Chief Minister's big statement in Surat, 'Even if Bhupendra Patel belongs to Patidar Samaj, CM ...
કોમનમેન /
મુખ્યમંત્રીનું સુરતમાં મોટું નિવેદન, 'ભૂપેન્દ્ર પટેલ ભલે પાટીદાર સમાજના હોય પણ CM તો...'
Team VTV07:56 PM, 15 Oct 21
| Updated: 07:59 PM, 15 Oct 21
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે .પાટીદાર અભિવાદન સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલે કયું કે, શ્રેષ્ઠ ભારત બનાવવું હોય તો દરેક સમાજે સાથે રહીને સાથે રહીને કામ કરવું પડે.
સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સૂચક નિવેદન
સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનાં કાર્યક્રમ ઉપસ્થિતિ
અમદાવાડ પછી સુરતમાં અદ્યતન સરદારધામ
સુરતમાં પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક સૂચક અને માર્મિક વાત કરી હતી. પાટીદાર અભિવાદન સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલે કયું કે,
સારા વિચારોને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કામ અમારું ( સરકારનું )છે.શ્રેષ્ઠ ભારત બનાવવું હોય તો દરેક સમાજે સાથે રહીને કામ કરવું પડે. મુખ્યમંત્રીએ ત્યાં સુધી કહ્યું કે, ભુપેન્દ્ર પટેલ પાટીદાર સમાજ ના હોઈ શકે પણ CM તો દરેક સમાજનો હોય છે.
શ્રેષ્ઠ ભારત માટે દરેક સમાજનો પુરુષાર્થ -CM
સુરતના વરાછા રોડ વાલક પાટિયા ખાતે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા 200 કરોડના ખર્ચે અદ્યતન હોસ્ટેલ અને અતિથિગૃહનું નિર્માણ થનાર છે એવામાં આજે વડાપ્રધાન મોદી દ્વારા વીડિયો કોન્ફોરન્સના માધ્યમ થકી આ કામોનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અને મંત્રીઓ અને કેન્દ્રિય અને રાજ્ય કક્ષાના મંત્રીઓએ હાજરી આપી હતી.આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયું કે,ટીપી સ્કીમમાં ચારના ચારસો થયા છે.ઓફિસમાં બેસી રહેવાથી કોઈ કામ થાય નહિ. અને શ્રેષ્ઠ ભારત માટે દરેક સમાજનો સહિયારો પુરુષાર્થ હોવો જોઈએ.પ્રધાનમંત્રી મોદી પણ આ જ વિઝન છે.
અદ્યતન હોસ્ટેલ અને અતિથિગૃહનું થશે નિર્માણ
આ કાર્યક્રમમાં કેન્દ્ર ના આરોગ્ય મંત્રી મનસુખ મંડવીયા, કેન્દ્ર ના કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલા, કેન્દ્ર ના રાજ્ય કક્ષાના રેલ-ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોષ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીએ આર પાટીલ, રાજ્યકઝના ગૃહ મંત્રી હર્ષ સંઘવી, કૃષિ-ઉર્જા મંત્રી મુકેશ પટેલ સહિત સૌરાષ્ટ્ર પટેલ સમાજના અનેક આગેવાનો, ઉદ્યોગકારો પણ હાજર રહ્યા હતા.
સમગ્ર પ્રોજેકટ પાછળ અંદાજે 200 કરોડ નો ખર્ચ થશે
મહત્વનું છે કે 1500 વિદ્યાર્થીઓ અને 700 વિદ્યાર્થીનીઓના રહેવા જમવાની સવલત સાથે કરોડના ખર્ચે અદ્યતન હોસ્ટેલનું નિર્માણ થઈ રહ્યું છે જ્યારે અદ્યતન અતિથિગૃહ પણ બનાવવામાં આવશે આ પ્રોજેક્ટ પાછળ અંદાજીત 200 કરોડનો ખર્ચ થનાર છે, ત્યારે વડાપ્રધાન મોદીના હસ્તે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.