બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / central govt gives rs 36000 to farmers in pm kisan mandhan yojana

ફાયદાની વાત / ના હોય! સરકાર આ સ્કીમ અંતર્ગત ખેડૂતોને આપી રહી છે રૂપિયા 36 હજાર, જાણો કઇ રીતે

Dhruv

Last Updated: 04:15 PM, 22 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે જાણો છો કે જેમ પીએમ કિસાન યોજના દ્વારા ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા મળે છે તેમ પીએમ કિસાન માનધન યોજના દ્વારા ખેડૂતોને દર વર્ષે 36 હજાર રૂપિયા મળે છે.

  • ખેડૂતો ઉઠાવી શકે છે કેન્દ્ર સરકારની આ બે યોજનાઓનો લાભ
  • PM કિસાન માનધન યોજના અંતર્ગત તમને મળશે દર વર્ષે 36 હજાર રૂ.
  • 18થી 40 વર્ષની ઉંમરનો કોઇ પણ ખેડૂત આ યોજનાનો લાભ લઇ શકે

જો તમને પીએમ કિસાન યોજનાના હપ્તાનો લાભ મળી રહ્યો છે તો આ સમાચાર પણ ખાસ તમારી માટે છે પરંતુ તેની માટે કેટલીક શરતોનું પાલન કરવું જરૂરી છે.

દેશમાં ખેડૂતો માટે કેન્દ્ર સરકાર બે મહત્વની યોજનાઓ ચલાવી રહી છે, જેમાં ખેડૂતોને ઘણી આર્થિક મદદ મળી રહે છે. ત્યારે કેન્દ્ર સરકારની આ યોજનામાં પ્રથમ યોજનાનું નામ પીએમ કિસાન યોજના છે અને બીજી યોજનાનું નામ પીએમ કિસાન માનધન યોજના છે. જેમાં પ્રથમ યોજના દ્વારા ખેડૂતોને દર વર્ષે રૂપિયા છ હજારની રકમ આપવામાં આવે છે, જ્યારે બીજી યોજનામાં ખેડૂતોને દર વર્ષે રૂપિયા 36 હજારની રકમ મળી શકે છે. જો કે, આ યોજના એક પેન્શન યોજના છે કે જે 60 વર્ષની ઉંમર બાદ આપવામાં આવે છે.

આપણા દેશમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ખેતી પર નિર્ભર રહે છે. ત્યારે દેશમાં જ્યારે કોરોના લોકડાઉન દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ ઠપ થઈ ગઈ હતી, ત્યારે ખેડૂતોએ ભારતીય અર્થતંત્રમાં ખૂબ મોટો ફાળો આપ્યો હતો. આઝાદી બાદથી સરકાર કૃષિ ક્ષેત્રનું શું મહત્વ રહેલું છે તે સમજે છે અને આ કારણોસર ખેડૂતો માટે વિવિધ યોજનાઓ પણ સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી હોય છે.

આખરે શું છે પીએમ કિસાન માનધન યોજના અને કેવી રીતે મળે છે તેનો લાભ?

કેન્દ્ર સરકારની પીએમ કિસાન માનધન યોજના માટે ખેડૂતોએ દર વર્ષે એક સામાન્ય રકમ જમા કરાવવાની હોય છે. 18થી 40 વર્ષની ઉંમર વચ્ચે કોઇ પણ ખેડૂત આ યોજનાનો ફાયદો ઉઠાવી શકે છે. જો કે, જેટલી તમારી ઉંમર હશે તેના હિસાબથી રકમ બદલાતી રહેશે. આ રકમ 55 રૂપિયાથી માંડીને 200 રૂપિયા મહિનાની વચ્ચે આવે છે.

જમા કરાવવાના રહેશે આટલાં રૂપિયા

આ યોજના અનુસાર, જે ખેડૂતની ઉંમર 18 વર્ષથી 29 વર્ષની વચ્ચે છે, તેઓએ 55 રૂપિયાથી લઇને 109 રૂપિયાની વચ્ચેની રકમ દર મહિને જમા કરાવવાની રહેશે. આ સાથે 30થી 39 વર્ષની ઉંમરના ખેડૂતોએ દર મહિને 110 રૂપિયાથી માંડીને 199 રૂપિયાની વચ્ચેની રકમ જમા કરાવવાની રહેશે. જ્યારે આ ખેડૂતોની ઉંમર 60 વર્ષની થઇ જશે, ત્યારે ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા મળશે. એટલે કે દર વર્ષે આ ખેડૂતોને 36 હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ