બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / ગુજરાત / central govt increase 3 percent da in march 2022

ફાયદો / કેન્દ્રીય કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, મોંઘવારી ભથ્થામાં વધારો થવાનું નક્કી, જાણો કેટલું મળશે એરિયર

Khyati

Last Updated: 04:32 PM, 14 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોંઘવારી ભથ્થા માટે 12 મહિનાનો ઇન્ડેક્સ સરેરાશ 351.33 છે. આ સરેરાશ ઇન્ડેક્સ પર 34.04% મોંઘવારી ભથ્થું લાગુ પડે ત્યારે જાણીએ ક્યારે મોંઘવારી ભથ્થાની કરવામાં આવશે જાહેરાત

  • કેન્દ્રીય કર્મચારી-પેન્શનર માટે રાહતના સમાચાર
  • DA Allowance માં 3ટકાનો વઘારો
  • માર્ચ 2022માં થઇ શકે છે જાહેરાત 

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્સનર  માટે આનંદના સમાચાર છે. છેલ્લા ઘણા સમયથી રાહ જોયા બાદ આખરે આતુરતાનો અંત આવ્યો છે. મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો નક્કી કરવામાં આવ્યો છે જેથી હવે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને 34ટકા મોંઘવારી ભથ્થુ મળશે. ઔદ્યોગિક કામદારો માટેના કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (AICPI ઇન્ડેક્સ)ના ડિસેમ્બર 2021ના સૂચકાંકમાં એક પોઇન્ટનો ઘટાડો થયો છે.  મહત્વનું છે કે મોંઘવારી ભથ્થા માટે 12 મહિનાના સૂચકઆંકની સરેરાશ 34.04% (મોંઘવારી ભથ્થું) ની સરેરાશ સાથે 351.33 છે. પરંતુ, મોંઘવારી ભથ્થું હંમેશા સંપૂર્ણ સંખ્યામાં આપવામાં આવે છે. એટલે કે, જાન્યુઆરી 2022 થી, કુલ મોંઘવારી ભથ્થું 34% નક્કી કરવામાં આવ્યું છે.

માર્ચમાં થઇ શકે છે એલાન

કર્મચારીઓને પહેલેથી જ 31% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. પરંતુ હવે જાન્યુઆરી 2022 થી તમને 3% વધુ મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. 7મા પગાર પંચની ભલામણો અનુસાર, મોંઘવારી ભથ્થું ફક્ત મૂળ પગાર પર જ ચૂકવવામાં આવે છે. આશા છે કે માર્ચમાં તેની જાહેરાત થઈ શકે છે.  ચૂંટણીને કારણે આચારસંહિતા લાગુ કરવામાં આવી છે અને તેથી સરકાર તેની જાહેરાત કરશે નહીં.

AICPI-IW ડિસેમ્બરમાં ઘટ્યો હતો

સરકારના આ નિર્ણયથી 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને ફાયદો થશે. આ પછી હવે આગામી મોંઘવારી ભથ્થાની ગણતરી જુલાઈ 2022માં થશે. ડિસેમ્બર 2021 માટે AICPI-IW (ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ ફોર ઈન્ડસ્ટ્રીયલ વર્કર્સ)નો ડેટા બહાર પાડવામાં આવ્યો છે. આ આંકડા અનુસાર ડિસેમ્બરમાં આ આંકડો 0.3 પોઈન્ટ ઘટીને 125.4 પોઈન્ટ પર આવી ગયો છે. નવેમ્બરમાં આ આંકડો 125.7 પોઈન્ટ હતો. અને ડિસેમ્બરમાં 0.24% નો ઘટાડો થયો. પરંતુ, આનાથી મોંઘવારી ભથ્થામાં વધારાને અસર થઈ નથી. શ્રમ મંત્રાલયના AICPI IWના આંકડાઓ બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વખતે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થશે.

નવેમ્બરમાં વધારો થયો છે

શ્રમ મંત્રાલયના ડેટા અનુસાર, AICPI-IW ઇન્ડેક્સ નવેમ્બર 2021માં 0.8% વધ્યો હતો અને 125.7 પર પહોંચ્યો હતો. આનાથી સ્પષ્ટ થયું કે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થશે. હવે ભલે ડિસેમ્બર 2021ના આંકડામાં થોડો ઘટાડો થયો હોય, પરંતુ જાન્યુઆરી 2022માં ડીએમાં 3 ટકાના દરે વધારો થશે. સરકારી કર્મચારીઓનું ડીએ હાલમાં 31 ટકા છે. હવે 3 ટકાના વધારા બાદ તે 34 ટકા પર પહોંચશે.

જુલાઈ 2021 થી DAની ગણતરી

મહિના         ગુણ     DA ટકાવારી
જુલાઈ 2021     353     31.81%
ઓગસ્ટ 2021     354     32.33%
સપ્ટેમ્બર 2021     355     32.81%
નવેમ્બર 2021       362.016     33 %
ડિસેમ્બર 2021         361.152   34%

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ