ઘરોમાં કેદ લોકોની મુશ્કેલીમાં પણ વધારો થવા લાગ્યો છે કારણ કે, ત્યાં ચીજવસ્તુઓની ભારે અછત સર્જાઇ છે. સામાન કોરિયર કરનારી કંપની પણ હાલમાં માંગના હિસાબથી ડિલિવરી નથી કરી રહી.

બેઇજિંગના લોકોમાં ડરનો માહોલ - શાંઘાઇ જેવી હાલત ના થઇ જાય

શાંઘાઇ બાદ બેઇજિંગમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. ત્યાં સોમવારના 1661 નવા કોરોનાના કેસ સામે આવ્યાં છે. એ સિવાય 15 હજારથી પણ વધારે એવાં લોકો પણ છે કે જેઓને કોઇ પણ પ્રકારના લક્ષણ નથી. બેઇજિંગમાં આવતા Chaoyang ની જો વાત કરીએ તો અહીંયા અત્યાર સુધીમાં 46 કેસો સામે આવી ચૂક્યાં છે. જેના કારણે બેઇજિંગમાં રહેતા વધારે લોકોનું કોરોના ટેસ્ટિંગ કરાવવામાં આવશે, જેનાથી લોકો ડરી ગયા છે.

તમને જણાવી દઇએ કે, બેઇજિંગની કુલ જનસંખ્યા 2 કરોડ 10 લાખથી પણ વધારે દર્શાવવામાં આવી છે. કોરોના ટેસ્ટિંગને લઇને શરૂ થયેલા એક્શન બાદ લોકો ભારે ભયમાં છે, જેના કારણે લોકોએ ખરીદી કરવા માટે પડાપડી કરી રહ્યાં છે. આ જ કારણોસર બજારમાં જરૂરી માલસામાનની પણ અછત સર્જાઇ રહી છે. વાસ્તવમાં, લોકોને એવો ભય સતાવી રહ્યો છે કે, ત્યાં પણ કદાચ 
લોકડાઉન લાગી શકે છે. અહીં શાકભાજી, ચોખા, તેલ, નૂડલ અને રોજિંદી જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ પણ સુપરમાર્કેટમાંથી ગાયબ થઇ ચૂકી છે. આ સાથે જ ઓનલાઇન ફૂડ સ્ટોર પણ સામાનની અછતના કારણે ડિલિવરી નથી કરી રહ્યાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ