બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Chief Justice Backs AI-Driven Translation Of Judgments In Indian Languages

ન્યાયપાલિકા / પ્રાદેશિક ભાષાઓમાં બહાર પડાશે ચુકાદા, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, PM મોદીએ આવકાર્યો

Hiralal

Last Updated: 08:22 PM, 22 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટે પહેલી વાર તમામ પ્રાદેશિક ભાષામાં ચુકાદા બહાર પાડવાનો નિર્ણય કર્યો છે.

  • સુપ્રીમ કોર્ટમાં મોટો ફેરફાર
  • તમામ પ્રાદેશિક ભાષામાં બહાર પડાશે સુપ્રીમનો ચુકાદો
  • ચીફ જસ્ટીસ ચંદ્રચુડે લીધો નિર્ણય
  • ચીફ જસ્ટીસના નિર્ણય પર પીએમ મોદી ખુશખુશાલ

સુપ્રીમ કોર્ટે ચુકાદા સંબંધિત એક મોટો ફેરફાર કર્યો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા હવે પ્રાદેશિક ભાષાઓમાં પણ જોવા મળશે. ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડે ક કાર્યક્રમને સંબોધન કરતાં કહ્યું કે અમારા મિશનનું આગળનું પગલું દરેક ભારતીય ભાષામાં  સુપ્રીમના નિર્ણયોની અનુવાદિત નકલો ઉપલબ્ધ કરાવવાનું છે. તેમણે કહ્યું કે નાગરિકો જે ભાષામાં સમજે છે તે ભાષામાં અમે તેમના સુધી નહીં પહોંચીએ તો અમે જે કામ કરી રહ્યાં છે તે 99 ટકા લોકો સુધી નહીં પહોંચે. સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે, "અમારો આગામી ઉદ્દેશ્ય દરેક ભારતીયની ભાષામાં દરેક ભારતીયને સુપ્રીમ કોર્ટના ચુકાદાની નકલો પહોંચાડવાનો છે. તાજેતરના એક કાર્યક્રમમાં, માનનીય સીજેઆઈ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડે પ્રાદેશિક ભાષાઓમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામાં કામ કરવાની જરૂરિયાત વિશે વાત કરી હતી. તેમણે તેના માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું સૂચન પણ કર્યું હતું. આ એક પ્રશંસનીય વિચાર છે, જે ઘણા લોકોને, ખાસ કરીને યુવાનોને મદદ કરશે. 

પીએમ મોદીએ કર્યા વખાણ
પીએમ નરેન્દ્ર મોદીએ ચીફ જસ્ટીસનો આ વીડિયો શેર કરીને લખ્યું છે કે આ ખૂબ જ વખાણવા લાયક વિચાર છે. "તાજેતરમાં, એક કાર્યક્રમમાં, માનનીય સીજેઆઈ જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવાની જરૂર છે. તેમણે આ માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની વાત કરી છે. આ એક ખૂબ જ પ્રશંસનીય વિચાર છે, તે ઘણા લોકોને, ખાસ કરીને યુવાનોને મદદ કરશે.

પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન આપવાનો સરકારનો પ્રયાસ 
પીએમ મોદીએ આ વિષય પર બે ટ્વિટ કર્યા છે. "ભારતમાં એવી ઘણી ભાષાઓ છે જે આપણી સાંસ્કૃતિક જીવંતતામાં વધારો કરે છે. કેન્દ્ર સરકાર દેશમાં પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન આપવા માટે પણ અનેક મહત્વપૂર્ણ પગલા લઈ રહી છે. પ્રાદેશિક ભાષાઓમાં વિદ્યાર્થીઓને વિષયો પૂરા પાડવાની કવાયત પણ ચાલી રહી છે. જેમાં એન્જિનિયરિંગ અને મેડિસિન જેવા વિષયોનો સમાવેશ થાય છે જે માતૃભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ