બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / Chaitra Navratri after 110 years Mahasanyoga will happen

ચૈત્ર નવરાત્રી / ચૈત્ર નવરાત્રીમાં 110 વર્ષ પછી સર્જાશે મહાસંયોગ, પૂરા નવ દિવસ સુધી કરો શક્તિની આરાધના

Manisha Jogi

Last Updated: 08:41 PM, 14 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુ પંચાંગ અનુસાર આ વર્ષે નવરાત્રીના નવ દિવસ સુધી માતાજીની કરવામાં આવશે આરાધના. જુઓ કયો મહાસંયોગ સર્જાઈ રહ્યો છે.

  • આ વર્ષે નવરાત્રીમાં ચાર યોગનો વિશેષ સંયોગ.
  • નવરાત્રીમાં માતાનું આગમન નાવ પર થશે.
  • આ વર્ષે પૂરા નવ દિવસ સુધી નવરાત્રી.

હિંદુ પંચાંગ અનુસાર વર્ષમાં ચાર નવરાત્રી મનાવવામાં આવે છે. પંચાંગ અનુસાર ચૈત્ર માસની શુક્લપક્ષની પ્રતિપદા તિથિથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. આ દિવસથી નવ સંવત્સરની પણ શરૂઆત થઈ જાય છે. આ વર્ષે નવરાત્રીમાં ચાર યોગનો વિશેષ સંયોગ બની રહ્યો છે.  આ નવ દિવસ નવરાત્રીમાં માતાનું આગમન નાવ પર અને પ્રસ્થાન ડોલી પર થશે, જેને ખૂબ જ શુભકારી માનવામાં આવે છે. 

ચૈત્ર નવરાત્રી શુભ મુહૂર્ત 

જ્યોતિષ આચાર્ય પંડિત દીપક માલવીયએ જણાવ્યું છે કે, આ વર્ષે નવરાત્રી પર જે મહાસંયોગ બની રહ્યો છે, તે ખૂબ જ ખાસ છે. આ વર્ષે 22 માર્ચ બુધવારના રોજ ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે, જે રામનવમીના દિવસે 30 માર્ચના રોજ સમાપ્ત થશે. આ વર્ષે પૂરા નવ દિવસ સુધી નવરાત્રી છે. 21 માર્ચ 2023ના રોજ રાત્રે 11:04 વાગ્યે નવરાત્રી શરૂ થઈ જશે અને 22 માર્ચના રોજ સવારે 6:23 વાગ્યાથી લઈને 7:32 વાગ્યા સુધી શુભ મુહૂર્તમાં કળશ સ્થાપના કરી શકાશે. 

માઁ દુર્ગાનું આગમન

આ વર્ષે માઁ દુર્ગાનું નાવ પર આગમન થશે, જેને સુખ અને સમૃદ્ધિનું કારણ ગણવામાં આવે છે. નવરાત્રીમાં માઁ દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે, 110 વર્ષ પછી આ સંયોગ જોવા મળી રહ્યો છે. આ વર્ષે નવ સંવત્સર લાગી રહ્યું છે. માનવામાં આવે છે કે, ભગવાન બ્રહ્માએ આ જ દિવસે પૃથ્વીની રચના કરી હતી. આ કારણોસર તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ વર્ષે બુદ્ધ ગ્રહ રાજા છે અને શુક્ર ગ્રહ મંત્રી છે. આ કારણોસર શિક્ષા ક્ષેત્રે ક્રાંતિ આવશે. 

ચૈત્ર નવરાત્રી પૂજા વિધિ

કળશ સ્થાપનાની વિધિ શરૂ કરતા પહેલા સૂર્યોદય પહેલા ઉઠો અને સ્નાન કરીને ચોખ્ખા કપડા પહેરી લો. લાલ રંગ કપડું પાથરીને માતાજીની પ્રતિમાની સ્થાપના કરો. આ કપડા પર ચોખા મુકો, માટીના વાસણમાં જવ પલાળો. આ પાત્ર પર જળ ભરેલો કળશ મુકો અને તેના પર સાથિયો દોરો, હવે આ કળશ પર લાલ દોરો બાંધો.

કળશમાં આખી સોપારી, સિક્કો અને ચોખા નાખીને અશોકના પાન મુકો. એક નારિયેળ પર ચુંદડી લપેટીને તેના પર નાળાછડી બાંધો. આ નારિયેળ કળશ પર મુકીને માઁ દુર્ગાનું આહ્વાન કરો. ત્યાર બાદ દીવો પ્રગટાવીને કળશની પૂજા કરો. નવરાત્રીમાં દેવીની પૂજા કરવા માટે સોના, ચાંદી, તાંબા, પિત્તળ અથવા માટીના કળશની સ્થાપના કરવામાં આવે છે. 
કયા દિવસે કયા માતાજીની પૂજા કરવામાં આવે છે?

1.    માઁ શૈલપુત્રી
2.    માઁ બ્રહ્મચારિણી
3.    માઁ ચંદ્રઘંટા
4.    માઁ કુષ્માંડા
5.    માઁ સ્કંદમાતા
6.    માઁ કાત્યાયિની
7.    માઁ કાલરાત્રી
8.    માઁ મહાગૌરી
9.    માઁ સિદ્ધિદાત્રી
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ