બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Central government issues new rules on 'work from home', employees will have to do this work from Monday

મહામારી / 'વર્ક ફ્રોમ હોમ'ને લઈને કેન્દ્ર સરકારે જારી કર્યાં નવા નિયમ, સોમવારથી કર્મચારીઓ માટે આ કામ ફરજિયાત

Hiralal

Last Updated: 10:40 PM, 6 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના કેસમાં ઘટાડો આવતા કેન્દ્ર સરકારે સોમવારથી તમામ કર્મચારીઓ માટે ઓફિસોમાં પૂરી હાજરીની સિસ્ટમને બહાલ કરી દીધી છે.

  • 'વર્ક ફ્રોમ હોમ'ને લઈને કેન્દ્ર સરકારે જારી કર્યાં નવા નિયમ
  • સોમવારથી કેન્દ્રીય કર્મચારીઓએ આવવું પડશે રેગ્યુલર સમયે
  •  તમામ કર્મચારીઓ માટે ઓફિસોમાં પૂરી હાજરીની સિસ્ટમને બહાલ

દેશમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડતા હવે ઓફિસોને તેની પૂરી ક્ષમતા સાથે ખોલવામાં આવી રહી છે. કર્મચારી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું  કે સોમવારથી કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ માટે ઓફિસમાં હાજરી પુનઃસ્થાપિત કરી દેવામાં આવી છે. તેમણે રવિવારે કહ્યું હતું કે કોરોના વાયરસના કેસોમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઓફિસમાં સંપૂર્ણ હાજરીની સિસ્ટમ ચાલુ 
દેશમાં કોરોનાની સ્થિતિની આજે સમીક્ષા કરવામાં આવી હતી અને કોવિડના કેસોની સાથે ચેપના દરમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને, એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આવતીકાલથી ઓફિસમાં સંપૂર્ણ હાજરી પુન:સ્થાપિત કરવામાં આવશે અને તમામ સ્તરે કર્મચારીઓએ કોઈપણ છૂટછાટ વિના 7 ફેબ્રુઆરી, 2022 થી નિયમિત ધોરણે ઓફિસમાં હાજર રહેવું પડશે," એમ કર્મચારી રાજ્યમંત્રીએ જણાવ્યું હતું.

કોવિડ અનુરુપ વ્યવહારનું પાલન ફરજિયાત 
મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે વિભાગોના વડાઓએ સુનિશ્ચિત કરવું પડશે કે કર્મચારીઓ હંમેશાં ફેસ માસ્ક પહેરે અને કોવિડ યોગ્ય વર્તનનું પાલન કરે. કેન્દ્ર સરકારે  31 જાન્યુઆરીએ અન્ડર સેક્રેટરી સ્તરથી નીચેના તેના ૫૦ ટકા કર્મચારીઓ માટે વર્ક-ફ્રોમ-હોમની વ્યવસ્થા ૧૫ ફેબ્રુઆરી સુધી લંબાવી હતી.

'વર્ક ફ્રોમ હોમ'નો વિકલ્પ પાછો ખેંચાયો 
સંબંધિત વિભાગોનો અભિપ્રાય લીધા પછી અને પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી, કર્મચારી અને તાલીમ વિભાગે એક નવું ઓફિસ મેમોરેન્ડમ બહાર પાડ્યું હતું જેમાં જાણ કરવામાં આવી હતી કે તમામ સ્તરના તમામ કર્મચારીઓ આવતીકાલથી એટલે કે 7 ફેબ્રુઆરીથી ઓફિસમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ વિના હાજર રહેશે." સિંહે ઉમેર્યું હતું કે, કોઈપણ કર્મચારી માટે હવે "ઘરેથી કામ કરવા" માટેનો કોઈ વિકલ્પ રહેશે નહીં.

સંકળાયેલા મુદ્દાઓ

Work from home corona india new work from home plan કોરોના ઈન્ડીયા ન્યૂ વર્ક ફોર્મ હોમ વર્ક ફ્રોમ હોમ coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ