બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Central Teams To Be Deployed In 10 States Night Curfew In 6 States List Of Restrictions Announced In Wake Of Omicron

BIG NEWS / ઓમિક્રૉન બન્યું મોટી આફત! મોદી સરકારે લીધો મોટો નિર્ણય, 10 રાજ્યોમાં કરાશે આ કામ

Parth

Last Updated: 12:13 PM, 25 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોના વાયરસનાં ઓમિક્રૉન વેરિયન્ટને લઈને જે રાજ્યોમાં ખતરો વધારે દેખાઈ રહ્યો તે રાજ્યોની કમાન પોતાના હાથમાં લેવાનો નિર્ણય લીધો છે.

  • ભારતમા ઓમિક્રૉનનો ખતરો વધ્યો 
  • કેન્દ્રએ અમુક રાજ્યોમાં લડાઈની કમાન પોતાના હાથમાં લીધી 
  • 10 રાજ્યોમાં ટીમો તૈનાત કરવાના અપાયા આદેશ 

એક્શન મોડમાં મોદી સરકાર 
ભારતમાં કોરોના વાયરસનાં નવા વેરિયન્ટનાં વધતાં કેસને લઈને મોદી સરકાર સતત એક્શન મોડમાં દેખાઈ રહી છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સૌથી વધારે ઓમિક્રૉન કેસ સામે આવી રહ્યા છે જે રાજ્યોમાં કોરોનાનો ખતરો વધ્યો છે ત્યાં કેન્દ્ર સરકારે પોતાની ટીમ તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે. 

10 રાજ્યોમાં કેન્દ્રીય ટીમો તૈનાત 
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એલાન કર્યું છે કે 10 રાજ્યોમાં કેન્દ્રીય ટીમો તૈનાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ એજ રાજ્ય છે જેમા ઓમિક્રૉન ઝડપથી ફેલાઈ રહ્યો છે અને સામે વેક્સિનેશન ધીમું થઈ રહ્યું છે. આ સિવાય મોદી સરકાર દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે કે ભીડભાડ વાળી જગ્યાઓ પર જવાનું ટાળો અને જરૂર ન હોય તો ઘરમાં જ રહો. 

કયા રાજ્યોમાં તૈનાત કરાઇ ટીમો?
આ રાજ્યોમાં કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને પંજાબનો સમાવેશ થાય છે, જ્યાં ઓમિક્રોન અને કોરોના ચેપનો સામનો કરવા માટે કેન્દ્રીય આરોગ્ય ટીમો તૈનાત કરવામાં આવી છે. 

ઓમિક્રૉન બન્યો મોટી આફત 
દેશભરમાં કોરોના વાયરસનાં નવા વેરિયન્ટ ઓમિક્રૉનનાં કારણે સતત ટેન્શન વધી રહ્યું છે, એક બાદ એક રાજ્યમાં પ્રતિબંધો લાગી રહ્યા છે. એવામાં આજે એક જ દિવસમાં ઓમિક્રૉનનાં કેસમક 16 ટકાનો વધારો જોવા મળ્યો છે. ગઇકાલે દેશમાં ઓમિક્રૉનનાં કેસ 358 હતા જે આજે વધીને 415 થઈ ગયા છે જેમાંથી 115 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. જોકે છેલ્લા 24 કલાકમાં તો માત્ર એક જ દર્દી સાજો થયો છે. આંકડાઓ પરથી કહી શકાય કે ઓમિક્રૉનનાં કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. દેશના 17 રાજ્યોમાં આ વેરિયન્ટ ફેલાઈ ચૂક્યો છે ત્યારે સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં 108 કેસ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે અને દિલ્હી આ મામલે બીજા નંબર પર છે. દિલ્હીમાં 79 ઓમિક્રૉનનાં કેસ નોંધાયા છે. નોંધનીય છે કે દેશમાં ડેલ્ટા વેરિયન્ટનાં કારણે જ્યારે બીજી લહેર આવી હતી ત્યારે પણ મહારાષ્ટ્રમાં જ સૌથી વધારે કેસ સામે આવતા હતા. 

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ