chhattisgarh crpf cobra forces and naxals encounter sukma
છત્તીસગઢ /
સુકમામાં કોબરા જવાનો અને નક્સલીઓ વચ્ચે ભયંકર અથડામણ, અનેક નક્સલી ઠાર મરાયા, એક જવાન શહીદ
Team VTV10:26 PM, 31 Dec 21
| Updated: 10:30 PM, 31 Dec 21
છત્તીસગઢના સુકમા જિલ્લામાં કોબરા 208 બટાલિયનના જવાનો અને નક્સલીઓ વચ્ચે જબરદસ્ત અથડામણ ચાલી રહી છે.
છત્તીસગઢના સુકમા જિલ્લામાં પાલચામાની પહાડીઓ પર અથડામણ
208 કોબરા બટાલિયનની સાથે નક્સલીઓની થઇ અથડામણ
કેટલાક નક્સલીઓના માર્યા જવાના સમાચાર, એક જવાન શહીદ
સુકમામાં ચાલી રહેલી આ અથડામણમાં કેટલાક નક્સલીઓના માર્યા જવાના સમાચાર છે. અથડામણ ગ્રસ્ત કિસ્ટારામાના પાલચામાની પહાડીઓમાં ચાલી રહી છે. એક જવાન શહીદ થવાના સમાચાર છે. ત્યારે, પોલીસે દાવો કર્યો છે કે અથડામણમાં કેટલાક નક્સલીઓ માર્યા ગયા છે. ઘટનાની પુષ્ટિ સુકમા એસપીએ કરી છે.
પાલાચમાના પહાડોમાં થયેલી અથડામણમાં કેટલાક નક્સલીઓ ઇજાગ્રસ્ત પણ થયા છે. શહીદ જવાનનું નામ વીરેન્દ્ર સિંહ જણાવાય રહ્યું છે. અથડામણ દરમિયાન તેમને ગોળી વાગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, જવાન તે નક્સલીઓના હોવાની માહિતી પર દરોડા માટે ગયા હતા. આ દરમિયાન અથડામણ થઇ છે. ઘટનાસ્થળે વધુ પોલીસના જવાન પહોંચી રહ્યા છે. હજુ પણ જવાનો અને નક્સલીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.
Chhattisgarh | Encounter underway between CoBRA forces and Naxals in the forest area of Kistaram Police Station limits in Sukma, one jawan injured being evacuated by chopper. Our troops holding the ground: IG CRPF, D Prakash
સુકમા એસપીએ જણાવ્યું કે, અંધારાના કારણે ઑપરેશનમાં તકલીફ પડી રહી છે. હવે જવાન ત્યાંથી પરત ફરી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે, તે વિસ્તારોમાં આવતીકાલે ફરીથી ઑપરેશનની શરૂઆત કરવામાં આવશે.
સીઆરપીએફના આઈજી ડી.પ્રકાશે કહ્યું કે, સુકમાના કિસ્ટારામા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વન વિસ્તારમાં કોબરા દળ અને નક્સલીઓની અથડામણ ચાલી રહી છે.