બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Centre cautions FM radio channels against playing songs or broadcasting content glorifying alcohol, drugs

ચેતવણી / FM રેડિયો ચેનલ્સ બેકાબુ થતા કેન્દ્ર સરકારે વીંઝ્યો કોરડો, તાબડતોબ આવું કામ બંધ કરવાની ચેતવણી

Hiralal

Last Updated: 06:47 PM, 1 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ એફએમ રેડિયો ચેનલોને એક ચેતવણી આપીને ગેરકાયદેસર કામોનો ફેલાવાનો બંધ કરી દેવાનું જણાવ્યું છે.

  • કેન્દ્ર સરકારે એફએમ રેડિયો ચેનલોને આપી ચેતવણી
  • દારુ, ડ્રગ્સ, હથિયારોને લઈને ખોટી વાતો ન ફેલાવો
  • નિયમોનું પાલન કરો, ઉલ્લંઘનના કિસ્સામાં થશે દંડ

એફએમ રેડિયો ચેનલ્સ પોતાનો વ્યાપ વધારવા માટે દારૂ, ડ્રગ્સ, હથિયારોના ગુણગાન ગાઈ રહી હોવાનું ધ્યાનમાં આવતાં કેન્દ્ર સરકારે તેમની પર એક કોરડો વીંઝ્યો અને તેમને સીધી ભાષામાં સમજાવી દીધા છે કે હવેથી આવા ખોટા કામનો મહિમા ગાવાનું બંધ કરી દેજો નહીંતર દંડ ભોગવવા તૈયાર રહેજો. 

માહિતી અને પ્રસારણ મંત્રાલયે જારી કરી ચેતવણી 
એફએમ રેડિયો ચેનલોને આપેલી એડવાઈઝરીમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે તેમને મંજૂરી કરાર (જીઓપીએ) અને માઈગ્રેશન ગ્રાન્ટ ઓફ પરમિશન એગ્રીમેન્ટ (એમજીઓપીએ)માં નિર્ધારિત નિયમો અને શરતોનું ચુસ્તપણે પાલન કરવાની અને તેનું ઉલ્લંઘન કરીને કોઈ પણ કન્ટેન્ટનું પ્રસારણ ન કરવાની આકરી ચેતવણી આપી છે. 

ઉલ્લંઘનના કિસ્સામાં દંડનીય કાર્યવાહી કરાશે 
મંત્રાલયે તેની એડવાઇઝરીમાં કહ્યું છે કે કોઈ પણ ઉલ્લંઘનમાં જીઓપીએ / એમજીઓપીએમાં નિર્ધારિત નિયમો અને શરતો અનુસાર યોગ્ય માનવામાં આવે તે રીતે આવી દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. 

રેડિયો ચેનલોને કેમ ચેતવણી આપવી પડી
હકીકતમાં મંત્રાલયના ધ્યાનમાં એવી વાત આવી હતી કે કેટલીક એફએમ ચેનલો દારૂ, ડ્રગ્સ, હથિયારો, ગેંગસ્ટર અને ગન કલ્ચરને ગૌરવ આપતી સામગ્રી વગાડતી અથવા પ્રસારિત કરતી સામગ્રી પ્રસારિત કરી રહી છે અને તેને કારણે લોકો અને કૂમળી વયના બાળકોના માનસ પર ખોટી અસર પડી છે જે આગળ જતાં મોટી મુસીબત બની શકે છે તેથી સરકારે તાબડતોબ તેમની ચેતવણી આપીને સુધરી જવાની સલાહ આપી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ