વાલીઓ માટે ચેતવણી /
રાજકોટના વિઠલાણી પરિવારના એકને એક દિકરાનું સ્વિમિંગ-પુલમાં ડૂબવાથી મોત
Team VTV11:07 PM, 09 Aug 21
| Updated: 09:46 PM, 12 Aug 21
રાજકોટના કાલાવડ રોડ પર આવેલા એમરાલ્ડ-96 ક્લબના સ્વિમિંગ-પુલમાં ડૂબી જવાથી તરૂણનું મૃત્યુ, સ્વિમિંગ દરમિયાન એર ટ્યૂબ નીકળી જતા ડૂબ્યો હતો, સારવાર દરમિયાન તરૂણનું મૃત્યુ
રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ડુબી જવાથી તરૂણનું મૃત્યુ
એમરાલ્ડ-96 ક્લબના સ્વિમિંગ પુલની ઘટના
સ્વિમિંગ દરમિયાન એર-ટ્યૂબ નીકળી જતાં તરૂણનું મૃત્યુ
રાજકોટમાં વિઠલાણી પરિવારમાં એકના એક દિકરાના મોતથી શોકનું વાતાવરણ છવાયું છે. 13 વર્ષના દિકરાનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મોત થયું છે. રાજકોટ જિલ્લાના કાલાવડ રોડ પર એક જાણીતું ક્લબ છે. એમેરાલ્ડ નામના ક્લબના સ્વિમિંગ પુલમાં એર ટ્યુબના આધારે ન્હાવા માટે 13 વર્ષનો દિકરો ગયો હતો. જેનું નામ મૌર્ય હતું. મૌર્ય સાથે આવી દુર્ઘટના સર્જાશે તેવું કલ્પનામાં પણ કોઈએ વિચાર્યું હશે નહીં. આનંદ માણવા માટે ઊંડા સ્વિમિંગ પુલમાં એર ટ્યુબના આધારે મૌર્ય સ્વિમિંગ કરી રહ્યો હતો. જો કે, પરિવાર પણ સ્વિમિંગ પુલમાં પડ્યો હતો. પરંતુ અચાનક શું થયું કે, ટ્યુબના આધારે સ્વિમિંગ કરતો મૌર્ય પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. પરિવારના સદસ્યને જાણ થતા તુરંત તેને હોસ્પિટલ ખસેડાયો હતો.
વિઠલાણી પરિવારના એકને એક ચિરાગ 13 વર્ષના મૌર્યને લઈ તેમના પિતા નિકેશભાઈ રાજકોટ હોસ્પિટલ પહોંચ્યા હતા. પરંતુ સમય વિતિ ગયો હતો. હાજર તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરાયો હતો. આંનદનો અનુભવ થોડીક ક્ષણમાં શોકમાં બદલાઈ ગયો છે. પરિવારનો એકને એક લાડકો દુનિયા છોડીને જતો રહ્યો છે. આમ તો પરિવાર માટે હજુ પણ વાત ગળે ઉતરે તેવી નથી. અને તેમની માતા ક્યારેય પણ આ વાત ગળે ઉતારી પણ શકશે નહીં. કે તેમનો લાડકવાયો દિકરો આ દુનિયામાં નથી.