બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / chamoli why shankh shell not blown in badrinath read full story

જાણવા જેવું / આ છે વિષ્ણુ ભગવાનનું જગપ્રસિદ્ધ મંદિર છતાં અહીં નથી વગાડાતો શંખ, જાણો શું છે તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય

Premal

Last Updated: 12:06 PM, 9 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બદ્રીનાથ ધામમાં શંખ ના વગાડવા પાછળ આ ધાર્મિક માન્યતા છે કે માતા લક્ષ્મી જ્યારે બદ્રીનાથ ધામમાં તુલસી રૂપમાં ધ્યાન કરી રહી હતી તો આ દરમ્યાન વિષ્ણુએ શંખચૂર્ણ નામના રાક્ષસનો વધ કર્યો હતો. પરંતુ માતાનુ ધ્યાન તૂટી ના જાય તેના કારણે શંખ ના વગાડ્યો.

  • હિન્દુ ધર્મમાં શંખનુ વિશેષ મહત્વ 
  • આખરે બદ્રીનાથમાં કેમ શંખ વગાડવામાં આવતો નથી?
  • જાણો, શંખ ન વગાડવાનુ ધાર્મિક કારણ શુ છે

અહીં ભગવાન વિષ્ણુના મંદિરમાં શંખ વગાડવો પ્રતિબંધિત 

જ્યારે વૈજ્ઞાનિક કારણ કહે છે કે શંખનો અવાજ બરફથી ટકરાઈને પ્રતિધ્વનિ પેદા કરશે. જેનાથી બરફમાં તિરાડ પડવી અથવા બર્ફીલા તોફાનની આશંકા બની શકે છે. હિન્દુ ધર્મમાં શંખનુ વિશેષ મહત્વ છે. દરેક શુભ કાર્યમાં પૂજા શરૂ કરતા પહેલા શંખને વગાડવાનુ પણ વિધાન છે. શંખ વગાડ્યા બાદ શંખમાં પાણી નાખીને પવિત્રતા માટે બધા પર છાંટવામાં આવે છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભગવાન બદ્રી વિશાળનુ મંદિર સ્થિત છે, જે આસ્થાનુ પ્રતિક છે અને પંચ બદ્રીમાંથી પહેલા બદ્રી છે. અહીં કપાટ ખુલતા જ મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો રહે છે. પરંતુ તમને આ જાણીને આશ્ચર્ય અવશ્ય થશે કે આ મંદિર ભગવાન વિષ્ણુનુ છે, પરંતુ મંદિરમાં શંખ વગાડવો પ્રતિબંધિત છે. જેના બે કારણ છે, પહેલુ વૈજ્ઞાનિક કારણ છે અને બીજુ ધાર્મિક માન્યતા.

વૈજ્ઞાનિક શંખ ન વગાડવા પાછળ આપે છે આ તર્ક 

બદ્રીનાથ ધામમાં હિમવર્ષાથી આખુ બદ્રી ક્ષેત્ર બરફથી ઘેરાયેલુ હોય છે. વૈજ્ઞાનિકોનુ માનવુ છે કે જો આ ક્ષેત્રમાં શંખ વગાડવામાં આવે છે તો શંખનો અવાજ બરફ સાથે અથડાઈને પ્રતિધ્વનિ ઉભી કરશે. જેનાથી બરફમાં તિરાડ પડવી અથવા બરફના તોફાનની આશંકા બની શકે છે. જેનાથી પર્યાવરણને પણ નુકસાન પહોંચશે. ભૂસ્ખલનનુ જોખમ પણ હોઇ શકે છે, તેથી બદ્રીધામમાં શંખ વગાડવામાં આવતો નથી. 

શંખ ન વગાડવાનુ ધાર્મિક કારણ 

બદ્રીનાથ ધામમાં શંખ ન વગાડવા પાછળ આ માન્યતા છે કે માતા લક્ષ્મી જ્યારે બદ્રીનાથ ધામમાં તુલસી રૂપમાં ધ્યાન કરી રહી હતી તો આ દરમ્યાન વિષ્ણુએ શંખચૂર્ણ નામના રાક્ષસનો વધ કર્યો હતો. હિન્દુ ધર્મમાં શુભ કામ કરવા પર શંખ વગાડવામાં આવે છે, પરંતુ ભગવાન વિષ્ણુએ જ્યારે શંખચૂર્ણનો વધ કર્યો તો માતા લક્ષ્મીનુ ધ્યાન ભંગ ના થાય તેથી શંખ ના વગાડ્યો. આ જ કારણ છે કે બદ્રીનાથ ધામમાં શંખ વગાડવામાં આવતો નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ