છત્તીસગઢ પોલીસે પાંચ વર્ષના બાળકને કોન્સ્ટેબલ પદ બેસાડીને માનવતાનું એક ભારે કામ કર્યું છે.
છત્તીસગઢ પોલીસનું માનવતાભર્યું પગલું
પાંચ વર્ષના છોકરાને બનાવ્યો કાયમી કોન્સ્ટેબલ
છોકરાના પિતાનું ગત વર્ષે રોડ એક્સિડન્ટમાં થયું હતું મોત
છત્તીસગઢ પોલીસના એક પગલાંએ લોકોના દિલ પીગળાવી દીધાં છે. માનવતા આજે પણ પોલીસના હૈયા છે તે વાતની સાબિતી આપતી એક ઘટના છત્તીસગઢના સરગુજા જિલ્લામાં બની છે. હકીકતમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં રાજુકમાર રાજવાડેનું 2020માં રોડ એક્સિડન્ટમાં મોત થયું હતું જેને પગલે તેમનો પાંચ વર્ષનો દિકરો નમન નોંધારો થયો હતો. નમનની વિધવા માતાને પણ હવે કેવી રીતે જીવન જશે તેનો ડર સતાવવા લાગ્યો હતો પરંતુ ખરે ટાણે પોલીસ કામમા આવી.
VIDEO: On compassionate grounds, Chhattisgarh Police appoints a five-year-old UKG student as child constable. His father was a constable who died in a road accident last year. pic.twitter.com/dCcFW3xphq
કોન્સ્ટેબલ પિતાનું મોત થતાં પાંચ વર્ષના નમનને નોકરી મળી
સરગુજા જિલ્લામાં નમને પિતાને બદલે પોલીસ કોન્સ્ટેબલ પદે નિયુક્ત બેસાડવામાં આવ્યો છે. નમન માત્ર 5 વર્ષનો છે. નમનને સરગુજા પોલીસ અધિક્ષક ભાવના ગુપ્તા દ્વારા નિમણૂક પત્ર આપવામાં આવ્યો હતો. સરગુજા જિલ્લામાં તૈનાત કોન્સ્ટેબલ રાજકુમાર રાજવાડેનું 3 સપ્ટેમ્બર, 2021 ના રોજ એક માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. મૃતક કોન્સ્ટેબલના પરિવારમાં પત્ની અને પાંચ વર્ષનો પુત્ર નમન છે. પોલીસ હેડક્વાર્ટરની સૂચનાથી નમનને રહેમરાહે ચાઇલ્ડ કોન્સ્ટેબલના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.
પોલીસ કોન્સ્ટેબલ જેવા જ પગાર અને લાભો મળશે
એસપી ભાવના ગુપ્તાએ દિવંગત કોન્સ્ટેબલની પત્નીને પોલીસ વિભાગ દ્વારા સહકારની ખાતરી આપી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, પગાર અને સુવિધાઓનો લાભ મળશે. એસપીએ 5 વર્ષના નમનને એપોઈન્ટમેન્ટ લેટર આપ્યો અને કહ્યું કે તમે પણ હવે પોલીસ બની ગયા છો. એપાઈનમેન્ટ લેટર હાથમાં આવતાં નમનની વિધવા માતાની આંખો આંસુથી ભરાઈ આવી હતી. માએ નમને ખોળામાં લઈને વ્હાલ કર્યુ હતું. જો કે નિયમ મુજબ નમનને 18 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ પૂર્ણ કક્ષાના કોન્સ્ટેબલનો દરજ્જો મળશે.
એપોઈનમેન્ટ લેટર આપતો વીડિયો થયો વાયરલ
પોલીસ અધિક્ષક ભાવના ગુપ્તાનો પાંચ વર્ષના બાળકને અપોઈન્ટમેન્ટ લેટર આપતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભાવના ગુપ્તા નમન સાથે વાત કરતી વખતે એપોઈન્ટમેન્ટ લેટર આપતી જોવા મળી રહી છે.