કોરોનાની સાથે આગ્રાની આસપાસના જિલ્લામાં વાયરલ તાવ ઝડપથી ફેલાઈ રહ્યો છે જેને લઈને સ્વાસ્થ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યું છે.
આગ્રાની આસપાસના જિલ્લામાં વધી ચિંતા
ઝડપથી વાયરલ તાવની ઝપેટમાં આવી રહ્યા છે બાળકો
સ્વાસ્થ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યું
આગ્રાની આસપાસના જિલ્લામાં વાયરલ તાવનો કહેર ઝડપથી વધી રહ્યો છે જેને લઈને સ્વાસ્થ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. યૂપી સરકારે રેપિડ રિસ્પોન્સ ટીમ (RRT)તૈયાર કરી છે. આ સાથે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા એક કંટ્રોલ રૂમ નંબર જાહેર કર્યો છે. અહીં તાવથી પીડિત દર્દીની સૂચના આપી શકાય છે. અહીં જણાવી દઈએ કે વાયરલ તાવથી પીડિતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને બાળકોમાં પણ આ બીમારી ઝડપથી ફેલાઈ રહી છે.
બાળકો માટે ઘાતક બની રહ્યો છે વાયરલ તાવ
કોરોનાનો પ્રકોપ હજુ ખતમ થયો નથી ત્યાં ત્રીજી લહેરની સંભાવના જોવા મળી રહી છે. ત્રીજી લહેર પહેલા વાયરલ તાવ બાળકોને ઝપેટમાં લઈ રહ્યો છે. આસપાસના જિલ્લામાં બાળકો ઝડપથી તાવનો શિકાર બની રહ્યા છે. અનેક પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ બાળકોની સંખ્યા વધી રહી છે.
સ્ક્રબ ટાયફસ ઝડપથી માણસોને બનાવી રહ્યો છે પોતાનો શિકાર
હાલમાં પશુઓમાં ફેલાયેલો વાયરસ સ્ક્રબ ટાયફસ સામે આવ્યો છે જિલ્લામાં ઝડપથી લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે. આ એક પ્રકારના કીડાથી ફેલાય છે અને તે પશુ પક્ષીઓને ખાસ કરીને ચોંટેલો રહે છે. આ વાયરસના લક્ષણોમાં માણસને તાવ, ઉલ્ટી, ડાયરિયા, ચક્કર આવવાની ફરિયાદ રહે છે. બચાવ માટે માણસે પશુઓથી દૂરી બનાવવી અને પક્ષી દ્વારા ખવાયેલા ફળ ખાવા નહીં.
સ્ક્રબ ટાયફસને રોકવા સ્વાસ્થ્ય વિભાગ તૈયાર
આગ્રામાં આ વાયરસના કોઈ દર્દી નથી તે સારી વાત છે. પણ મથુરા, ફિરોઝાબાદમાં આ રોગના દર્દી મળ્યા છે. જેને લઈને સ્વાસ્થ્ય વિભાગની ટીમ કામ કરી રહી છે.
ફિરોઝાબાદમાં આ રહસ્યમયી તાવના કારણે અત્યાર સુધીમાં 50 થી વધુ બાળકોના મોત
ઉત્તર પ્રદેશના અમુક શહેરોમાં સેંકડો બાળકો એક રહસ્યમય તાવથી પરેશાન થઈ રહ્યા છે. અચાનક આ તાવના કારણે લોકોના શ્વાસ રોકાઈ જાય છે. ફિરોઝાબાદમાં આ રહસ્યમયી તાવના કારણે અત્યાર સુધીમાં 50 થી વધુ બાળકોના મોત થઈ ચૂક્યા છે. તો મથુરામાં છેલ્લા 15 દિવસમાં 11 બાળકોના મોત થઈ ગયા હતા. આજે સવારે જ 2 બાળકોના મોતથી તંત્ર હરકતમાં આવ્યું હતું. હજુ સુધી રિપોર્ટમાં ડેન્ગ્યુ અને મલેરિયા સાથે અન્ય કેટલીક બીમારીના લક્ષણો મળ્યા છે. પરંતુ મોતના વધી રહેલા આંકડાના કારણે લોકોની ચિંતામાં વધારો થયો છે. ગામમાં દિલ્હી અને લખનૌથી ટીમો પણ કેમ્પ કરવા માટે આવી રહી છે અને તપાસ કરી રહી છે કે આખરે ગામમાં ફેલાયેલી મહામારીનું કારણ શું છે? ફિરોજાબાદ સિવાય આ રહસ્યમયી તાવના દર્દી આગ્રા, કાનપુર, મથુરા, કાસગંજમાં પણ જોવા મળી રહ્યા છે. તો પૂર્વીય ઉત્તરપ્રદેશના ગોંડા, બસ્તી, દેવરિયા, બલિયા, આજમગઢ, સુલતાનપૂર અને ગાજીપુરમાં પણ આ તાવ ફેલાઈ રહ્યો છે. કોરોનાની ત્રીજી લહેર પહેલા ઉત્તર પ્રદેશમાં રહસ્યમય તાવનો કહેર ફેલાઈ ગયો છે.