cheque bounce penalty rules you should know to avoid loss and case lodge know more
જરૂરી વાત /
Cheque Bounce થવા પર થઈ શકે છે આટલા વર્ષની સજા, આ નિયમો જાણી લેવા તમારા માટે ખૂબ જરૂરી
Team VTV04:45 PM, 16 Dec 21
| Updated: 10:50 AM, 17 Dec 21
Cheque Bounce થવા પર ઘણી બેન્કો અલગ અલગ પેનલ્ટી લે છે. પેનલ્ટી નિયમો તમારી માટે જાણી લેવા ખૂબ જરૂરી છે.
ચેક બાઉન્સ થવા પર થઈ શકે છે સજા
આ નિયમો જાણી લેવા તમારા માટે જરૂરી
જાણો તેના વિશે વિગતે
પૈસાના ટ્રાન્ઝેક્શન માટે ઓનલાઈન મોડ અને યુપીઆઈ પેમેન્ટ જેવા માધ્યમ તો આજ કાલ આવેલા છે. પરંતુ ચેકથી પૈસા ઉપાડવાનું કામ વર્ષોથી ચાલતું આવ્યું છે. જે લોકોને ચેક વિશે વધારે વિગતમાં માહિતી નથી તેમને જણાવી દઈએ કે જો ચેક બાઉન્સ થાય તો લોકોને પેનલ્ટી પણ ભરવી પડે છે અને તેની અસર સિવિલ હિસ્ટ્રીમાં પણ પડી શકે છે. અહીં સુધી કે વધારે ગંભીર કેસમાં સજાની પણ જોગવાઈ છે.
કયા કારણોથી જાય છે ચેક બાઉન્સ?
જ્યારે કોઈ ચેકને બેન્કમાં પેમેન્ટ માટે આપવામાં આવે અને જો એકાઉન્ટમાં પૈસા ન હોય અથવા અન્ય કોઈ કારણના લીધે તે રિજેક્ટ થઈ જાય છે તો તેનાથી ચેક બાઉન્સ થાય છે. તેના બીજા પણ ઘણા કારણો હોઈ શકે છે પરંતુ મુખ્ય કારણ ખાતામાં પુરતા પૈસા ન હોવાનું છે. જણાવી દઈએ કે ચેક પર સાઈનમાં ડિફરન્સ હોવાના કારણે પણ ચેક બાઉન્સ થઈ શકે છે.
જાણો કેટલી છે પેનલ્ટી
ચેક બાઉન્સ થવા પર પેનલ્ટી લાગે છે મોટાભાગે પૈસા કાપી લેવામાં આવે છે. ચેક બાઉન્સ પર તમારે જેવે પૈસા આપવાના છે તેને આ સુચના આપવાની રહે છે અને તે વ્યક્તિને એક મહિનામાં તમારૂ પેમેન્ટ કરવું જરૂરી છે. જો એક મહિનાની અંદર પેમેન્ટ ન કરી શકો તો તે લિગલ નોટિસ મોકલી શકે છે. ત્યાર બાદ 15 દિવસ સુધી કોઈ જવાબ ન આપો તો તમારા વિરૂદ્ધ Negotiable Instrument Act 1881ના સેક્શન 138 હેઠળ કેસ દાખલ કરવામાં આવી શકે છે.
ચેક બાઉન્સ થવા પર બે વર્ષની સજા પણ થઈ શકે છે
ચેકનું બાઉન્સ થવું દંડને પાત્ર ગુનો છે અને તેના માટે કલમ 138 હેઠળ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી શકે છે. તેમાં દંડ 2 વર્ષ અથવા તો સજા અથવા બન્નેની જોગવાઈ છે. ચેક બાઉન્સ થવા પર મામલામાં પૈસા આપવાના હોય તેને 2 વર્ષની સજા અને વ્યાજની સાથે રકમ પણ આપવી પડે છે.